Logic
દ્રવ્ય
દ્રવ્ય : વૈશેષિક દર્શન અને તર્કશાસ્ત્ર અનુસાર ગુણ અને ક્રિયા જેના આધારે રહેલાં હોય તેવો પ્રથમ પદાર્થ. દ્રવ્યત્વ જાતિ જેમાં સમવાય સંબંધથી રહેલી હોય તેનું નામ દ્રવ્ય. સૈદ્ધાન્તિક રીતે દ્રવ્ય ઉત્પત્તિની પ્રથમ ક્ષણે નિર્ગુણ અને નિષ્ક્રિય હોય છે. તે પછી બીજી ક્ષણથી સગુણ અને સક્રિય બને છે. વૈશેષિક દર્શને માન્ય…
વધુ વાંચો >નવ્યન્યાય
નવ્યન્યાય : ભારતના ન્યાયશાસ્ત્ર એટલે કે તર્કશાસ્ત્રની એક શાખા. ભારતીય તર્કશાસ્ત્રની બે મુખ્ય શાખાઓ છે : (1) પ્રાચીન ન્યાય અને (2) નવ્યન્યાય. પ્રાચીન ન્યાયમાં અક્ષપાદમુનિનો ન્યાયસૂત્રગ્રંથ, તેના ઉપર વાત્સ્યાયનનું ન્યાયભાષ્ય, ભાષ્ય ઉપર ઉદદ્યોતકરનું વાર્ત્તિક, વાર્ત્તિક ઉપર વાચસ્પતિ મિશ્રની તાત્પર્યટીકા, તેના ઉપર ઉદયનની પરિશુદ્ધિ ટીકા વગેરે ગ્રંથોનો તેમજ જયન્ત ભટ્ટની ન્યાયમંજરી…
વધુ વાંચો >બોધન
બોધન (cognition) : સભાન જીવનનાં લાગણી (affection) અને ક્રિયા કરવાનો સંકલ્પ (conation) એ બે પાસાં સિવાયનું ત્રીજું પાસું. જેમ કે ધ્યાન આપવું, પ્રત્યક્ષ જ્ઞાન મેળવવું, સમજવું, સ્મરણ કરવું, કલ્પના કરવી અને સર્જવું, પ્રત્યયો (ખ્યાલો) રચીને ભાષા વડે વ્યક્ત કરવા, નિર્ણયો કરવા, સમસ્યાઓ ઉકેલવી અને તર્ક કરવા જેવી વિવિધ જ્ઞાનસંબંધી ક્રિયાઓનો…
વધુ વાંચો >બોધનાત્મક વિસંવાદિતા
બોધનાત્મક વિસંવાદિતા (cognitive dissonance) : એક એવી અણગમતી માનસિક સ્થિતિ, જેમાં વ્યક્તિ બે પરસ્પર અસંગત માન્યતાઓ અનુભવે છે. માણસ આસપાસના વિશ્વનો અર્થ સમજવાનો પ્રયત્ન કરતો હોય છે. તે અત્યારે પ્રાપ્ત થતા અનુભવોને ભૂતકાળના તેમજ બીજા લોકોના અનુભવો સાથે સરખાવતો રહે છે. એ તુલના દ્વારા તે પોતાના અનુભવોમાં સુસંગતતા શોધે છે,…
વધુ વાંચો >બ્રૂનો, ગિયોદાર્નો
બ્રૂનો, ગિયોદાર્નો (જ. 1548, નોલા નેપલ્સ; અ. 17 ફેબ્રુઆરી 1600 રોમ) : જાણીતા ઇટાલિયન તત્વચિંતક, ખગોળશાસ્ત્રી, ગણિતશાસ્ત્રી અને ગૂઢવાદી ચિંતક. સાચું નામ ફિલિપ્પો બ્રૂનો, ઉપનામ ‘ઈલ નોલાનો’. તેમના સિદ્ધાંતોએ આધુનિક વિજ્ઞાનનો પાયો નાખ્યો. તેઓ માનવીય મૂલ્યોની સરાહના કરનાર અને એ માટે જીવનું જોખમ ઉઠાવનાર ચિંતક હતા. તેમણે 1562માં નેપલ્સ ખાતે…
વધુ વાંચો >ભટ્ટાચાર્ય, જગદીશ તર્કપંચાનન
ભટ્ટાચાર્ય, જગદીશ તર્કપંચાનન (17મી સદી) : ભારતીય સાહિત્યશાસ્ત્રના જાણીતા ગ્રંથ મમ્મટકૃત ‘કાવ્યપ્રકાશ’ પરની ટીકાના લેખક. તેમનું નામ સૂચવે છે તે મુજબ તેઓ બંગાળના વતની હતા. વળી ‘તર્કપંચાનન’ની તેમની ઉપાધિ તેઓ તર્કશાસ્ત્રના જ્ઞાતા હશે તેમ સૂચવે છે; પરંતુ બંગાળના જાણીતા તાર્કિક જગદીશ તર્કાલંકારથી આ લેખક જુદા છે. તેઓ બંગાળના નદિયા (નવદ્વીપ)…
વધુ વાંચો >લૉક, જૉન
લૉક, જૉન (જ. 29 ઑગસ્ટ 1632, રિંગટન, સમરસેટ કાઉન્ટી, ઇંગ્લૅન્ડ; અ. 28 ઑક્ટોબર 1704, ઓટ્સ, ઇંગ્લૅન્ડ) : અનેક વિષયોના તજ્જ્ઞ અને રાજકીય ચિંતન પર પ્રભાવ પાડનાર ઉદારમતવાદી બ્રિટિશ ચિંતક, સામાજિક કરારના સિદ્ધાંતના પ્રખર પુરસ્કર્તા. શિક્ષણ, આયુર્વિજ્ઞાન, જ્ઞાનમીમાંસા (epistemology) જેવા વિષયોમાં તેઓ ઊંડો રસ ધરાવતા. પિતા વકીલ હતા તેથી તર્કબદ્ધ વિચારશક્તિના…
વધુ વાંચો >લોકાયત દર્શન
લોકાયત દર્શન : પ્રાચીન ભારતમાં પ્રચલિત નાસ્તિક અર્થાત્ વેદને પ્રમાણ ન માનનારું દર્શન. વેદ ઉપરાંત પરમેશ્વર, સ્વર્ગ, નરક, પુણ્ય, પાપ વગેરેને પણ લોકાયત દર્શન સ્વીકારતું નથી. લોકાયત દર્શનના સ્થાપક ઋષિ બૃહસ્પતિ છે, પરંતુ તેમના શિષ્ય રાક્ષસ એવા ચાર્વાકને આ દર્શનના પ્રણેતા તરીકે વધુ પ્રસિદ્ધિ મળી છે. પ્રસ્તુત દર્શન વેદકાળથી ઉદભવેલું…
વધુ વાંચો >સંબંધો (નવ્યન્યાય)
સંબંધો (નવ્યન્યાય) : ભારતીય નવ્યન્યાયશાસ્ત્ર અને તર્કશાસ્ત્રનો એક ખ્યાલ. નવ્યન્યાયમાં વિશિષ્ટ જ્ઞાનનું નિયમન કરનાર જે તત્ત્વ હોય તેનું નામ સંબંધ. નવ્યન્યાયમાં સંબંધો મુખ્યત્વે બે પ્રકારના બતાવ્યા છે : (1) મુખ્ય સંબંધો અને (2) ગૌણ સંબંધો. તેમાં મુખ્ય સંબંધો ચાર છે : (1) સંયોગ, (2) સમવાય, (3) સ્વરૂપ અને (4) તાદાત્મ્ય.…
વધુ વાંચો >હેત્વાભાસો
હેત્વાભાસો : ખરેખર હેતુ ન હોવા છતાં હેતુ જેવા દેખાય તે હેત્વાભાસ. તર્કશાસ્ત્ર કે ન્યાયશાસ્ત્રમાં હેત્વાભાસ એ એક મહત્વનો વિષય છે. ન્યાયશાસ્ત્રના આધારભૂત ગ્રંથ ન્યાયસૂત્રમાં અક્ષપાદ-મુનિએ પ્રમાણ, પ્રમેય, સંશય વગેરે 16 પદાર્થો ગણાવ્યા છે (ન્યા. સૂ. 1–1–1). સોળ પદાર્થોમાં તેરમો પદાર્થ હેત્વાભાસ છે. મોક્ષપ્રાપ્તિના સાધનરૂપ તત્વજ્ઞાનની પ્રાપ્તિ માટે હેત્વાભાસના જ્ઞાનની…
વધુ વાંચો >