Logic

અસત્કાર્યવાદ (આરંભવાદ)

અસત્કાર્યવાદ (આરંભવાદ) : ન્યાયવૈશેષિક દર્શનનો એક સિદ્ધાંત. કારણમાંથી ઉત્પન્ન થયેલું કાર્ય પૂર્વે અસત્ હતું ને પછી નવેસર ઉત્પન્ન થયું તે મત. ન્યાયવૈશેષિક એ બાહ્યાર્થવાદી દર્શન છે. એના મતે સૃષ્ટિ  ઉત્પન્ન થઈ છે, અનાદિ નથી, જગતની સંરચનામાં મુખ્યત્વે સ્થૂળ પૃથ્વી, જળ, તેજ અને વાયુ એ ચાર દ્રવ્યો ભાગ ભજવે છે. આ…

વધુ વાંચો >

અંત:સ્ફુરણાવાદ

અંત:સ્ફુરણાવાદ : કોઈ પણ વિધાન, વિભાવના કે વસ્તુના અનુમાન વગરનું અવ્યવહિત (immediate) આકલન તે માનસપ્રત્યક્ષ (intuition) શબ્દથી પણ ઓળખવામાં આવે છે. જ્ઞાનનો જે પ્રકાર અનુભવ કે તર્કબુદ્ધિથી સ્વતંત્ર છે તેને અંત:સ્ફુરણાત્મક જ્ઞાન તરીકે સમજવામાં આવે છે. ‘ઇન્ટ્યૂઇશન’ શબ્દ બિનઅનુમાનજન્ય (noninferential) જ્ઞાન માટે તેમજ તેવું જ્ઞાન મેળવવા માટેની મનની સહજ-શક્તિને માટે…

વધુ વાંચો >

ઉમર ખય્યામ

ઉમર ખય્યામ (જ. 18 મે 1048, નીશાપુર (ઈરાન); અ. 4 ડિસેમ્બર 1122, નીશાપુર) : અરબી ભાષાના વિશ્વવિખ્યાત કવિ તેમજ પ્રખર ફિલસૂફ, તર્કશાસ્ત્રી, ખગોળવિજ્ઞાની અને ગણિતશાસ્ત્રી. આખું નામ અબુ અલ-ફતહ બિન ઇબ્રાહીમ અલ ખય્યામ. કૌટુંબિક વ્યવસાયને લઈને જ ખય્યામ એટલે કે તંબૂ બનાવનાર કહેવાયા. ખગોળ અને અંકશાસ્ત્રના વિશારદ અબૂલ હસન અલ…

વધુ વાંચો >

ઍરિસ્ટોટલ

ઍરિસ્ટોટલ : (ઈ. પૂ. 384, સ્ટેગિરસ, મેસેડોનિયા; અ. 322, ચાલ્કિસ, યુબિયા, ગ્રીસ) : ગ્રીક દાર્શનિક. પ્લેટોનો શિષ્ય અને મહાન ઍલેક્ઝાન્ડરનો ગુરુ. પશ્ચિમમાં વિકસેલી અનેક વિદ્યાશાખાઓનો તે આદ્ય પિતા ગણાય છે. વૈજ્ઞાનિક અભ્યાસપદ્ધતિના વિકાસમાં તેનો ફાળો અનન્ય છે. તર્કશાસ્ત્ર અને જીવશાસ્ત્રનો તો તેણે પાયો નાંખ્યો. ઉપરાંત રાજ્યશાસ્ત્ર, નીતિશાસ્ત્ર, ખગોળશાસ્ત્ર, ભૌતિકશાસ્ત્ર વગેરે…

વધુ વાંચો >

કાર્યકારણ

કાર્યકારણ : પ્રત્યેક પરિવર્તન પાછળ અમુક કારણ હોવું જોઈએ. જે નિર્માણ થાય છે તેને ‘કાર્ય’ અથવા ‘પરિણામ’ તરીકે ઓળખવામાં આવે છે. બટન દબાવવાથી વીજળીનો દીવો થાય છે. આમાં કારણ અને કાર્ય સ્પષ્ટ દેખાય છે. કારણ વગર કાર્ય હોતું નથી. કારણ અને કાર્ય વચ્ચે કયા પ્રકારનો સંબંધ હોય છે તે વિશે…

વધુ વાંચો >

ક્રોધ

ક્રોધ : મનનો એક આવેગ. આપણે જે લક્ષ્ય પ્રાપ્ત કરવા માગતા હોઈએ તેના માર્ગમાં કોઈ અંતરાયરૂપ કે અવરોધરૂપ બને ત્યારે આપણે ક્રોધનો આવેગ અનુભવીએ છીએ. આપણને જે જોઈતું હોય તે ન મળે ત્યારે આપણે ગુસ્સે થઈએ છીએ. ક્રોધને સાધારણ રીતે નિષેધક આવેગ માનવામાં આવે છે અને તેથી તેની ‘અભિવ્યક્તિ’ કરતાં…

વધુ વાંચો >

ટ્યૂરિંગ એલન મેથિસન

ટ્યૂરિંગ એલન મેથિસન (જ. 23 જૂન 1912, લંડન; અ. 7 જૂન 1954, વિલ્મસ્લોયેશાયર, ઇંગ્લૅન્ડ) : અંગ્રેજ ગણિતશાસ્ત્રી અને તર્કશાસ્ત્રી. તેમણે કમ્પ્યૂટરના સિદ્ધાંત અને તેની કાર્યપદ્ધતિમાં તાત્વિક પૃથક્કરણ દ્વારા અગત્યનું પ્રદાન કર્યું હતું. 1935માં કેમ્બ્રિજની કિંગ્ઝ કૉલેજની ફેલોશિપ મેળવી અભ્યાસ કરતા હતા. તે દરમિયાન ગાણિતિક તર્કશાસ્ત્રમાં સંશોધનકાર્ય શરૂ કર્યું. ‘પરિકલનીય (computable)…

વધુ વાંચો >

તર્કદોષ

તર્કદોષ : તર્ક કે વિચારપ્રક્રિયામાં પ્રતીત થતા દોષ. માધવાચાર્ય (ચૌદમી સદી) પોતાના ‘સર્વદર્શનસંગ્રહ’માં મુખ્ય પાંચ તર્કદોષ બતાવે છે : (1) વ્યાઘાત (= વિસંવાદ) દોષ, (૨) આત્માશ્રયદોષ, (3) અન્યોન્યાશ્રયદોષ, (4) ચક્રકાશ્રયદોષ અને (5) અનવસ્થાદોષ. આમાંના દરેક તર્કદોષનું સ્વરૂપ નીચે પ્રમાણે સ્પષ્ટ કરી શકાય : (1) વ્યાઘાત (inconsistency) : જ્યારે કોઈક બોલે…

વધુ વાંચો >

તર્કશાસ્ત્ર

તર્કશાસ્ત્ર : માનસિક અભિગમો વડે યથાર્થ જ્ઞાનની પ્રાપ્તિ કરાવનારું શાસ્ત્ર. કેટલાક ન્યાયદર્શનના 16 પદાર્થોમાં વૈશેષિક દર્શનના 6 પદાર્થોને સમાવે છે તો કેટલાક વૈશેષિકોના 6 પદાર્થોમાં ન્યાયદર્શનના 16 પદાર્થોને સમાવે છે. વ્યાકરણશાસ્ત્રની જેમ તર્કશાસ્ત્ર પણ સર્વશાસ્ત્રોપકારક એટલે જ્ઞાનની બધી જ શાખાઓમાં ખપ લાગનારું છે. સંસારમાંથી કે તેનાં દુ:ખોમાંથી મોક્ષ મેળવવા જગતનાં…

વધુ વાંચો >

તર્કશાસ્ત્ર (પાશ્ચાત્ય)

તર્કશાસ્ત્ર (પાશ્ચાત્ય) (અં. લૉજિક. વેસ્ટર્ન) : યોગ્ય વિચારો અને યોગ્ય તર્કો કે દલીલો માટેના માર્ગદર્શક નિયમોનું શાસ્ત્ર. વિવિધ વ્યક્તિઓના વિચારો કે તર્કો કેટલા યોગ્ય છે તે આ નિયમો વડે નક્કી કરી શકાય છે. વિચારો કે દલીલોની બે પ્રકારની યોગ્યતા તપાસવી જરૂરી છે : રૂપગત (‘formal’) યોગ્યતા અને વસ્તુગત (‘material’) યોગ્યતા.…

વધુ વાંચો >