Painting

યૂજીન દેલાક્રૂવા (Eugene Delacroix)

યૂજીન દેલાક્રૂવા (Eugene Delacroix) (જ. 1798; અ. 1863) : ફ્રાન્સના અત્યંત મેધાવી ચિત્રકાર. તેમની ગણના અઢારમી અને ઓગણીસમી સદીના યુરોપના રંગદર્શિતાવાદના અત્યંત મહત્વના કલાકારોમાં થાય છે. તેમની સંવેદના જીવનમાંથી ઉદભવેલી હતી, તેથી તેમાં પ્રકૃતિદર્શન પ્રત્યેના આવેગો અને પ્રાચીન સંસ્કૃતિના આદર્શોનું અનુકરણ નહોતું. એંગ્ર (Ingres) જેવા નવશિષ્ટવાદી ચિત્રકારોની કલામાં દેલાક્રૂવાને પ્રાચીન…

વધુ વાંચો >

રઝા, સૈયદ હૈદર

રઝા, સૈયદ હૈદર (જ. 1922, બબારિયા, મધ્યપ્રદેશ) : આધુનિક ભારતીય ચિત્રકાર. બાળપણથી ધ્યાનની સાધના કરી અને 8 વરસની ઉંમરથી બિંદુ પર એકાગ્રતા કરવાનો પ્રયત્ન કર્યો. બાળપણ વીત્યું તે ગામ કકઈયા ચોમેર પહાડો ને ગીચ જંગલોથી વીંટળાયેલું હતું. આ જંગલોમાં ગોન્ડના ઢોલના તાલે પણ બાળ રઝા આકર્ષાયો. આમ પ્રકૃતિ, ધ્યાન, યોગ…

વધુ વાંચો >

રફાઈ, તૂફાન

રફાઈ, તૂફાન (Rafai, Toofan) (જ. 1920, અમરેલી, ગુજરાત) : આંતરરાષ્ટ્રીય ખ્યાતિ મેળવી ચૂકેલા ગુજરાતના આધુનિક ચિત્રકાર. પ્રાથમિક શિક્ષણ અમરેલીની સામેના જેસિંગપુરા ગામમાં લીધું. શાળામાં ઝળકી ઊઠતાં એક ઇનામ પ્રાપ્ત થયું, અને ઇનામ-વિતરક મહેમાન ગાંધીજીએ સ્વચ્છતા અને સ્વાવલંબન પર ટકોર કરતાં રફાઈ હાથબનાવટના ઉત્પાદન અને સ્વદેશીના ખ્યાલ અંગે જાગ્રત થયા. કુટુંબની…

વધુ વાંચો >

રફાયેલ, સાંઝિયો

રફાયેલ, સાંઝિયો (જ. 6 એપ્રિલ 1483; ઉર્બિનો, ઇટાલી; અ. 6 એપ્રિલ 1520, રોમ, ઇટાલી) : રેનેસાં કાળના ઇટાલીના 3 મૂર્ધન્ય કલાકારોમાં માઇકલૅન્જેલો અને લિયૉનાર્દો દ વિન્ચી સાથે સ્થાન ધરાવનાર યુગપ્રવર્તક ચિત્રકાર અને સ્થપતિ. મૂળ નામ રફાયેલો સાંઝિયો (Raffaello Sanzio). માતા મેજિયા દિ બાતીસ્તા અને પિતા જિયોવાની સાન્તીના તેઓ પુત્ર. રેનેસાં…

વધુ વાંચો >

રવિવર્મા, રાજા

રવિવર્મા, રાજા (જ. 29 એપ્રિલ 1848, કીલીપનૂર, કેરળ; અ. 2 ઑક્ટોબર 1906, કેરળ) : યુરોપીય પદ્ધતિથી તૈલરંગોમાં વિશાળ કદનાં કૅન્વાસ આલેખનાર ભારતના પ્રથમ વિખ્યાત અર્વાચીન ચિત્રકાર. અર્વાચીન ભારતીય ચિત્રકલાના પિતામહ. ત્રાવણકોરના રાજકુટુંબમાં જન્મ. બાળપણમાં તેમના માનસપટ પર સંસ્કૃત સાહિત્યની ઊંડી ને કાયમી છાપ પડી, જેની અસર પુખ્ત વયે ચિત્રસર્જનમાં પણ…

વધુ વાંચો >

રસેલ, મૉર્ગન

રસેલ, મૉર્ગન (જ. 1886, ન્યૂયૉર્ક નગર; અ. 29 મે 1953, ફિલાડેલ્ફિયા) : અમેરિકાના આધુનિક ચિત્રકાર. ન્યૂયૉર્ક નગરમાં રૉબર્ટ હેન્રીના હાથ નીચે અભ્યાસ કર્યા પછી 1906માં રસેલે પૅરિસ જઈ જીવનનાં 40 વરસ ત્યાં વિતાવ્યાં. રંગોની પ્રકૃતિ અંગેના વૈજ્ઞાનિક સિદ્ધાંતોનો ચિત્રકલામાં વિનિયોગ કરનારા પ્રથમ અમેરિકન ચિત્રકારોમાં તેમનો સમાવેશ થાય છે. ચિત્રકાર સ્ટૅન્ટન…

વધુ વાંચો >

રસ્કિન, જૉન

રસ્કિન, જૉન (જ. 8 ફેબ્રુઆરી 1819, લંડન, ઇંગ્લૅન્ડ; અ. 20 જાન્યુઆરી 1900, કોનિસ્ટન, લૅન્કેશાયર, ઇંગ્લૅન્ડ) : અંગ્રેજ સાહિત્યકાર, વિવેચક અને ચિત્રકાર. ‘ગૉથિક રિવાઇવલ’ ચળવળના પુરસ્કર્તા. માતા માર્ગારેટ અને પિતા જૉન જેમ્સના એકમાત્ર પુત્ર. પિતા દારૂના મોટા વેપારી. વારસામાં મળેલી મિલકતનો મોટો હિસ્સો રસ્કિને જરૂરતમંદોને વહેંચી દીધેલો. માતાએ પુત્રને બાઇબલના સંસ્કારનો…

વધુ વાંચો >

રંગદર્શી કલા

રંગદર્શી કલા : યુરોપીય કલામાં 1750થી 1870 સુધીના ગાળામાં વ્યાપક બનેલ વલણ. રંગદર્શિતાવાદ નવપ્રશિષ્ટવાદની સમકાલીન ઘટના હતી. રંગદર્શિતાવાદી કલાને ગટે, કાન્ટ, બૉદલેર અને શૉપનહાઉર જેવાનું સમર્થન સાંપડ્યું હતું. પ્રકૃતિનાં પ્રબળ અને પાશવી પરિબળો સામે માનવનાં કૌશલ્ય, બુદ્ધિ, બળ અને જુસ્સો નગણ્ય બની રહેવાથી ઊભી થતી કરુણાંતિકાઓ, અને પ્રકૃતિ પ્રત્યે માનવીને…

વધુ વાંચો >

રાઇડર, આલ્બર્ટ પિન્કહૅમ

રાઇડર, આલ્બર્ટ પિન્કહૅમ (જ. 19 માર્ચ 1847, ન્યૂ બેડફર્ડ, મૅસેચૂસેટ્સ, યુ.એસ.; અ. 28 માર્ચ 1917, ઍલ્મર્સ્ટ, ન્યૂયૉર્ક, યુ.એસ.) : સમુદ્રનાં રહસ્યમય નિસર્ગચિત્રો સર્જવા માટે જાણીતા અમેરિકન ચિત્રકાર. 1870થી તેઓ ન્યૂયૉર્ક નગરમાં સ્થાયી થયા. શરૂઆતમાં તેમણે ચિત્રકલાનો અભ્યાસ કરવાનો થોડો વખત પ્રયત્ન કરી જોયો, પણ તેમાં તેઓ ફાવ્યા નહિ. આ અભ્યાસની…

વધુ વાંચો >

રાઉશેનબર્ગ, રૉબર્ટ

રાઉશેનબર્ગ, રૉબર્ટ (જ. 22 ઑક્ટોબર 1925, પૉર્ટ આર્થર, ટેક્સાસ, અમેરિકા) : વિશ્વના ટોચના એક આધુનિક ચિત્રકાર. તેમણે કલાનો અભ્યાસ કૅન્સાસ સિટી આર્ટ ઇન્સ્ટિટ્યૂટ, પૅરિસની અકાદમી જુલિયો અને નૉર્થ કૅરલાઇનની બ્લૅક માઉન્ટન કૉલેજમાં કર્યો. 1949માં તેઓ ન્યૂયૉર્ક શહેરમાં સ્થાયી થયા. 1958થી તેમને ખ્યાતિ મળવા લાગી અને 1977માં તેઓ ટોચના સ્થાને પહોંચી…

વધુ વાંચો >