Music

ગૌહરજાન

ગૌહરજાન (જ. 1870, આઝમગઢ; અ. 17 જાન્યુઆરી 1930, મૈસૂર) : ભારતનાં વિખ્યાત શાસ્ત્રીય ગાયિકા. મૂળ એ ઉત્તર પ્રદેશના લખનૌના રહેવાસી હતાં. આર્મેનિયન માતા-પિતાનાં સંતાન. તેમણે સંગીતનું શિક્ષણ રામપુરના ઉસ્તાદ નઝીરખાં તથા પ્યારેસાહેબ પાસેથી ગ્રહણ કર્યું હતું. રિયાઝ અને લગનીના બળે ઉત્તરોત્તર સફળતા પ્રાપ્ત થતી ગઈ. તરુણાવસ્થામાં ગૌહરજાન થોડા સમય માટે…

વધુ વાંચો >

ગ્રૅમી ઍવૉર્ડ

ગ્રૅમી ઍવૉર્ડ : ધ્વનિમુદ્રણના ક્ષેત્રે સર્જનાત્મક સિદ્ધિ માટે એનાયત કરવામાં આવતો પ્રતિષ્ઠાસંપન્ન આંતરરાષ્ટ્રીય ઍવૉર્ડ. અમેરિકાની ‘નૅશનલ અકાદમી ઑવ્ રેકર્ડિંગ આર્ટ્સ ઍન્ડ સાયન્સ’ દ્વારા તે દર વર્ષે એનાયત કરવામાં આવે છે. 1958માં તેની શરૂઆત થઈ હતી. લગભગ ચાળીસ પ્રકારના સર્જનાત્મક સ્વર-ધ્વનિ લેખાંકન કરનારાઓની વિશિષ્ટ સિદ્ધિનું સન્માન કરવાનો તેનો હેતુ છે. સંગીતના…

વધુ વાંચો >

ગ્વાલિયર ઘરાનું

ગ્વાલિયર ઘરાનું : તાનની સ્પષ્ટતા તથા બુલંદી માટે ખાસ જાણીતી બનેલી હિંદુસ્તાની શાસ્ત્રીય સંગીતની વિશિષ્ટ શૈલી ધરાવતી શાખા. દિલ્હી ઘરાના તથા લખનૌ ઘરાનાની જેમ ગ્વાલિયર ઘરાનાની શૈલી પણ વિશિષ્ટ ગુરુપરંપરામાંથી સર્જાયેલી સંગીન અને પ્રાચીન સંગીતશૈલી છે. હકીકતમાં ગ્વાલિયર ઘરાનાથી પણ પ્રાચીન એવા લખનૌ ઘરાનાનું તે એક અગત્યનું સ્વરૂપ ગણાય છે.…

વધુ વાંચો >

ઘોષ, પન્નાલાલ

ઘોષ, પન્નાલાલ (જ. 31 જુલાઈ 1911, બારિસાલ, બાંગ્લાદેશ; અ. 20 એપ્રિલ 1960, નવી દિલ્હી) : ભારતના ખ્યાતનામ બંસરીવાદક. એક સંગીતપ્રેમી કુટુંબમાં જન્મ. એમને બચપણથી જ સંગીત તથા વ્યાયામ માટે જબરું આકર્ષણ હતું અને તેમાં કુશળતા મેળવવામાં સારો એવો સમય વ્યતીત કર્યો હતો. 9 વર્ષની ઉંમરે એમણે બંસરીવાદન શરૂ કર્યું. સંગીતની…

વધુ વાંચો >

ચતુરલાલ

ચતુરલાલ (જ. 16 એપ્રિલ 1925, ઉદયપુર; અ. 14 ઑક્ટોબર 1965, નવી દિલ્હી) : વિખ્યાત ભારતીય તબલાવાદક. તેમના પિતા નાથુરામ પણ સારા સંગીતકાર હતા. માત્ર આઠ વર્ષની ઉંમરે તેમણે નાથુપ્રસાદ પાસેથી તબલાવાદનની તાલીમ લેવાની શરૂઆત કરી જે 12 વર્ષ (1933–45) સુધી ચાલુ રહી. 1945માં તેમણે તબલાવાદક ઉસ્તાદ હાફિઝમિયાં સાહેબ પાસેથી પ્રશિક્ષણ…

વધુ વાંચો >

ચતુરંગ

ચતુરંગ : ઉત્તર હિંદુસ્તાની શાસ્ત્રીય સંગીતનો પ્રાચીન ગાયનપ્રકાર. સોમેશ્વર દ્વારા લિખિત ‘માનસોલ્લાસ’ અથવા ‘અભિલાષિતાર્થ-ચિંતામણિ’(1127)માં તેનો ‘ચતુર્મુખ’ નામથી ઉલ્લેખ છે. આ ગાયનપ્રકારમાં અસ્તાઈ અને અંતરા એ બે વિભાગ ધ્રુપદ ગાયનપ્રકારની જેમ બંદિસ્ત કરેલા, રાગદારીમાં ઢાળેલા હોય છે, ત્રીજો વિભાગ ‘સા, રે, ગ, મ’ ઇત્યાદિ સ્વરનામોથી ગૂંથેલો હોય છે તથા છેલ્લા એટલે…

વધુ વાંચો >

ચતુર્વેદી, સુલોચના

ચતુર્વેદી, સુલોચના (જ. 7 નવેમ્બર 1937, પ્રયાગરાજ) : ઉત્તર હિંદુસ્તાની શાસ્ત્રીય સંગીત-શૈલીના રામપુર ઘરાનાનાં જાણીતાં ગાયિકા. મૂળ નામ સુલોચના કાલેકર. પિતાનું નામ પંઢરીનાથ તથા માતાનું નામ બિમલાબાઈ. શરૂઆતમાં તેમણે સંગીતની તાલીમ અલ્લાહાબાદના પ્રખર સંગીતકાર તથા ગાયક પંડિત ભોલાનાથ ભટ્ટ પાસેથી મેળવી. તેમણે અંગ્રેજી વિષય સાથે અલ્લાહાબાદ યુનિવર્સિટીની એમ.એ.ની તથા ગંધર્વ…

વધુ વાંચો >

ચાવડા, નાગરદાસ અર્જુનદાસ

ચાવડા, નાગરદાસ અર્જુનદાસ (જ. 1905, વડોદરા; અ. 15 એપ્રિલ 1965, અમદાવાદ) : દિલરુબાના ઉત્કૃષ્ટ વાદક તથા તે વાદ્યને ભારતમાં એક સ્વતંત્ર વાદ્ય તરીકે પ્રસ્થાપિત કરનાર પ્રજ્ઞાચક્ષુ સંગીતકાર. સૌરાષ્ટ્રના ચૂડા પાસેના ચોકડી ગામના વતની. માતા-પિતા ભજનિક હોવાથી નાનપણથી સંગીતના સંસ્કાર પરિવારમાં અનાયાસે પ્રાપ્ત થયા હતા. માત્ર નવ માસની ઉંમરે આંખો ગુમાવી.…

વધુ વાંચો >

ચાંદખાં અને સૂરજખાં (સોળમી સદી)

ચાંદખાં અને સૂરજખાં (સોળમી સદી) : નામાંકિત ગાયકો. બેઉ ભાઈઓ પંજાબના ખૈરાબાદ ગામના વતની હતા. પ્રચલિત સંગીતમાં મૂળભૂત ફેરફાર કરવાની એમની મુરાદ હતી અને તે બાબતમાં એમણે પ્રયત્નો કર્યા હતા. પણ તેમાં એમને સફળતા મળી નહોતી. શાસ્ત્રીય સંગીતના ખયાલની પદ્ધતિમાં ફેરફાર કરીને એમણે જે સંગીતનું આવિષ્કરણ કર્યું તે પદ્ધતિ ખૈરાબાદીને…

વધુ વાંચો >

ચૉતાલ

ચૉતાલ : મૃદંગ અથવા પખવાજનો તાલ. ચતુર (ચતસ્ર) જાતિના તાલમાં તેની ગણના થાય છે. ચાર માત્રાના વિભાગ પ્રમાણે થનાર તાલ એ ચતુરસ્ર જાતિમાં આવે છે. ચૉતાલનો ઉપયોગ ધ્રુપદ ગાયકી માટે થાય છે. જે રાગમાં ધ્રુપદ ગાવો હોય, તેના આલાપ પ્રથમ ગાયક નોમ્ તોમ્ પદ્ધતિમાં ગાય છે. તે વખતે તાલ કે…

વધુ વાંચો >