Painting

રૂસો હેન્રી (Rousseau Henri)

રૂસો, હેન્રી (Rousseau, Henri) (જ. 21 મે 1844, લાવા, ફ્રાન્સ; અ. 12 સપ્ટેમ્બર 1910, પૅરિસ, ફ્રાન્સ) : ફ્રેન્ચ બિનતાલીમી (naive) ચિત્રકાર. સિંહ, વાઘ, મગર, ડાયનોસૉર જેવાં હિંસક પશુઓથી ભરચક વિષુવવૃત્તીય વરસાદી જંગલોનાં બારીક વિગતપૂર્ણ ચિત્રો સર્જવા માટે તે પ્રસિદ્ધ થયા હતા. પિતા લુહાર હતા. પોતે સાવ સાધારણ વિદ્યાર્થી હતા. શાળાનો…

વધુ વાંચો >

રેઇનર, ઍર્નુલ્ફ (Rainer Arnulf)

રેઇનર, ઍર્નુલ્ફ (Rainer Arnulf) (જ. 1929, વિયેના નજીક બાડેન, ઑસ્ટ્રિયા) : આધુનિક ઑસ્ટ્રિયન ચિત્રકાર. 1947માં તેઓ પૉલ નૅશ, ફ્રાંસિસ બેકન, સ્ટૅન્લી સ્પેન્સર અને હેન્રી મુરની કલાકૃતિઓથી પ્રભાવિત થયા. 1948માં પરાવાસ્તવવાદી કલાસિદ્ધાંતોનો અભ્યાસ કર્યો, જેની ચિરસ્થાયી અસર તેમના કલાસર્જન પર પડી. રેઇનરે 1949માં વિયેનાની સ્કૂલ ઑવ્ એપ્લાઇડ આર્ટ તેમજ વિયેના એકૅડેમી…

વધુ વાંચો >

રેઝા, આકા-એ-અબ્બાસી

રેઝા, આકા-એ-અબ્બાસી (જ. આશરે 1570, મેશેદ, ઈરાન; અ. 1635, ઇસ્ફહાન, ઈરાન) : ઈરાની લઘુચિત્રકલાની ઇસ્ફહાન શૈલીનો એક મુખ્ય ચિત્રકાર તથા સમ્રાટ શાહ અબ્બાસ પહેલાનો પ્રીતિપાત્ર. પિતા અલી અશ્ગર મેશેદના સફાવીદ સૂબા ઇબ્રાહીમ મિર્ઝાનો દરબારી ચિત્રકાર હતો. અહીં જ બાળક રેઝાએ તાલીમ લીધી. તેનાં તેજસ્વી ચિત્રોએ ઇસ્ફહાનના સમ્રાટ શાહ અબ્બાસનું તરત…

વધુ વાંચો >

રેડેપ્પાનાઇડુ, મોપુરી

રેડેપ્પાનાઇડુ, મોપુરી (જ. 1932, કાપુલાપાલેમ, જિ. પૂર્વ ગોદાવરી, આંધ્રપ્રદેશ) : આધુનિક ભારતીય ચિત્રકાર. કાકીનાડામાંથી શાલેય શિક્ષણ પ્રાપ્ત કરી, મેટ્રિક્યુલેશન પસાર કરી, ચેન્નઈની ગવર્નમેન્ટ સ્કૂલ ઑવ્ આર્ટ ઍન્ડ ક્રાફ્ટમાં પ્રવેશ મેળવ્યો. અહીં એચ. વી. રામગોપાલ, એસ. ધનપાલ, કે. સી. એસ. પણિક્કર અને પ્રિન્સિપાલ દેવીપ્રસાદ રાયચૌધરી પાસે પાંચ વર્ષ લાંબી તાલીમ મેળવી.…

વધુ વાંચો >

રેડ્ડી, ડી. એલ. એન.

રેડ્ડી, ડી. એલ. એન. (જ. 1949, નેરાડા, આંધ્રપ્રદેશ) : આધુનિક ભારતીય ચિત્રકાર અને મુદ્રણક્ષમ કલાના સર્જક. હૈદરાબાદ ખાતેની ગવર્નમેન્ટ કૉલેજ ઑવ્ ફાઇન આર્ટ્સમાં અભ્યાસ કરીને 1969માં ચિત્રકલાનો ડિપ્લોમા મેળવ્યો. ત્યારબાદ વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની ફૅકલ્ટી ઑવ્ ફાઇન આર્ટમાં વધુ બે વરસ લગી અભ્યાસ કરી 1971માં ડિપ્લોમા ઇન પ્રિન્ટ મેકિંગ (મુદ્રણક્ષમ…

વધુ વાંચો >

રેડ્ડી, પાકલ તિરુમલ

રેડ્ડી, પાકલ તિરુમલ (જ. 4 જાન્યુઆરી 1915, અન્નારામ, કરીમનગર જિલ્લો, આંધ્રપ્રદેશ) : આધુનિક ભારતીય ચિત્રકાર. ખેડુ કુટુંબમાં જન્મ. ગ્રામવિસ્તારમાં બાળપણ વિતાવ્યું. 1935માં મૅટ્રિક પાસ કરી મુંબઈની સર જે. જે. સ્કૂલ ઑવ્ આર્ટમાં પ્રવેશ મેળવ્યો. 1942માં અભ્યાસ પૂર્ણ કર્યો. 1937માં બૉમ્બે આર્ટ સોસાયટીનો ઍવૉર્ડ મેળવ્યો. 1938માં તેઓ ભીંતચિત્રોની હરીફાઈમાં મિસ ડૉલી…

વધુ વાંચો >

રેડ્ડી, પી. ટી.

રેડ્ડી, પી. ટી. (જ. 1915, એન્નારેમ, આંધ્રપ્રદેશ) : આધુનિક ભારતીય ચિત્રકાર. 1938માં તેમણે મુંબઈની સર જે. જે. સ્કૂલ ઑવ્ આર્ટમાંથી ચિત્રકલાનો ડિપ્લોમા મેળવ્યો. 1941માં તેઓ માતૃસંસ્થા સર જે. જે. સ્કૂલ ઑવ્ આર્ટના ફેલો બન્યા. તેમણે તેમની કલાનું પ્રથમ વૈયક્તિક પ્રદર્શન 1940માં બૉમ્બે આર્ટ સોસાયટી ખાતે મુંબઈમાં ગોઠવ્યું. આ પછી તેઓ…

વધુ વાંચો >

રેતી-ચિત્ર (sand painting)

રેતી-ચિત્ર (sand painting) : ભારતીય લોકકળાનો એક પ્રકાર. બીજું નામ ધૂલિચિત્ર. હાલનું પ્રચલિત નામ રંગોળી. પ્રાચીન સમયથી ભારતમાં રેતી-ચિત્રની પરંપરા ચાલુ છે. કલાભાષ્ય વિષ્ણુધર્મોત્તર પુરાણમાં પણ રેતી-ચિત્રનો ઉલ્લેખ છે. આંદામાન-નિકોબાર, કાશ્મીર, હિમાચલ પ્રદેશ, ઉત્તરાંચલ, નેપાળ, સિક્કિમ, ભૂતાન, અરુણાચલ પ્રદેશ અને નાગાલૅન્ડ જેવા, જ્યાં ભારે વર્ષા અને હિમવર્ષાને કારણે માત્ર લાકડાં…

વધુ વાંચો >

રેથેલ, આલ્ફ્રેડ (Rethel, Alfred)

રેથેલ, આલ્ફ્રેડ (Rethel, Alfred) (જ. 15 મે 1816,  આખેન, જર્મની; અ. 1 ડિસેમ્બર 1859, ડુસેલ્ડૉર્ફ, જર્મની) : મોટા કદના ઐતિહાસિક અને ધાર્મિક વિષયોનાં ચિત્રો ચીતરવા માટે જાણીતો જર્મન ચિત્રકાર તથા કાષ્ઠશિલ્પનાં છાપચિત્રો(wood cut prints)ના સર્જક. 1829માં 13 વરસની ઉંમરે ડુસેલ્ડૉર્ફ એકૅડેમીમાં કલાના વિદ્યાર્થી તરીકે પ્રવેશ મેળવ્યો. અભ્યાસ પૂરો કરીને 1836માં…

વધુ વાંચો >

રેદોં, ઓદિલોં Redon, Odilon

રેદોં, ઓદિલોં (Redon, Odilon) (જ. 1840, ફ્રાન્સ; અ. 1916, ફ્રાન્સ) : પ્રતીકવાદી (symbolist) ફ્રેન્ચ ચિત્રકાર. સ્વપ્નિલ (dreamy) ચિત્રો ચીતરવા માટે ખ્યાતનામ રેદોં ઓગણીસમી સદીના રંગદર્શિતાવાદ અને વીસમી સદીના પ્રતીકવાદ વચ્ચેની મહત્વની કડીરૂપ છે. વિદ્યાર્થીકાળમાં સ્થાપત્યનો અભ્યાસ શરૂ કરેલો, પરંતુ પરીક્ષાઓમાં સતત નિષ્ફળતાઓ પ્રાપ્ત થતાં રેદોંએ ચિત્રકલાની સાધના કરી. તત્કાલીન ઘણા…

વધુ વાંચો >