Music
દવે, હંસા
દવે, હંસા (જ. 18 જાન્યુઆરી 1946, અમદાવાદ) : ગુજરાતી સુગમ સંગીતનાં જાણીતાં ગાયિકા. પિતાનું નામ જિતેન્દ્રલાલ અને માતાનું નામ યમુનાબહેન. શૈશવમાં બાળમંદિરની પ્રાર્થનાથી એમની સંગીતયાત્રાનો આરંભ થયો. નાગર-પરિવારમાં ઉછેર હોવાને કારણે સંગીત પ્રત્યે બાળપણથી જ લગાવ ધરાવતાં આ ગાયિકાએ પદ્ધતિસરનો સંગીત-અભ્યાસ મોડો મોડો કર્યો. અમદાવાદની સુગમ સંગીતની જાણીતી સંસ્થા ‘શ્રુતિ’ના…
વધુ વાંચો >દાતાર, પંડિત ડી. કે.
દાતાર, પંડિત ડી. કે. (જ. 24 ઑક્ટોબર 1924, મુંબઈ) : ઉત્તર હિંદુસ્તાની શાસ્ત્રીય સંગીત પરંપરાના વિખ્યાત બેલાવાદક. આખું નામ દામોદર કેશવ દાતાર. પિતા પંડિત વિષ્ણુ દિગંબર પલુસ્કરના શિષ્ય હતા. દામોદરના બાલ્યકાળમાં પિતાનું અવસાન થયું, પરંતુ મોટા ભાઈ પાસેથી પ્રોત્સાહન મળતું રહ્યું. શાસ્ત્રીય સંગીતની વિધિસરની તાલીમ માટે તેઓ મુંબઈની જાણીતી સંસ્થા…
વધુ વાંચો >દાદરા
દાદરા : ઉત્તર હિંદુસ્તાની સંગીતપદ્ધતિમાં તબલા પર વગાડવામાં આવતો તાલ. તે છ માત્રાનો તાલ છે અને તેના ત્રણ ત્રણ માત્રાના બે વિભાગો હોય છે. તાલના બોલ તથા માત્રાસમૂહની વહેંચણી નીચે પ્રમાણે હોય છે : માત્રા 1 2 3 4 5 6 x તાળી બોલ ધા ધીં ના ધા તીં ના …
વધુ વાંચો >દિવેટિયા, ક્ષેમેન્દ્ર વીરમિત્ર (ક્ષેમુ)
દિવેટિયા, ક્ષેમેન્દ્ર વીરમિત્ર (ક્ષેમુ) (જ. 1 ઑક્ટોબર 1924, અમદાવાદ; અ. 30 જુલાઈ 2009, અમદાવાદ) : ગુજરાતી સુગમ સંગીતના અગ્રણી સ્વરકાર તથા ગાયક કલાકાર. અંગત વર્તુળમાં ‘ક્ષેમુ’ નામથી લોકપ્રિય. પિતા અમદાવાદની ગુજરાત કૉલેજમાં ભૌતિકશાસ્ત્રના પ્રાધ્યાપક તથા ગુજરાત સંગીત મંડળના આદ્યસ્થાપક હતા. માતાનું નામ સરયૂબા. ગુજરાત કૉલેજમાંથી રસાયણશાસ્ત્ર તથા ભૌતિકશાસ્ત્ર વિષયો સાથે…
વધુ વાંચો >દીક્ષિતાર, મુત્તુસ્વામી
દીક્ષિતાર, મુત્તુસ્વામી (જ. 1775, તિરુવારૂર, જિલ્લો તંજાવૂર, કર્ણાટક; અ. 1835, ઈટ્ટાયાપુરમ્ રિયાસત, કર્ણાટક) : કર્ણાટકી સંગીતના મહાન ગાયક, કલાકાર તથા બંદિશોના રચનાકાર. તેમના પિતા રામસ્વામી દીક્ષિતાર પોતે કર્ણાટક સંગીતના અગ્રણી ગાયક અને રચનાકાર હતા. મુત્તુસ્વામીએ પોતાના શૈશવકાળમાં જ સંસ્કૃત અને તેની સાથે સંલગ્ન વિષયોનું ઊંડું અધ્યયન કર્યું હતું તથા કર્ણાટકી…
વધુ વાંચો >દીપચંદી
દીપચંદી : ઉત્તર હિંદુસ્તાની સંગીતનો એક તાલ. તે તબલાંનો તાલ છે. 14 માત્રાનો તાલ છે અને તેના ત્રણ અને ચાર માત્રાના ચાર વિભાગો છે. તાલના બોલ તથા માત્રાસમૂહની વહેંચણી નીચે પ્રમાણે હોય છે : માત્રા 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 બોલ …
વધુ વાંચો >દેવધર, બી. આર.
દેવધર, બી. આર. (જ. 11 સપ્ટેમ્બર 1902, મીરજ; અ. 10 માર્ચ 1990, મુંબઈ) : ઉત્તર હિંદુસ્તાની શાસ્ત્રીય સંગીતના વિખ્યાત ગાયક, સંગીતશાસ્ત્રજ્ઞ તથા સંગીતવિવેચક. સંગીતની પ્રારંભિક તાલીમ તેમણે અણ્ણાજીપંત સુખદેવ પાસેથી પ્રાપ્ત કરી હતી. ત્યારપછી નીલકંઠ બુવા અને પંડિત વિનાયકરાવ પટવર્ધન પાસેથી અને છેલ્લે 1922 સુધી મુંબઈમાં પંડિત વિષ્ણુ દિગંબર પલુસકર…
વધુ વાંચો >દેવ, હૃદયનારાયણ
દેવ, હૃદયનારાયણ (જ. સત્તરમી સદી) : હિંદુસ્તાની સંગીતના વિખ્યાત શાસ્ત્રકાર. સત્તરમી સદીમાં થઈ ગયેલા આ શાસ્ત્રકાર મૂળ ગઢા રાજ્યના શાસક હતા, પરંતુ 1651માં યુદ્ધમાં પરાજિત થવાથી તેઓ મંડલા જતા રહ્યા હતા અને તેથી તે ‘ગઢામંડલા’ના રાજા તરીકે ઓળખાતા. પ્રારંભથી જ તેમને સાહિત્ય અને અન્ય લલિતકલાઓમાં રુચિ હતી. તેમણે સંસ્કૃત ભાષામાં…
વધુ વાંચો >દેશપાંડે, પુરુષોત્તમ લક્ષ્મણ
દેશપાંડે, પુરુષોત્તમ લક્ષ્મણ (જ. 8 નવેમ્બર 1919, મુંબઈ; અ. 12 જૂન 2000, પુણે) : મરાઠીના ઉત્કૃષ્ટ કોટિના હાસ્યલેખક, નાટ્યકાર, રંગભૂમિ તથા ચલચિત્ર જગત સાથે અભિનેતા, સંગીતકાર, પટકથાલેખક તથા દિગ્દર્શક તરીકે નજીકથી સંકળાયેલા કલાકાર. શાસ્ત્રીય સંગીતમાં તેઓ પારંગત હતા. પિતાના મૃત્યુને કારણે બી.એ. થયા પછી નોકરીએ લાગી ગયા. સાથે સાથે મહાન…
વધુ વાંચો >દેસાઈ, અતુલ
દેસાઈ, અતુલ (જ. 31 જાન્યુઆરી 1934, અમદાવાદ; અ. 20 જાન્યુઆરી 2013, ટોરન્ટો, કૅનેડા) : ગુજરાતના જાણીતા શાસ્ત્રીય કંઠ્યસંગીતના કલાકાર. પિતા ગિરીશચંદ્ર તથા માતા સુલભાબહેન પાસેથી સંગીતનો વારસો મેળવ્યો. પ્રાથમિક શિક્ષણ અમદાવાદના ચી. ન. વિદ્યાલયમાં. સાથોસાથ ત્યાં જ પ્રાથમિક સંગીત પ્રશિક્ષણની શરૂઆત કરી. ગુજરાત કૉલેજમાં ઇન્ટર સાયન્સ કર્યા પછી વડોદરાના કલાભવનમાંથી…
વધુ વાંચો >