Mathematics
બહુકોણ
બહુકોણ (polygon) : બેથી વધુ સમરેખ ન હોય એવાં n સમતલીય બિંદુઓ P1, P2, ………., Pn અને રેખાખંડો P2P3, ……..Pn–1Pn, PnP1નો યોગગણ. બિંદુઓને બહુકોણનાં શિરોબિંદુઓ અને રેખાખંડોને તેની બાજુઓ કહેવાય છે. બહુકોણની બાજુઓ એકબીજીને છેદે તો તેમના અંત્યબિંદુમાં જ છેદે છે. 3, 4, 5, 6, 7, 8 વગેરે શિરોબિંદુઓવાળા બહુકોણોને…
વધુ વાંચો >બહુચલીય વિશ્લેષણ
બહુચલીય વિશ્લેષણ (Multivariate analysis) વ્યક્તિ અથવા વસ્તુઓ કે માનવીય પ્રક્રિયાઓ સાથે સંકળાયેલાં ચલલક્ષણો (x1, x2, ………, xp), p ≥ 1 પર જુદા જુદા સમયે કે પ્રસંગે પુનરાવર્તિત પ્રયોગો કે અન્વેષણ કરી પ્રાપ્ત થયેલી બહુચલીય માહિતી પરથી વ્યક્તિ કે વસ્તુની સમષ્ટિના ગુણધર્મો કે માનવીય પ્રક્રિયાના ગુણધર્મો વિશે અનુમાન કે નિર્ણય તારવવા…
વધુ વાંચો >બીજગણિત
બીજગણિત બીજગણિતના આધુનિક ખ્યાલ અનુસાર કોઈ ગણ પર ક્રિયાઓ દાખલ કરી હોય તો તે ક્રિયાઓના સંદર્ભમાં ગણનો અભ્યાસ એટલે બીજગણિત. શાળામાં શીખવાતું બીજગણિત એટલે સંજ્ઞાયુક્ત અંકગણિત. અંકગણિતની ચોક્કસ સંખ્યાને બદલે અહીં x, y, z, a, b, c જેવી સંજ્ઞાઓ દ્વારા સંખ્યા સૂચવાય છે. કેટલીક સમતાઓમાં સંજ્ઞાને સ્થાને કોઈ પણ સંખ્યા…
વધુ વાંચો >બુલ, જ્યૉર્જ
બુલ, જ્યૉર્જ (જ. 2 નવેમ્બર 1815, લિંકન, ઇંગ્લૅન્ડ; અ. 8 ડિસેમ્બર 1864) : મહાન અંગ્રેજ ગણિતશાસ્ત્રી. જ્યૉર્જ બુલ બહુ જ ગરીબ એવા એક નાના દુકાનદારના પુત્ર હતા. શિક્ષણ માટે સારી શાળાની સગવડ પણ નહોતી મળી. એ સમયે શિક્ષિત સમાજમાં સ્થાન મેળવવા લૅટિન ભાષાની જાણકારીની આવશ્યકતા ગણાતી. તેમની શાળામાં લૅટિન શીખવાની…
વધુ વાંચો >બૂર્બાકી નિકોલસ
બૂર્બાકી નિકોલસ : ફ્રાન્સના એક ગણિતમંડળનું નામ. પંદરથી વીસ સભ્યો ધરાવતું આ મંડળ લગભગ 1930ના અરસામાં અસ્તિત્વમાં આવ્યું. ઉચ્ચ ગણિતનાં પુસ્તકો મંડળના સભ્યો દ્વારા લખાવવાં અને પ્રકાશિત કરવાં એ આ મંડળની મુખ્ય પ્રવૃત્તિ રહી છે. પુસ્તકોમાં લેખકોનાં નામ આપવામાં આવતાં નથી. એ માત્ર ‘બૂર્બાકી નિકોલસ’ના નામથી જ પ્રસિદ્ધ થાય છે.…
વધુ વાંચો >બેનેકર, બેન્જામિન
બેનેકર, બેન્જામિન (જ. 9 નવેમ્બર 1731, બાલ્ટિમોર કાઉન્ટી, મેરીલૅન્ડ, યુ.એસ.; અ. 25 ઑક્ટોબર 1806, બાલ્ટિમોર) : સ્વપ્રયત્ને તૈયાર થયેલો અમેરિકાના હબસી (અશ્વેત) ગણિતશાસ્ત્રી, ખગોળશાસ્ત્રી, પંચાંગોના રચયિતા, સંપાદક, શોધક અને લેખક. જેના વંશજો મૂળે આફ્રિકાના હોવાના પ્રમાણરૂપ કાળી ત્વચા ધરાવતા અમેરિકાના આ પ્રથમ વિજ્ઞાની ગુલામીની પ્રથાનો સતત વિરોધ કરતા રહ્યા હતા.…
વધુ વાંચો >બૅબેજ, ચાર્લ્સ
બૅબેજ, ચાર્લ્સ (જ. 26 ડિસેમ્બર 1792, ટેન્માઉથ, ડેવન–ઇંગ્લૅન્ડ; અ. 18 ઑક્ટોબર 1871, લંડન) : બ્રિટિશ ગણિતશાસ્ત્રી અને સંશોધક. સ્વયંસંચાલિત અંકીય ગણનયંત્ર(digital computer)ના પ્રથમ પ્રણેતા હતા. તેમણે ખાનગી ટ્યૂશનથી શિક્ષણ મેળવ્યું હતું. 1810માં કેમ્બ્રિજ ગયા. ખગોળશાસ્ત્રી હર્ષલને બૅબેજ ખગોળ અંગેની ગણતરીઓમાં સહાયરૂપ થતા હતા. તે દરમિયાન તેમને જણાયું કે ગણતરીઓમાં ઉપયોગમાં…
વધુ વાંચો >બેલ, એરિક ટેમ્પલ
બેલ, એરિક ટેમ્પલ (જ. 17 ફેબ્રુઆરી 1883, એબર્ડિન, સ્કૉટલૅન્ડ; અ. 21 ડિસેમ્બર 1960) : સ્કૉટિશ અમેરિકન ગણિતશાસ્ત્રી, શિક્ષણશાસ્ત્રી અને લેખક. પૂર્ણાંકોના ગુણધર્મ સાથે સંકળાયેલ સંખ્યાશાસ્ત્રના સિદ્ધાંતો નામે જાણીતી ગણિતની શાખામાં કેટલાક અગત્યનાં પ્રમેય તેમણે શોધ્યાં હતાં. માત્ર ઓગણત્રીસ વર્ષની ઉંમરે તેઓ સ્કૉટલૅન્ડથી સ્થાનાંતર કરી અમેરિકા(યુ.એસ.)માં આવ્યા. અહીં સ્ટેન્સ્ફર્ડ યુનિવર્સિટીમાં જોડાયા.…
વધુ વાંચો >બોલ્યાઈ, જાનોસ
બોલ્યાઈ, જાનોસ (જ. 15 ડિસેમ્બર 1802, કોલોઝ્વાર, હંગેરી; અ. 27 જાન્યુઆરી 1860, મારી સ્વાસર્હાલી) : બિનયુક્લિડીય ભૂમિતિના સંશોધકોમાંના એક એવા હંગેરિયન ગણિતશાસ્ત્રી. દસ વર્ષની ઉંમર પછી પિતા ફરહાસ બોલ્યાઈ પાસે ગણિત શીખવાનું શરૂ કર્યું. તેર વર્ષની ઉંમરે તો કલનશાસ્ત્ર અને પૃથક્કરણાત્મક યંત્રશાસ્ત્ર (analytic mechanics) ઉપર સારું એવું પ્રભુત્વ મેળવ્યું. નાની…
વધુ વાંચો >બ્રહ્મગુપ્ત
બ્રહ્મગુપ્ત (ઈ. સ. 598–665) : ભારતીય જ્યોતિષ અને ગણિતના વિદ્વાન લેખક. મૂળ વતન રાજસ્થાનમાં શ્રીમાળ–ભિન્નમાળ. પિતાનું નામ જિષ્ણુ. એ સમયમાં ગુજરાત છેક શ્રીમાળ–ભિન્નમાળ સુધી વિસ્તરેલ હોઈ લગભગ ગુજરાતી કહી શકાય તેવા આ જ્યોતિર્વિદે ભરયુવાનીમાં ત્રીસમે વર્ષે 24 અધ્યાયોનો બનેલો જ્યોતિષ અને ગણિતને ચર્ચતો ‘બ્રહ્મસ્ફુટ-સિદ્ધાંત’ નામનો અપૂર્વ ગ્રંથ રચ્યો છે. શાકલ્યોક્ત…
વધુ વાંચો >