Philosophy
સફા (ઇખ્વાનુસ્સફા)
સફા (ઇખ્વાનુસ્સફા) (The Brethren of Sincerity) : એક ઉદાર-મતવાદી સંગઠન, જેનો ઉદ્ભવ દસમા સૈકામાં દક્ષિણ ઇરાકના પ્રખ્યાત નગર બસરામાં થયો હતો. આ સંગઠનમાં ઉચ્ચ ચારિત્ર્ય તથા નીતિમત્તા ધરાવતા સદાચારી લોકોને સભ્ય બનાવવામાં આવતા હતા, તેથી તે સ્વચ્છ(લોકો)ની બિરાદરી તરીકે ઓળખાતું હતું. જે સમયે સમાજમાં ધર્માન્ધતા તથા સંકુચિતતા વધી રહી હતી…
વધુ વાંચો >સમાધિ
સમાધિ : યોગનાં આઠ અંગોમાંનું અંતિમ અંગ. ચિત્તની એકાગ્રતા એટલી બધી થાય કે દેશકાળાદિ બધી વસ્તુઓ ભુલાઈ જઈ ફક્ત ધ્યેયવસ્તુ જ યાદ રહે તેવી સ્થિતિ. તેનું નામ સમાધિ. એ સ્થિતિમાં ચિત્ત પવન વગરની જગ્યાએ રહેલા દીપની જ્યોત જેવું સ્થિર થઈ જાય છે. પતંજલિએ રચેલા યોગદર્શન મુજબ યમ, નિયમ, આસન, પ્રાણાયામ…
વધુ વાંચો >સમ્મઇપગરણ (સન્મતિપ્રકરણ)
સમ્મઇપગરણ (સન્મતિપ્રકરણ) (ઈ. ચોથી-પાંચમી સદી) : જૈન તત્ત્વજ્ઞાનવિષયક રચના. શ્વેતામ્બર જૈનાચાર્ય સિદ્ધસેન દિવાકરની (ઈ. સ. ચોથી-પાંચમી શતાબ્દી) આ એક ઉત્કૃષ્ટ કૃતિ છે. તેમાં કુલ 167 પ્રાકૃત ગાથાઓ છે. તત્ત્વાર્થસૂત્રની જેમ જ તે શ્વેતામ્બર અને દિગમ્બર – બંને સંપ્રદાયોને માન્ય છે; તેથી ‘ષટ્ખંડાગમ’ની ‘ધવલા’ ટીકામાં તેનાં ઉલ્લેખો અને ઉદ્ધરણો છે તથા…
વધુ વાંચો >સંકલ્પસ્વાતંત્ર્ય
સંકલ્પસ્વાતંત્ર્ય : સંકલ્પસ્વાતંત્ર્ય વિરુદ્ધ નિયતિવાદની સમસ્યા તત્ત્વજ્ઞાનના ઇતિહાસમાં ખૂબ જ વિવાદાસ્પદ બની રહેલી છે. ન્યૂટનના ભૌતિક વિજ્ઞાનની અસર હેઠળ આધુનિક વિજ્ઞાન પ્રકૃતિની હેતુવાદી સમજૂતી આપવાને બદલે યંત્રવાદી સમજૂતી આપે છે. યંત્રવાદ, ભૌતિકવાદ, કાર્ય-કારણ પર આધારિત નિયતિવાદ અને પ્રકૃતિવાદ – આ બધા મતો સામાન્ય રીતે મનુષ્યને પણ એક યંત્ર માનીને તેનો…
વધુ વાંચો >સંગ્રહણી
સંગ્રહણી : જૈન તત્ત્વજ્ઞાનવિષયક રચના. ઈ. સ. 490થી 590 વચ્ચે થયેલા ‘વિશેષાવશ્યકભાષ્ય’ના કર્તા જિનભદ્રગણિ ક્ષમાશ્રમણે આ કૃતિની રચના કરી છે. તેમાં જૈન મહારાષ્ટ્રી ભાષામાં રચેલી 367 ગાથાઓ છે. કેટલાક વિદ્વાનોનો મત છે કે મૂળ ગાથાઓ લગભગ 275 હતી, પરંતુ પછી ગાથાઓ ઉમેરાતી ગઈ અને લગભગ 500 થઈ ગઈ છે. તેના…
વધુ વાંચો >સંદેહવાદ (સંશયવાદ)
સંદેહવાદ (સંશયવાદ) : જ્ઞાનની શક્યતા કે નિશ્ચિતતા કે બંને વિશે કાયમી કે અલ્પસ્થાયી સંદેહ વ્યક્ત કરતો તત્ત્વજ્ઞાનનો મત. બીજી સદીના ચિન્તક સેક્સટસ એમ્પિરિક્સ મુજબ, સંદેહવાદી ચિન્તક (sceptic) મૂળ તો સમીક્ષક છે, સત્યશોધક છે, જિજ્ઞાસુ છે. સમીક્ષા પછી, શોધતપાસ પછી પણ તેને જો સમજાય કે તત્ત્વજ્ઞાનમાં પ્રવર્તતા જુદા જુદા મતમાંથી કોઈ…
વધુ વાંચો >સંસાર
સંસાર : તત્ત્વજ્ઞાનનો એક ખ્યાલ. તત્ત્વજ્ઞાનના ક્ષેત્રમાં ‘સંસાર’નો મુખ્ય અર્થ છે ભવભ્રમણ, સંસરણ, ભવોભવના ફેરા, ભવાન્તરગમન. એટલે જ ‘પુન: પુન: જનન, પુન: પુન: મરણ, પુન: પુન: જનનીજઠરે શયન’ને શંકરાચાર્ય દુસ્તર અપાર સંસાર કહે છે. ભવાન્તરગમન સાથે અનેક પ્રશ્નો સંકળાયેલા છે. જીવ વર્તમાન જન્મનું શરીર છોડીને નવા સ્થાને જન્મ લેવા જાય…
વધુ વાંચો >સાધનવાદ
સાધનવાદ : બ્રિટિશ ચિંતક ઍલેક્ઝાન્ડર બર્ડના પુસ્તક ‘ધ ફિલૉસૉફી ઑવ્ સાયન્સ (1998, 2002) મુજબ, પ્રાકૃતિક વિજ્ઞાનોમાં રજૂ થતા સિદ્ધાંતો (theories) કેવળ ઘટનાઓની આગાહી (પૂર્વકથન-prediction) કરવા માટેનાં સાધનો જ છે તેવો મત (Instrumentalism). સાધનવાદ પ્રમાણે પ્રાકૃતિક વિજ્ઞાનોમાં રજૂ થતા સિદ્ધાંતો ન તો જગતની ઘટનાઓની સમજૂતી આપે છે કે ન તો તેવા…
વધુ વાંચો >સાન્તાયન જ્યૉર્જ
સાન્તાયન, જ્યૉર્જ (Santayana) (જ. 16 ડિસેમ્બર 1863, મૅડ્રિડ, સ્પેન; અ. 26 સપ્ટેમ્બર 1952, રૉમ, ઇટાલી) : અમેરિકાના તત્વચિન્તક, કવિ, નવલકથાકાર, સાહિત્યકલાવિવેચક. મૂળ નામ જૉર્જ રુઇઝ દ સાન્તાયન ય બોરેસ. જ્યૉર્જ સાન્તાયન સાન્તાયન જન્મથી આઠ વર્ષ સુધી સ્પેનમાં રહ્યા. પછીનાં ચાલીસ વર્ષ બૉસ્ટન, અમેરિકામાં રહ્યા અને છેલ્લાં ચાલીસ વર્ષ તેમણે યુરોપના…
વધુ વાંચો >સાર્ત્ર જ્યાઁ પૉલ
સાર્ત્ર, જ્યાઁ પૉલ (જ. 1905, પૅરિસ; અ. 1980, પૅરિસ, ફ્રાન્સ) : વીસમી સદીના મહાન ફ્રેન્ચ સર્જક અને તત્ત્વચિન્તક. તેઓ ફ્રેન્ચ અસ્તિત્વવાદના સ્થાપક હતા. તેમનો અસ્તિત્વવાદ (existentialism) નિરીશ્વરવાદી (atheistic) હતો. સાર્ત્રના પિતા જ્યાઁ બાપ્ટિસ્ટ ફ્રેન્ચ નૌકાદળમાં કામ કરતા હતા. સાર્ત્રનાં માતા એન મેરીચાર્લ્સ શ્વાઇત્ઝરનાં પુત્રી હતાં. ચાર્લ્સ શ્વાઇત્ઝર વિખ્યાત જર્મન મિશનરી…
વધુ વાંચો >