Painting

માસાનોબુ, ઑકુમારા

માસાનોબુ, ઑકુમારા (જ. 1690, જાપાન; અ. 1768, જાપાન) : કાષ્ઠકલાના જાપાની ચિત્રકાર. બાલવયથી જ તેમનામાં કલાશક્તિ પ્રૌઢ બની હતી. અગિયાર વરસની ઉંમરે તેમણે રાજદરબારીઓનાં સુંદર ચિત્રો આલેખેલાં. 1701 અને 1711 વચ્ચે તેમણે પોતાનાં કાષ્ઠકલાનાં ચિત્રોનાં 30થી પણ વધુ આલબમ પ્રસિદ્ધ કર્યાં. આ વર્ષો દરમિયાન તેમણે ચિત્રકાર તોરી કિયોનોબુના સ્ટુડિયોમાં પણ…

વધુ વાંચો >

માળવા ચિત્રકલા

માળવા ચિત્રકલા : માળવા અને બુંદેલખંડ(આજના મધ્યપ્રદેશ)ના વિસ્તારોમાં સત્તરમી સદીમાં પાંગરેલી લઘુચિત્રકલા. રાજસ્થાની કે રાજપૂત લઘુચિત્રકલાની તે એક શાખા છે. તેના ભૌગોલિક સ્થાનને લક્ષમાં લઈને ઘણી વાર તેનો ઉલ્લેખ મધ્ય ભારતીય લઘુચિત્રકલા તરીકે થાય છે. માળવા ચિત્રકલામાં આકૃતિઓનું આલેખન સપાટ (flat) હોય છે; તેમાં ત્રિપરિમાણી ઘનત્વ બતાવવાનો પ્રયત્ન જોવા મળતો…

વધુ વાંચો >

મિનોઅન કલા

મિનોઅન કલા (Minoan Art) : ભૂમધ્ય સાગરમાં ગ્રીસ નજીક ઇજિયન (Aegean) સમુદ્રકાંઠાના ક્રીટ (Crete) ટાપુની પ્રાચીન કલા. ક્રીટના સમૃદ્ધ રાજા મિનોસ(Minos)ના નામ ઉપરથી આ ટાપુની સંસ્કૃતિ અને કલા ‘મિનોઅન’ નામે ઓળખ પામી. ગ્રીક મહાકવિ હોમરનાં મહાકાવ્યો ‘ઇલિયડ’ અને ‘ઓડિસિ’માં આ ટાપુ અને તેની સંસ્કૃતિના ઉલ્લેખો ટ્રોજન યુદ્ધના સંદર્ભે મળે છે.…

વધુ વાંચો >

મિ ફેઇ

મિ ફેઇ (જ. 1051, હુવાઈ–યાં, કિન્ગ્સુ, ચીન; અ. 1107, હુવાઈ–યાં, કિન્ગ્સુ, ચીન) : ચીની ચિત્રકાર, સુલેખનકાર (caligrapher), કવિ અને વિદ્વાન. તેમનાં માતા સુંગ રાજા યીંગ ત્સુંગની ધાવમાતા હોવાથી રાજમહેલમાં તેમનો ઉછેર થયો હતો. અફસર તરીકેની કારકિર્દીમાં મિનો કદી ઉત્કર્ષ થયો નહિ અને વારંવાર તેમની બદલીઓ થતી રહી. રૈખિક નિસર્ગચિત્રોની સુંગ…

વધુ વાંચો >

મિયાગાવા, ચોશુન

મિયાગાવા, ચોશુન [જ.1682, ઓવારી, જાપાન; અ. 18 ડિસેમ્બર 1752, એડો (ટોકિયો), જાપાન] : જાપાનમાં ‘ઉકિયો-ઇ’નામે લોકપ્રિય બનેલી કાષ્ઠ-છાપ ચિત્રકલાના એક અગ્રણી ચિત્રકાર. મૂળ નામ હાસેગાવા કિહીજી. ઉપનામ નાગાહારુ. આશરે 1700માં ટોકિયો જઈ હિશિકાવા મૉરોનૉબુના શિષ્ય તરીકે તેમણે કલાસાધના કરી. કાષ્ઠ-છાપ ચિત્રકલા ઉપરાંત ચિત્રકલામાં પણ તેમણે નૈપુણ્ય પ્રાપ્ત કર્યું. લયાત્મક રેખાઓ…

વધુ વાંચો >

મિલે, ઝાં ફ્રાન્સ્વા

મિલે, ઝાં ફ્રાન્સ્વા (જ. 4 ઑક્ટોબર 1814, ગ્રૂચી, ફ્રાંસ; અ. 20 જાન્યુઆરી 1875, બાર્બિઝોં) : બાર્બિઝોં શૈલીના પ્રસિદ્ધ ફ્રેંચ ચિત્રકાર. નૈસર્ગિક વાતાવરણમાં આલેખાયેલાં કૃષિ અને ગોપજીવનનાં તેમનાં ચિત્રો વિશ્વમાં ઘણાં પ્રસિદ્ધિ પામ્યાં છે. પોતાના ખેડૂત-પિતા સાથે તેમણે શૈશવાવસ્થામાં કૃષિજીવનનો શ્રમ કર્યો. 19 વરસની ઉંમરે, 1833માં તેઓ શેર્બુર્ગમાં એક કલાકાર પાસે…

વધુ વાંચો >

મિસ્કિના

મિસ્કિના (સોળમી અને સત્તરમી  સદી) : અકબરના સમયના મુઘલ ચિત્રકાર. અકબરના પ્રીતિપાત્ર. તેઓ પરિપ્રેક્ષ્ય(perspective)ના આલેખનમાં તેમજ પ્રકાશછાયાના ચિત્રાંકનથી ઊંડાણ દર્શાવવા(plastic effect)માં નિપુણ હતા. લાહોર ખાતે ચિત્રિત ‘સ્ટૉરી ઑવ્ ધ અનફેથફૂલ વાઇફ’ને તેમની શ્રેષ્ઠ ચિત્રકૃતિ ગણવામાં આવે છે. રાત્રિની ચાંદનીના આ ચિત્રના પ્રસંગનું નિરૂપણ તેમણે કુશળતાથી કર્યું છે. આ નાટ્યાત્મક ચિત્રમાં…

વધુ વાંચો >

મિસ્ત્રી, છગનલાલ

મિસ્ત્રી, છગનલાલ (જ. 1933, ચીખલી, ગુજરાત) : ગુજરાતના ચિત્રકાર. ચિત્રકલાનો ડિપ્લોમા મેળવ્યા પછી તેમણે પહેલાં અમદાવાદની શેઠ સી. એન. વિદ્યાવિહાર અને પછી શેઠ સી. એન. ફાઇન આર્ટ્સ કૉલેજમાં ચિત્રકલાના અધ્યાપકની ફરજ બજાવી. તે સંસ્થામાંથી નિવૃત્તિ મેળવ્યા બાદ 1990થી તેઓ પૂરો સમય ચિત્રકલામાં વ્યસ્ત છે. છગનલાલનાં તૈલચિત્રો વણાટ વણેલી સાદડી કે…

વધુ વાંચો >

મીડ્નર, લુડવિગ

મીડ્નર, લુડવિગ (જ. 8 એપ્રિલ 1884, બર્નસ્ટેટ, જર્મની; અ. 14 મે 1966, ડાર્મસ્ટેટ, જર્મની) : જર્મન-અભિવ્યક્તિવાદી ચિત્રકાર. તેઓ નગરચિત્રોના સર્જન માટે પ્રસિદ્ધિ પામ્યા હતા. 1901–1902 દરમિયાન તેમણે કડિયા તરીકે તાલીમ લીધી. 1903થી 1905 દરમિયાન બ્રૅટ-લૉની રૉયલ એકૅડેમી ઑવ્ આર્ટમાં અભ્યાસ કર્યો. 1906થી 1907 સુધી પૅરિસની અકાદમી જુલિયાં અને અકાદમી કૉર્મોમાં…

વધુ વાંચો >

મીર, સૈયદ અલી

મીર, સૈયદ અલી (જ. સોળમી સદી, તૅબ્રીઝ, ઈરાન; અ. સોળમી સદી, ભારત) : મુઘલ ચિત્રકલાના બે સ્થાપક ચિત્રકારોમાંના એક. (બીજા તે અબ્દુ-સમદ). તૅબ્રીઝની ઈરાની લઘુ ચિત્રકલાની સફાવીદ શૈલીના પ્રખ્યાત ચિત્રકાર મુસવ્વર સૉલ્ટાનિયેના પુત્ર. પોતાના જીવનના અંતકાળે હુમાયૂંએ દિલ્હીની ગાદી ફરી જીતી ત્યારે તેઓ ઈરાનથી અબ્દુ-સમદની સાથે સૈયદ અલી મીરને ભારત…

વધુ વાંચો >