Microbiology

ઝાલર (fimbriae or pili)

ઝાલર (fimbriae or pili) : કેટલાંક ગ્રામઋણાત્મક જીવાણુની સપાટીની ફરતે ચારે બાજુ પથરાયેલ, અસંખ્ય વાળ જેવી પાતળી, પોલી, તંતુકીય રચના. કશા(flagella)ની માફક જ ઝાલર પણ કોષરસમાંથી ઉદભવે છે. તે દેખાવમાં કશા જેવી લાગતી હોવા છતાં કશાથી જુદી હોય છે. કશા કરતાં તે પાતળા, નાના, સીધા (ઓછા વલયાકાર) અને તંતુ રૂપે…

વધુ વાંચો >

ડ્યુટેરોમાઇસેટીસ

ડ્યુટેરોમાઇસેટીસ : ફૉર્મવર્ગ કે અપૂર્ણ ફૂગ (fungi imperfectii) તરીકે ઓળખાતી ફૂગનો એક સમૂહ. આ ફૂગના જીવનચક્રમાં લિંગી પ્રજનન કે તેની પૂર્ણ અવસ્થાનો અભાવ હોય છે. અલિંગી પ્રજનન મુખ્યત્વે  કણી બીજાણુ (conidia) દ્વારા થાય છે, જે ફૂગની પ્રજાતિ ઓળખવા માટે ઉપયોગી છે. ડ્યુટેરોમાઇસેટીસની આશરે 15,000 થી 20,000 જેટલી જાતિ નોંધાયેલી છે.…

વધુ વાંચો >

ડ્યુબોસ, રેને (જૂલ્સ)

ડ્યુબોસ, રેને (જૂલ્સ) (જ. 20 ફેબ્રુઆરી 1901, સેંટબ્રાઇસ, ફ્રાન્સ; અ. 20 ફેબ્રુઆરી 1982, ન્યૂયૉર્ક) : વીસમી સદીના એક પ્રખર સૂક્ષ્મજીવવિજ્ઞાની અને પર્યાવરણવાદી. જન્મે ફ્રેંચ, અમેરિકન નાગરિક. 1921માં, ડ્યુબોસ, પૅરિસની નૅશનલ એગ્રૉનૉમી સંસ્થામાં શિક્ષણ લઈને સ્નાતક બન્યા. 1927માં રુડ્ગર્સ વિશ્વવિદ્યાલયમાંથી પીએચ.ડી.ની ઉપાધિ મેળવી. ત્યારબાદ તેઓ ન્યૂયૉર્કના, રૉકફેલર ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ મેડિકલ રિસર્ચમાં…

વધુ વાંચો >

તાપરાગી

તાપરાગી (thermophiles) : 45° સે.થી વધુ તાપમાને જ વૃદ્ધિ પામતા સૂક્ષ્મજીવો. કેટલાક વાતજીવી અને અવાતજીવી બીજાણુધારક બૅક્ટેરિયા તેમજ કેટલીક ફૂગ આ પ્રકારનાં હોય છે. ઘણાખરા તાપરાગી સૂક્ષ્મજીવો માટે ઇષ્ટતમ તાપમાન 55°થી 60° સે. હોય છે; પરંતુ કેટલાક તો 75° સે. જેટલા ઊંચા પાણીના તાપમાને પણ વૃદ્ધિ પામતા હોય છે; દા.ત.,…

વધુ વાંચો >

ત્રિશર્કરા આયર્ન અગાર

ત્રિશર્કરા આયર્ન અગાર (Triple Sugar Iron agar : TSI, Agar) : ત્રણ શર્કરાઓ ડેક્સ્ટ્રોઝ (1.0 ગ્રામ/લિટર), લૅક્ટોઝ અને સુક્રોઝ (10.0  ગ્રામ/લિટર) તેમજ આયર્ન (FeSO4); પૅપ્ટોન,  અગાર વગેરે ઘટકો ઉપરાંત pH દર્શક તરીકે ફિનૉલ રેડ ધરાવતું ભેદદર્શક (differentiating) માધ્યમ. ત્રિશર્કરા આયર્ન અગાર–ટૂંકમાં ટી.એસ.આઇ. તરીકે જાણીતું છે. ગ્રામઋણી જીવાણુઓ પૈકી આંતરડાંના રોગકારક…

વધુ વાંચો >

ત્વચાકસોટી

ત્વચાકસોટી (skin test) : સૂક્ષ્મજીવજન્ય (microbial) રોગોના નિદાન માટે અને/અથવા મનુષ્યમાં તે (તે રોગો) સામે પ્રતિકારશક્તિ કેવી છે તેની ચકાસણી માટે કરવામાં આવતી કસોટી. આ કસોટીમાં રોગકારક શુદ્ધ સૂક્ષ્મજીવોનું સંવર્ધન અથવા સૂક્ષ્મજીવોએ ઉત્પન્ન કરેલ. વિષદ્રવ્ય અંત:ક્ષેપન દ્વારા પ્રતિજન (antigen) તરીકે પ્રવાહી સ્વરૂપે ચામડીમાં દાખલ કરવામાં આવે છે. અંત:ક્ષેપન કરેલ જગ્યાએ…

વધુ વાંચો >

ત્વચારોગકારક ફૂગ

ત્વચારોગકારક ફૂગ (dermatophytes) : મનુષ્યમાં ચામડીના રોગો ઉપજાવતી ફૂગ. અપૂર્ણ પ્રકારની આ ફૂગ(fungi impefecti)નો સમાવેશ મોનિલિએસી કુળમાં કરવામાં આવ્યો છે. તે જમીનમાં રહે છે અને શરીરની ચામડી, વાળ, નખ વગેરેના સંપર્કમાં આવતાં ખસ,  ખરજવું, દાદર જેવા રોગો કરે છે. આ ફૂગથી થતા રોગોનું જૂથ ક્વકજાલજન્ય ત્વચારોગ (dermatomycosis) તરીકે ઓળખાય છે.…

વધુ વાંચો >

દબાણ (જૈવિક અસરો)

દબાણ (જૈવિક અસરો) : એકમ ક્ષેત્રફળ પર લંબ રૂપે લાગતું બળ. સૂર્યનું આંતરિક દબાણ 3 × 1017 ડાઈન્સ/સેમી.2 હોય છે. અંતરા-તારાકીય અવકાશ (interstellar space)માં દબાણ શૂન્ય જેટલું હોય છે. દરિયાની સપાટીએ ભૌમિક સજીવોને એક વાતાવરણદાબ (1.0335 કિગ્રા./ચોસેમી.) દબાણ લાગુ પડે છે. જેમ ઊંચાઈ વધે તેમ વાતાવરણનું દબાણ ઘટે છે. પૃથ્વીના દરિયાની…

વધુ વાંચો >

દૂષિત જળનું સૂક્ષ્મજીવશાસ્ત્ર

દૂષિત જળનું સૂક્ષ્મજીવશાસ્ત્ર : મીઠા કે દરિયાઈ પાણીમાં સેંદ્રિય (કાર્બનિક) પ્રદૂષકો ભળવાથી સૂક્ષ્મજીવો વડે તેના પર થતી જૈવી ક્રિયાઓનો ખ્યાલ આપતું જીવવિજ્ઞાન. રાસાયણિક સ્રાવ (effluents), સુએજ, તેમજ દૂષિત જમીન પરથી વહેતું પાણી જળાશયોમાં પ્રવેશવાથી તેમજ માનવની બેદરકારીને લીધે પાણી દૂષિત બને છે. આવાં પાણીમાં ભળતાં ઘણાં કાર્બનિક સંયોજનો સૂક્ષ્મજીવો માટે…

વધુ વાંચો >

નિકોટીનેમાઇડ એડેનીન ડાયન્યુક્લિઓટાઇડ (NAD+) અને નિકોટીનેમાઇડ એડીનીન ડાયન્યુક્લિઓટાઇડ ફૉસ્ફેટ (NADP+)

નિકોટીનેમાઇડ એડેનીન ડાયન્યુક્લિઓટાઇડ (NAD+) અને નિકોટીનેમાઇડ એડીનીન ડાયન્યુક્લિઓટાઇડ ફૉસ્ફેટ (NADP+) : NAD+, NADP+ એક પ્રકારના સહઉત્સેચકો છે, જે કોષની મોટા ભાગની ઉપચયન અપચયન પ્રક્રિયાઓ માટે જવાબદાર છે. તે બધા જ કોષોમાં હાજર હોય છે. આ પદાર્થના અણુમાં નિકોટીનેમાઇડ હોય છે. જેમાં નાયેસીન (વિટામિન બી-3) નામનું વિટામિન આવેલ છે તદ્ઉપરાંત એડીનીન…

વધુ વાંચો >