દાદરા : ઉત્તર હિંદુસ્તાની સંગીતપદ્ધતિમાં તબલા પર વગાડવામાં આવતો તાલ. તે છ માત્રાનો તાલ છે અને તેના ત્રણ ત્રણ માત્રાના બે વિભાગો હોય છે. તાલના બોલ તથા માત્રાસમૂહની વહેંચણી નીચે પ્રમાણે હોય છે :

માત્રા   1       2       3       4       5       6       x તાળી

બોલ   ધા      ધીં      ના      ધા      તીં      ના      o ખાલી (એટલે તાળી

વજન   x                       o                         પાડવાની નહિ.)

દાદરાને મળતા ગુજરાતના લોકસંગીતના બે મુખ્ય તાલ ખેમરો અને હીંચ છે. હીંચ તાલ રાસગરબામાં વગાડવામાં આવે છે.

દાદરા તાલમાં સામાન્ય રીતે લોકપ્રિય ભજનો, કવિતાઓ તથા ઠૂમરી અંગની બંદિશો ગાવામાં આવે છે. આવી બંદિશો પણ દાદરા કહેવાય છે.

હ્રષિકેશ પાઠક