Music

મૌલાબખ્શ

મૌલાબખ્શ (જ. 1833; અ. 1896) : ઉત્તર હિંદુસ્તાની શાસ્ત્રીય સંગીતના વિખ્યાત ગાયક તથા રુદ્રવીણા અને સરસ્વતી-વીણાના અગ્રણી વાદક. તેમનો જન્મ દિલ્હી નજીકના એક નાના ગામમાં એક જાગીરદાર વંશમાં થયો હતો. તેમનું મૂળ નામ શોલેખાં હતું. તેમને કસરતનો તથા ગઝલગાયકીનો વિશેષ શોખ હતો. શાસ્ત્રીય સંગીતની તાલીમ પ્રાથમિક તબક્કામાં તેમણે તેમના કાકા…

વધુ વાંચો >

યમન

યમન : હિન્દુસ્તાની શાસ્ત્રીય સંગીતનો કલ્યાણ થાટનો પ્રચલિત રાગ. તે ‘યમન’, ‘ઇમન’, ‘કલ્યાણ’ એમ જુદા જુદા નામે ઓળખાય છે. તે એક સંપૂર્ણ રાગ છે, એટલે કે તેના આરોહ તથા અવરોહ બંનેમાં સાતે સ્વરોનો ઉપયોગ થાય છે. તેની વિસ્તારક્ષમતા ઘણી છે અને ત્રણેય સપ્તકમાં યથેચ્છ ગાઈ શકાય છે. આ રાગ રાત્રિના…

વધુ વાંચો >

યંગ, જિમી

યંગ, જિમી (જ. 1923) : બ્રિટિશ ગાયક કલાકાર અને પ્રસારણકર્તા (broadcaster). યંગ જિમી વ્યવસાયી નામ છે. મૂળ નામ છે લેસ્લી રૉનાલ્ડ. તેમણે સિંડરફર્ડ, ગ્લૉસ્ટરશાયર ખાતે શિક્ષણ લીધું. 1939–1946 દરમિયાન તેમણે રૉયલ એરફૉર્સમાં કામગીરી બજાવી. 1950ના દાયકામાં તેમની ઘણી રેકર્ડ અત્યંત સફળ અને લોકપ્રિય પુરવાર થઈ. 1955માં ‘અનચેન્ડ મેલડી’ તથા ‘ધ…

વધુ વાંચો >

યંગ, નીલ, પર્સિવલ

યંગ, નીલ, પર્સિવલ (જ. 1945, ટોરૉન્ટો, ઑન્ટેરિયો, કૅનેડા) : ગાયક, ગીતકાર અને ગિટારવાદક. તેઓ લૉસ ઍન્જલસમાં ફોક-રૉક જૂથ ‘બફેલો સ્પ્રિંગફીલ્ડ’ના સ્થાપક સભ્ય હતા (1966–68). ત્યારબાદ તેમણે 1969–74 દરમિયાન ‘ક્રેઝી હૉર્સ ઍન્ડ ક્રૉસ્બી’, ‘સ્ટિલ્સ ઍન્ડ નૅશ’ જૂથો સાથે કામ કર્યું. ત્યારબાદ તેમણે એકલપંડે વાદન અને ગાયન-પ્રવૃત્તિ શરૂ કરી. બૉબ ડિલાનથી તેઓ…

વધુ વાંચો >

યંગ, સિમોન

યંગ, સિમોન (જ. 1961, સિડની, ન્યૂ સાઉથ વેલ્સ, ઑસ્ટ્રેલિયા) : ઑસ્ટ્રેલિયાની ગાયન-વાદનવૃંદ-સંચાલિકા. તેમણે સિડની સંગીતશાળામાં અભ્યાસ કર્યો. 1982માં ઑસ્ટ્રેલિયન ઑપેરામાં જોડાયાં. 1987માં તેમને કૉલોન સ્ટેટ ઑપેરા તરફથી રોકવામાં આવ્યાં, પ્રથમ ઑપેરા ગાયકવૃંદનાં કંઠ્યસંગીત-શિક્ષિકા તરીકે અને પછી મદદનીશ સંચાલિકા તરીકે. ત્યારબાદ તેઓ વિયેના વૉકસોપર, વિયેના સ્ટારસોપર અને પૅરિસ ઑપેરાનાં સૌપ્રથમ સંચાલિકા…

વધુ વાંચો >

યૂનુસ હુસેનખાં

યૂનુસ હુસેનખાં (જ. 1929; અ. 1993) : આગ્રા ઘરાણાના અગ્રણી ગાયક અને બંદિશકાર. પિતા ઉસ્તાદ વિલાયતહુસેનખાં મહાન ગાયક તથા બંદિશકાર હતા, જેમની પાસેથી યૂનુસે તાલીમ મેળવી હતી. તેઓ સંશોધક પણ હતા. તેમણે લગભગ એક સો જેટલી ઉત્કૃષ્ટ બંદિશો રચી છે. તેમનો કંઠ કસાયેલો તથા સૂરીલો હતો. આગ્રા ઘરાણાના સંગીતની બધી…

વધુ વાંચો >

યેસુદાસ

યેસુદાસ (જ. 10 જાન્યુઆરી 1940, ફૉર્ટ કોચીન, કેરળ) : પાર્શ્વગાયક અને શાસ્ત્રીય ગાયક. પિતા ઑગસ્ટિન જોસેફ બાગવતર, માતા અલિકુટ્ટી જોસેફ. કર્ણાટક સંગીત અને ભારતીય ચલચિત્રોના ખ્યાતનામ ગાયક યેસુદાસનું મૂળ નામ છે કટ્ટાસેરી જોસેફ યસુદાસ. તેમના પિતા રંગમંચના અભિનેતા ઉપરાંત મલયાળમ શાસ્ત્રીય સંગીતના વિદ્વાન હતા. પિતાએ જ બાળ યેસુદાસમાં સંગીત પ્રત્યેની…

વધુ વાંચો >

રઇસખાં

રઇસખાં (જ. 4 નવેમ્બર 1939) : પાકિસ્તાનના અગ્રણી સિતારવાદક. તેઓ મૂળ ભારતના વતની હતા; પરંતુ પાછળથી તેમણે પાકિસ્તાનનું નાગરિકત્વ સ્વીકાર્યું હતું. પિતા ઉસ્તાદ મુહમ્મદખાં ઉચ્ચ કક્ષાના સિતારવાદક હતા. બાળપણમાં પિતા પાસેથી સિતાર વગાડવાની તાલીમ પ્રાપ્ત કરી હતી. તેઓ માત્ર અઢી વર્ષના હતા ત્યારે તેમના પિતાએ તેમને એક નાની સિતાર આપી…

વધુ વાંચો >

રજબઅલીખાં

રજબઅલીખાં (જ. 3 સપ્ટેમ્બર 1874, નરસિંગગઢ; અ. 1 ઑગસ્ટ 1959, દેવાસ) : કવ્વાલ બચ્ચા ઘરાનાના પ્રતિભાવાન ગાયક. તેઓ મધ્યપ્રદેશમાં આવેલ દેવાસ ગામના વતની હતા. પિતાનું નામ મુગલુખાં. મુગલુખાં બડે મોહંમદખાંના શિષ્ય હતા. રજબઅલીખાંને સંગીતસાધક પિતા પાસેથી સંગીતના સંસ્કારો વારસામાં મળ્યા હતા. બાલ્યકાળથી જ તેમને પિતા પાસેથી સંગીતની તાલીમ મળી. ખ્યાતનામ…

વધુ વાંચો >

રવિશંકર, પંડિત

રવિશંકર, પંડિત (જ. 7 એપ્રિલ 1920, વારાણસી) : વિશ્વવિખ્યાત સિતારવાદક. ચાર ભાઈઓમાં વિખ્યાત નર્તક ઉદયશંકર (1900-77) સૌથી મોટા અને રવિશંકર સૌથી નાના. મૂળ નામ રવીન્દ્રશંકર. પિતા શ્યામાશંકરે ઇંગ્લૅન્ડથી ‘બાર-ઍટ-લૉ’ અને જિનીવા વિશ્વવિદ્યાલયની રાજ્યશાસ્ત્રની પદવીઓ પ્રાપ્ત કરી હતી. તેઓ સંસ્કૃતના પ્રકાંડ પંડિત હતા. તેમણે ઝાલાવાડ રિયાસતના દીવાનપદે કામ કર્યું હતું અને…

વધુ વાંચો >