Metallurgy
પાકું રેણ (hard soldering)
પાકું રેણ (hard soldering) : ધાતુની બે સપાટીઓનું સ્થાયી જોડાણ કરવા માટેની એક રીત. ધાતુના વિવિધ દાગીના તૈયાર કરવા માટે કેટલીક વાર જોડાણ એ પાયાની અને મહત્વની ક્રિયા હોઈ ઇજનેરી કામોમાં તેનો મોટા પ્રમાણમાં ઉપયોગ થાય છે. સ્થાયી જોડાણ માટે રિવેટિંગ, રેણ, બ્રેઝિંગ અને વેલ્ડિંગ વગેરે પદ્ધતિઓનો ઉપયોગ થાય છે.…
વધુ વાંચો >પિત્તળ (brass)
પિત્તળ (brass) : તાંબું (copper, Cu) અને જસત(zinc, Zn)ની મિશ્રધાતુ. આમ, તો ‘પિત્તળ’ શબ્દ Cu-Zn મિશ્રધાતુઓની સઘળી પરાસ (range) માટે વપરાય છે. પણ ઘણુંખરું તે 55 %થી 80 % Cu ધરાવતી મિશ્રધાતુઓ માટે સીમિત છે. 80 %થી 95 % Cu અને 20 %થી 5 % Zn ધરાવતી મિશ્રધાતુઓ સામાન્ય રીતે…
વધુ વાંચો >પીપ
પીપ : મોટું ઊભું મજબૂત નળાકાર આકારનું પાત્ર. સામાન્યત: તે લાકડા અથવા ધાતુમાંથી બનાવવામાં આવે છે. લાકડાનાં પીપો હવે બહુ પ્રચલિત નથી. સૂકી વસ્તુઓ ભરવા માટે વપરાતાં પીપો પોચા લાકડામાંથી બનાવવામાં આવે છે ને તેમને બનાવવા માટે, નિષ્ણાત કારીગરોની જરૂર રહેતી નથી; જ્યારે પ્રવાહી ભરવા માટે વપરાતાં પીપ, ઊંચા પ્રકારના…
વધુ વાંચો >પીપ (drum)
પીપ (drum) : ઉદવાહક (hoisting) ને ઉત્થાપક (lifting) યંત્રોમાં બેસાડેલો નળાકાર ભાગ. હાથથી વપરાતાં ઉદવાહકોમાં સમતલ ડ્રમ વપરાય છે. નાની શક્તિવાળાં ઉદવાહકોમાં પણ આ જ પ્રકારનાં ડ્રમ વપરાય છે. મોટી શક્તિવાળાં ઉદવાહકોમાં ખાંચાવાળાં ડ્રમ વપરાય છે. ડ્રમને વેલ્ડિંગ કરીને અથવા ઢાળી(cast)ને બનાવવામાં આવે છે અને તેની પસંદગી ઉત્પાદનની ગુણવત્તા ઉપર…
વધુ વાંચો >પૃષ્ઠ-કઠિનીકરણ (case-hardening)
પૃષ્ઠ–કઠિનીકરણ (case-hardening) : ધાતુની ઉપરની સપાટી(પૃષ્ઠ)ને અમુક ઊંડાઈ સુધી સખત બનાવવા માટેની ઉષ્મા-ઉપચારની રીત. અહીં સંબંધિત ધાતુવસ્તુના વચ્ચેના ભાગ(core)ને પ્રમાણમાં નરમ રાખવામાં આવે છે. બહારની સપાટી(case)નું કઠિનીકરણ કરવા માટે સપાટી પરના કાર્બન ઘટકના પ્રમાણને વધારવામાં આવે છે. આથી બાહ્ય સપાટી વધુ કાર્બનવાળી સપાટી બને છે, જેનું કઠિનીકરણ થઈ શકે છે.…
વધુ વાંચો >પેલેડિયમ
પેલેડિયમ : આવર્તક કોષ્ટકના 10મા (અગાઉ VIIIA) સમૂહમાં આવેલું રાસાયણિક ધાતુતત્વ. પ્લૅટિનમ કરતાં લગભગ અર્ધી ઘનતા ધરાવતી, હલકી પ્લૅટિનમ ધાતુઓ તરીકે જાણીતી ત્રણ ધાતુઓ પૈકીની એક ધાતુ. સંજ્ઞા Pd. 1803માં અંગ્રેજ રસાયણવિદ વિલિયમ વુલસ્ટને તેની શોધ કરી હતી. તે નરમ ચાંદી જેવી સફેદ, ચળકતી ધાતુ છે. તે મુક્ત સ્વરૂપે તેમજ…
વધુ વાંચો >પેલ્ટિયર ઘટના
પેલ્ટિયર ઘટના : ભિન્ન પ્રકારની ધાતુઓના બનેલા થરમૉકપલમાં બહારથી વિદ્યુતપ્રવાહ પસાર કરતાં તેના એક જોડાણ(junction)ની ગરમ થવાની અને બીજા જોડાણની ઠંડા પડવાની ઘટના. ગરમ જોડાણ આગળ ઉષ્ણતા ઉદ્ભવે છે અને ઠંડા જોડાણ આગળ ઉષ્ણતા શોષાય છે. આ ઘટનાને પેલ્ટિયર ઘટના કહે છે. 1834માં પેલ્ટિયરે આ ઘટના શોધી. ઉપરની આકૃતિમાં દર્શાવ્યા…
વધુ વાંચો >પોલાદ
પોલાદ : લોખંડ (Fe) અને ૦.૦2થી 1.7% સુધી કાર્બન (C) ધરાવતી મિશ્રધાતુ. પોલાદના ગુણધર્મો પર કાર્બન ભારે અસર કરતું તત્ત્વ હોઈ તેનું પ્રમાણ ૦.૦1%ની ચોકસાઈ સુધી દર્શાવવું આવશ્યક છે. ભરતર (cast) લોખંડમાં સામાન્ય રીતે 4.5% C હોય છે. જોકે લોખંડમાં કાર્બનની મિશ્ર થવાની સીમા 6.67% ગણાય છે. કાર્બન ઉમેરવાથી લોખંડ…
વધુ વાંચો >પોલાની માઇકલ
પોલાની, માઇકલ (જ. 12 માર્ચ 1891, બુડાપેસ્ટ, હાલનું હંગેરી અને જૂનું ઑસ્ટ્રિયા–હંગેરી; અ. 22 ફેબ્રુઆરી 1976, લંડન) : હંગેરીના જાણીતા વિજ્ઞાની અને વિચારક. મૂળે વિજ્ઞાનના અઠંગ અભ્યાસી હોવાથી બુડાપેસ્ટ યુનિવર્સિટીમાં રસાયણવિજ્ઞાન, ઉષ્માયાંત્રિકી, ભૌતિક અધિશોષણ, એક્સ-કિરણો, સ્ફટિકવિજ્ઞાન અને તંતુકી વિજ્ઞાન – એમ ઘણાં ક્ષેત્રોનો તેમણે ઊંડો અભ્યાસ કર્યો. 192૦માં બર્લિનની કૈઝર…
વધુ વાંચો >ફર્મી તલ
ફર્મી તલ (fermi surface) : ધાતુના મુક્ત કે વહન-ઇલેક્ટ્રૉન માટે EF એ ફર્મી ઊર્જા અને kF એ ફર્મી તરંગ-સદિશ હોય તો ફર્મી તલ અથવા ફર્મી પૃષ્ઠ એ તરંગ-સદિશ અવકાશ(wave-vector space)માં અચળ ઊર્જા EF દ્વારા વ્યાખ્યાયિત થતી બંધ સપાટી. ઉક્ત ત્રિપરિમાણી અવકાશને K–અવકાશ (K-space) પણ કહે છે, જેમાં તરંગ-સદિશ ના ત્રણ…
વધુ વાંચો >