Museum

બૉસ્ટન ફાઇન આર્ટ્સ મ્યુઝિયમ

બૉસ્ટન ફાઇન આર્ટ્સ મ્યુઝિયમ (1876) : વિશ્વના લલિતકળાના શ્રેષ્ઠતમ નમૂનાઓ ધરાવતું અમેરિકામાંનું સંગ્રહાલય. 1869માં ઍપેનયમ પુસ્તકાલયમાં સંગ્રહાલય રચવાની નેમથી લલિતકળાના સંગ્રાહકો આ યોજનામાં જોડાયા. 1876માં સંગ્રહાલયનો પ્રથમ વિભાગ કૉપ્લે સ્ક્વેર ખાતે શરૂ થયો. 1909માં નિયો-ક્લાસિકલ બિલ્ડિંગમાં પ્રદર્શનનું સ્થળાંતર થયું. ત્રણમજલી ઇમારતમાંના 140 ઓરડાઓ વિવિધ 7 વિભાગોમાં વહેંચાયેલા છે. ચિત્રો, શિલ્પો,…

વધુ વાંચો >

બ્રાઉન, પર્સી

બ્રાઉન, પર્સી (જ. 1872 બર્મિંગહામ, યુ. કે. અ. 1955 શ્રીનગર): મહત્વના કળાશિક્ષક, ક્યુરેટર અને ભારતીય કળાના સંશોધક. કૉલકાતાની ગવર્મેન્ટ કૉલેજ ઑવ્ આર્ટના પ્રિન્સિપાલ તરીકે કલાનું શિક્ષણ આપ્યા પછી તેઓ કૉલકાતાના વિક્ટૉરિયા મૅમૉરિયલ હૉલના સેક્રેટરી અને ક્યુરેટર નિમાયા. આ પછી તેઓ કૉલકાતાની ‘ગવર્મેન્ટ આર્ટ ગૅલરી’ના કીપર અને પછી લાહોર સંગ્રહાલયના ક્યુરેટર…

વધુ વાંચો >

બ્રિટિશ મ્યુઝિયમ, લંડન

બ્રિટિશ મ્યુઝિયમ, લંડન (1753) : 248 વર્ષ જૂનું વિશ્વનું સૌપ્રથમ અને સૌથી વિશાળ સંગ્રહાલય. તે ગ્રેટ રસેલ સ્ટ્રીટમાં આવેલું છે. અહીં વિશ્વનાં  બીજાં સંગ્રહાલયોના મુકાબલે સૌથી વધુ મુલાકાતીઓ આવે છે. વર્ષે તેની સંખ્યા 50 લાખ જેટલી થાય છે. આ સંગ્રહાલય સમગ્ર વિશ્વનું પ્રતિનિધિ હોય એવું વિશાળ અને વૈવિધ્યપૂર્ણ છે. સંગ્રહાલયમાં…

વધુ વાંચો >

ભટ્ટાચાર્ય, બિનોયતોષ

ભટ્ટાચાર્ય, બિનોયતોષ (જ. ) : ભારતીય મૂર્તિશાસ્ત્રના અગ્રગણ્ય વિદ્વાન. કલકત્તા યુનિવર્સિટીમાંથી ભારતીય સંસ્કૃતિની અનુસ્નાતક પદવી પ્રાપ્ત કર્યા પછી તેઓ ઢાકા યુનિવર્સિટીમાં મૂર્તિશાસ્ત્રના રિસર્ચ સ્કૉલર તરીકે નિમાયા. ત્યાં તેમની તેજસ્વી મેધા ઝળકી ઊઠી અને પોતાના કાર્યના ફળ રૂપે એક વિસ્તૃત ગ્રંથ ‘બુદ્ધિસ્ટ આઇકોનૉગ્રાફી ઑવ્ ઇંડિયા’નું તેમણે લેખન-સંપાદન કર્યું; પરંતુ એથી પણ…

વધુ વાંચો >

ભવાની મ્યુઝિયમ ઔંધ

ભવાની મ્યુઝિયમ, ઔંધ (સતારા) (સ્થાપના 1938) : પ્રાચીન, મધ્યકાલીન અને અર્વાચીન કેન્દ્રીય તથા પંદરમીથી વીસમી સદીનાં યુરોપીય ચિત્રોથી સમૃદ્ધ સંગ્રહસ્થાન. ઔંધ(સતારા)ના રાજા બાલા-સાહેબ પંત-પ્રતિનિધિએ તેની સ્થાપના કરીને વિકસાવેલું. તેમાં જયપુર, પંજાબ અને મુઘલ શૈલીનાં રાગ-રાગિણીઓનાં ચિત્રો, રાજપૂત શૈલીનાં 12 મહિનાનાં તથા કાંગરા શૈલીનાં અષ્ટનાયક ચિત્રો, હિમાલય શૈલીનાં સપ્તશતીનાં તેમજ ગઢવાલ…

વધુ વાંચો >

ભારત કલાભવન, બનારસ (ઉત્તર પ્રદેશ)

ભારત કલાભવન, બનારસ (ઉત્તર પ્રદેશ) : બનારસ હિંદુ યુનિવર્સિટીના વિશાળ વિદ્યા-સંકુલમાં આવેલું મ્યુઝિયમ. તેમાં શિલ્પો, ચિત્રકૃતિઓ તથા વસ્ત્રોનો અસાધારણ સંગ્રહ છે. રાય કૃષ્ણદાસ જેવી એકલ વ્યક્તિના ખાનગી સંગ્રહમાંથી આ મ્યુઝિયમનો ઉદભવ થયો. 1950માં તે યુનિવર્સિટીને સોંપાયા પછી બીજા કેટલાક લોકોએ કલાકૃતિઓ આપીને તેની સમૃદ્ધિ વધારી. શિલ્પકૃતિઓના 3 વિભાગો છે :…

વધુ વાંચો >

ભોળાભાઈ જેશિંગભાઈ અધ્યયન-સંશોધન વિદ્યાભવન મ્યુઝિયમ, અમદાવાદ

ભોળાભાઈ જેશિંગભાઈ અધ્યયન-સંશોધન વિદ્યાભવન મ્યુઝિયમ, અમદાવાદ : ગુજરાતની આદ્ય અને બહુલક્ષી વિદ્યાસંસ્થાનો પુરાવસ્તુસંગ્રહ. અલેકઝાંડર કિન્લૉક ફાર્બસે અમદાવાદમાં 26 ડિસેમ્બર, 1848ના રોજ ‘ગુજરાત વર્નાક્યુલર સોસાયટી’ની સ્થાપના કરી. તેથી ભારતીય સંસ્કૃતિનાં વિવિધ પાસાંનો અભ્યાસ અને તેને લગતી સામગ્રી એકઠી કરવાનું શરૂ થયું. તેમાં કવિ દલપતરામે પ્રાચીન ગુજરાતી-સંસ્કૃત સાહિત્યને લગતી હસ્તપ્રતો એકઠી કરવા…

વધુ વાંચો >

મદનસિંહજી મ્યુઝિયમ, ભુજ

મદનસિંહજી મ્યુઝિયમ, ભુજ : ‘આયના મહેલ’ તરીકે જાણીતું અને 26 જાન્યુઆરી 2001ના ભૂકંપમાં ધરાશાયી થયેલું કચ્છનું અનુપમ મ્યુઝિયમ. કચ્છના છેલ્લા મહારાવ મદનસિંહજીએ તેની સ્થાપના કરી હતી. પોતે અંગત રસ લઈ સંગ્રહ કરાવેલી બેનમૂન કચ્છી ચીજવસ્તુઓને સુરક્ષિત રાખવા માટે ‘આયના મહેલ’માં સ્થાયી મ્યુઝિયમની રચના કરી તેમાં આધુનિક ઢબે બધી ચીજવસ્તુઓ પ્રદર્શિત…

વધુ વાંચો >

મહારાજા ફતેહસિંહરાવ મ્યુઝિયમ, વડોદરા

મહારાજા ફતેહસિંહરાવ મ્યુઝિયમ, વડોદરા (1961) : વડોદરાનું મૂલ્યવાન કલા-સંગ્રહાલય. મોતીબાગમાં આવેલી મોતીબાગ સ્કૂલના મકાનમાં આ મ્યુઝિયમ આવેલું છે. મહારાજા સયાજીરાવ ત્રીજાએ વડોદરા શહેર અને રાજ્યને કલાકૃતિઓથી સમૃદ્ધ કરવા માટે દેશવિદેશમાંથી ખરીદેલી અને કેટલીક ખાસ તૈયાર કરાવેલી કલાકૃતિઓને અહીં પ્રદર્શિત કરવામાં આવી છે. મ્યુઝિયમમાં 22 ખંડો અને વિશાળ ગૅલરી છે. તેમાં…

વધુ વાંચો >

માદામ તુસો મ્યુઝિયમ

માદામ તુસો મ્યુઝિયમ (Madam Tussauds Museum) (સ્થાપના : 1835) : જાણીતા, લોકપ્રિય તેમજ જાણીતા ઐતિહાસિક, વિદ્યમાન અને કલ્પનોત્થ વ્યક્તિઓનાં મીણમાંથી બનાવેલાં આબેહૂબ પૂતળાંઓનું મ્યુઝિયમ. મૂળમાં 1835માં લંડન ખાતે સ્થપાયેલ તુસો મ્યુઝિયમની શાખાઓ હાલમાં શાંઘાઈ, લાસ વેગાસ, ન્યૂયૉર્ક, હૉંગકૉંગ અને ઍમ્સ્ટરડૅમમાં છે. મીણમાંથી શિલ્પો ઘડનારાં ફ્રેંચ મહિલા શિલ્પી માદામ મૅરી તુસો-(જ.…

વધુ વાંચો >