Marathi literature
શેવડે, અનંત ગોપાળ
શેવડે, અનંત ગોપાળ (જ. 1911, સૌસર, જિ. છિંદવાડા, મધ્યપ્રદેશ; અ. 10 જાન્યુઆરી 1979, કોલકાતા) : સ્વાતંત્ર્યસેનાની. વિચક્ષણ સાહિત્યકાર, પત્રકાર. પ્રાથમિક શિક્ષણ વતનમાં. નાગપુર યુનિવર્સિટીમાંથી અંગ્રેજી સાહિત્યમાં એમ.એ.. 1942ની ભારતની આઝાદીના આંદોલનમાં જોડાયા અને 3 વર્ષનો કારાવાસ ભોગવ્યો. ગાંધીજીના કાર્યક્રમથી ખૂબ આકર્ષાયા, તેમનું શિષ્યત્વ સ્વીકાર્યું અને તેમના સૂચનથી માતૃભાષા મરાઠી હોવા…
વધુ વાંચો >શેળકે, શાંતા
શેળકે, શાંતા (જ. 12 ઑક્ટોબર 1922, ઈંદાપુર, મહારાષ્ટ્ર; અ. 6 જૂન 2002, મુંબઈ) : મરાઠીનાં વિખ્યાત કવયિત્રી, પત્રકાર, વાર્તાકાર, અનુવાદક અને બાલસાહિત્યકાર. પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ વતનમાં તથા એમ.એ. સુધીનું ઉચ્ચશિક્ષણ પુણે ખાતે. મરાઠી અને સંસ્કૃત વિષય સાથે સ્નાતક-અનુસ્નાતક પદવીઓ પ્રાપ્ત કરી અને એમ.એ.ની પરીક્ષામાં પ્રથમ વર્ગમાં પ્રથમ આવ્યાં જે…
વધુ વાંચો >શ્રી શિવ છત્રપતિ
શ્રી શિવ છત્રપતિ (1964) : મહાન મરાઠી ઇતિહાસકાર, વિદ્વાન અને લેખક ટી. એસ. સેજવળકર(1885-1963)ની શિવાજી અંગેની ચિરસ્મરણીય કૃતિ. આ કૃતિને 1966ના વર્ષનો કેન્દ્રીય સાહિત્ય અકાદમી ઍવૉર્ડ આપવામાં આવ્યો હતો. 98 પાનાંની શ્રેષ્ઠ પ્રસ્તાવના આ કૃતિનું મહત્વનું લક્ષણ છે. શિવાજી વિષયના તેમના આ અભ્યાસમાં નવો અભિગમ અપનાવવા ઉપરાંત નવી પદ્ધતિઓ અને…
વધુ વાંચો >સનાઈ ગોએન્બાબ
સનાઈ ગોએન્બાબ (જ. 1877, બિચોઇમ, ગોવા; અ. 1946) : કોંકણી નાટ્યકાર અને સાહિત્યકાર. તેમનું ખરું નામ વામન રઘુનાથ વર્ડે વાલવ્લિકર હતું. વતનમાં મૅટ્રિક્યુલેશન સુધીનું શિક્ષણ લીધા બાદ ગોવામાં અંગ્રેજીના શિક્ષક, પછી કરાંચી મ્યુનિસિપાલિટીમાં ક્લાર્ક અને છેલ્લે મુંબઈમાં મેઇસ્ટર લ્યુકિયસ બ્રુનિયા નામની જર્મન કંપનીમાં ઊંચી વહીવટી જગ્યા પર નિમાયા. 1926માં મતભેદ…
વધુ વાંચો >સબનીસ, વસંત દામોદર
સબનીસ, વસંત દામોદર (જ. 6 ડિસેમ્બર 1923, સોલાપુર, મહારાષ્ટ્ર) : મરાઠી વ્યંગ્યકાર, નાટકકાર અને વાર્તાકાર. તેમનું મૂળ નામ રઘુનાથ હતું. તેમણે મુંબઈ યુનિવર્સિટીમાંથી બી.એ.ની ડિગ્રી મેળવી. ‘લોકશક્તિ’ દૈનિકના પત્રકાર તરીકે કારકિર્દી શરૂ કર્યા પછી મહારાષ્ટ્ર સરકારના પ્રચારવિભાગમાં નાયબ નિયામક તરીકે જોડાયા અને સમયાંતરે સેવાનિવૃત્ત થયા. તેઓ 1976થી 1983 સુધી બાળકો…
વધુ વાંચો >સભાસદ બખર
સભાસદ બખર : મરાઠા શાસક રાજારામની આજ્ઞાથી જિંજી મુકામે કૃષ્ણાજી અનન્તે લખેલ પુસ્તક (1694). તે માત્ર 100 પૃષ્ઠનું છે. ‘સભાસદ બખર’માં છત્રપતિ શિવાજી વિશે ઘણીખરી શ્રદ્ધેય હકીકતો આપવામાં આવી છે. તેમાં તારીખો અને સ્થળોને લગતી કેટલીક ભૂલો પણ થઈ છે; તેમ છતાં છત્રપતિ શિવાજીએ કરેલી લડાઈઓ તેમજ તેમણે કરેલી અન્ય…
વધુ વાંચો >સરદેશમુખ ત્ર્યંબક વિનાયક
સરદેશમુખ, ત્ર્યંબક વિનાયક (જ. 1919, અક્કાલકોટ, જિ. સોલાપુર, મહારાષ્ટ્ર) : મરાઠી નવલકથાકાર અને અનુવાદક. તેમને તેમની નવલકથા ‘ડાંગોરા : એકા નગરીચા’ બદલ 2003ના વર્ષનો કેન્દ્રીય સાહિત્ય અકાદમી ઍવૉર્ડ આપવામાં આવ્યો છે. તેમણે એમ.એ., બી.ટી.ની ડિગ્રી મેળવ્યા બાદ હાઈસ્કૂલ તથા કૉલેજ કક્ષાએ 40 વર્ષ સુધી અધ્યાપનકાર્ય કર્યું અને સેવાનિવૃત્ત થયા. તેઓ…
વધુ વાંચો >સહસ્રબુધ્યે, રમેશ કે.
સહસ્રબુધ્યે, રમેશ કે. (જ. 8 સપ્ટેમ્બર 1938, પુણે, મહારાષ્ટ્ર) : મરાઠીના લોકપ્રિય વિજ્ઞાનલેખક. તેમણે પુણે યુનિવર્સિટીમાંથી બી.એ.; અને બી.એસસી.; ફિલ્મ ઇન્સ્ટિટ્યૂટ, પુણેમાંથી બી.જે.; ડીસીઇની પદવી મેળવી. પછી તેમણે નૅશનલ ફિલ્મ આર્કાઇવ્ઝ ઑવ્ ઇન્ડિયામાં ફિલ્મ સંગ્રહાલયના ઑફિસર તરીકે કારકિર્દી શરૂ કરી. તેઓ મહારાષ્ટ્ર વિદ્યુત મંડળ માહિતી-પત્રિકાના સંપાદક; જર્નલ ઑવ્ મરાઠી વિજ્ઞાનપરિષદ…
વધુ વાંચો >સંત, ઇન્દિરા (શ્રીમતી)
સંત, ઇન્દિરા (શ્રીમતી) (જ. 1914, બીજાપુર, કર્ણાટક) : મરાઠી લેખિકા. તેમના કાવ્યસંગ્રહ ‘ગર્ભરેશીમ’ને 1984ના વર્ષનો કેન્દ્રીય સાહિત્ય અકાદમી પુરસ્કાર મળ્યો હતો. તેમણે બી.એ., બી.ટી.ડી. તથા બી.એડ.ની ડિગ્રી મેળવી, શિક્ષક તરીકે કારકિર્દીનો આરંભ કર્યો અને બેલગામના વડગાંવ ખાતેની મરાઠી ટ્રેનિંગ કૉલેજના આચાર્યાપદેથી નિવૃત્ત થયાં. તેમણે ‘સહવાસ’ કાવ્યસંગ્રહના પ્રકાશન સાથે તેમની કવિ…
વધુ વાંચો >સાનિયા (શ્રીમતી)
સાનિયા (શ્રીમતી) (જ. 10 નવેમ્બર 1952, સાંગલી, મહારાષ્ટ્ર) : મરાઠી લેખિકા. તેમણે મુંબઈ યુનિવર્સિટીમાંથી એમ.કોમ.ની ડિગ્રી મેળવી. માનસોપચાર પદ્ધતિમાં સ્વૈચ્છિક સલાહકાર; કૉપી-રાઇટર અને જાહેરખબરોમાં અનુવાદક તરીકે કારકિર્દી શરૂ કરી; સાથોસાથ લેખનકાર્ય પણ કર્યું. તેમણે અત્યાર સુધીમાં 11 ગ્રંથો આપ્યા છે. ‘શોધ’ (1980), ‘પ્રતીતિ’ (1989), ‘દિશા ઘરચ્યા’ (1991), ‘ઓળખ’ (1993), ‘પરિમાણ’…
વધુ વાંચો >