Mechanical engineering

યંત્રમાનવ (robot)

યંત્રમાનવ (robot) : માનવની માફક કાર્ય કરતું માનવસર્જિત યંત્ર. યંત્રમાનવની ઘણી વ્યાખ્યાઓમાં ‘ફરી ફરી પ્રોગ્રામ કરી બહુવિધ કાર્ય કરી શકે તેવું કૌશલ્યધારી યંત્ર’ એવી વ્યાખ્યા સ્વીકારાઈ છે. અહીં કૌશલ્યનો અર્થ છે – ફેરફારો કરી જરૂરી કાર્ય કરવાની ક્ષમતા. અઢારમી સદીના અંતભાગમાં વરાળયંત્રો શોધાયાં અને ત્યારબાદ ઓગણીસમી સદીમાં અનેક પ્રકારનાં યંત્રો…

વધુ વાંચો >

યાંત્રિક કરવત

યાંત્રિક કરવત : જુઓ કરવત

વધુ વાંચો >

રિવેટ (Rivet)

રિવેટ (Rivet) : ધાતુકામમાં કાયમી જોડાણ માટે વપરાતી માથાવાળી પિન. સ્ટીલ-નિર્માણ(steel construction)માં ઘણાં વર્ષો સુધી રિવેટ-જોડાણો અનિવાર્ય (indispensable) હતાં. માથાવાળી પિનના છેડા ઉપર એક શીર્ષ (head) બનાવવામાં આવે છે. આ શીર્ષ હથોડીથી ટીપીને અથવા સીધો દાબ આપીને બનાવાય છે. કૉપરની ધાતુમાંથી બનાવાતા નાના રિવેટમાં શીત રિવેટિંગ (cold rivetting) શક્ય છે.…

વધુ વાંચો >

રૂટર (router)

રૂટર (router) : વિદ્યુતશક્તિથી ચાલતું સુવાહ્ય (portable) સુથારી ઓજાર. આ ઓજાર મુખ્યત્વે લાકડાનું ફર્નિચર બનાવવા માટે વપરાય છે. તેની બનાવટમાં વીજમોટર, ચક્રમાં લગાવેલ ગોળ ફરી શકે તેવાં પાનાં, પીઠ (base) અને પકડવા માટે મૂઠહાથા (handle knobs) એ મુખ્ય ભાગો છે. પીઠની મદદથી આ મશીન જે ભાગ પર કામ કરવાનું હોય…

વધુ વાંચો >

રૅક અને પિનિયન (Rack and Penion)

રૅક અને પિનિયન (Rack and Penion) : જેની એક બાજુ ઉપર દાંતા હોય તેવો એક સમકોણીય સળિયો (રૅક) અને તેની સાથે બેસાડેલ નાનું ગિયર (પિનિયન) ધરાવતું યાંત્રિક સાધન. પિનિયન ઉપર સીધા અથવા આવર્ત (Helical) દાંતા હોય છે. આ પિનિયન રૅકની જોડે તેની ઉપરના દાંતાની જોડે બેસે છે. રૅક ઉપરના દાંતા…

વધુ વાંચો >

રૅચેટ (ratchet)

રૅચેટ (ratchet) : સવિરામ (intermittent) પરિભ્રામી (rotary) ગતિ અથવા શાફ્ટની એક જ દિશામાં (પણ વિરુદ્ધ દિશામાં નિષેધ) ગતિનું સંચારણ કરતું યાંત્રિક સાધન. સાદા રૅચેટની યાંત્રિક રચના (mechanism) આકૃતિમાં દર્શાવવામાં આવી છે. આકૃતિમાં દર્શાવ્યા મુજબ A રૅચેટચક્ર છે, B ઝૂલતું (oscillating) લીવર છે. આ લીવર ઉપર ચાલક પૉલ (pawl) C બેસાડેલું…

વધુ વાંચો >

રૅન્કિન ચક્ર

રૅન્કિન ચક્ર  : ઉષ્માયંત્ર(engine)માં પ્રવાહીના દબાણ અને તાપમાનમાં આદર્શ ચક્રીય ફેરફારોનો અનુક્રમ. વરાળથી કે પાણીથી ચાલતા એન્જિનના તાપમાનને અનુરૂપ દબાણમાં ફેરફારો જોવા મળે છે. વરાળથી ચાલતા પાવર-પ્લાન્ટની કામગીરીના ઉષ્માયાંત્રિકીય (thermodynamics) ક્રમનિર્ધારણ માટે તેનો ઉપયોગ થાય છે. સ્કૉટિશ ઇજનેર વિલિયમ જે. એમ. રૅન્કિને 1859માં આ ચક્રનો ખ્યાલ આપ્યો હતો. રૅન્કિન ચક્રમાં,…

વધુ વાંચો >

રેન્ચ

રેન્ચ : જુઓ ઓજારો.

વધુ વાંચો >

રેફ્રિજરેટર

રેફ્રિજરેટર બાહ્ય વાતાવરણના તાપમાન કરતાં નીચું તાપમાન મેળવવા માટેનું કબાટ/પેટી જેવું દેખાતું યાંત્રિક સાધન. હાલ ઘરગથ્થુ તેમજ ઔદ્યોગિક ઉપયોગ માટે રેફ્રિજરેટરનો બહોળા પ્રમાણમાં ઉપયોગ થાય છે. આજે સામાન્ય માણસ પણ આ સાધનથી પરિચિત છે. મટન, ઈંડાં, બ્રેડ, બટર, દવા, ફળો, દૂધ અને દૂધની બનાવટો જેવી અનેક પ્રકારની વસ્તુઓ ઓછા તાપમાને…

વધુ વાંચો >

રેલવે (રેલમાર્ગ)

રેલવે (રેલમાર્ગ) બે સમાંતર પાટા પર સ્વયંસંચાલિત યંત્ર વડે પરિવહન માટે તૈયાર કરેલો કાયમી માર્ગ. આ માર્ગોની વિશિષ્ટતા તેનો સુખાધિકાર (right of way) છે. સાર્વજનિક રસ્તાની માફક જનતા તેનો ઉપયોગ કરી શકતી નથી. તેને આનુષંગિક સઘળી અસ્કામતો જેવી કે સ્ટેશનો, કારખાનાં, એન્જિનો, કોચ, વૅગનો વગેરેની પણ તે માલિકી ધરાવે છે.…

વધુ વાંચો >