Literary genre

જૈન પ્રબંધસાહિત્ય

જૈન પ્રબંધસાહિત્ય : એક પ્રકારનું ઐતિહાસિક કે અર્ધઐતિહાસિક કથાનક તે પ્રબંધ. તે સમગ્ર પ્રાકૃત કે સંસ્કૃત ગદ્ય અને ક્વચિત્ પદ્યમાં રચાયેલું હોય છે. ‘પ્રબંધચિંતામણિ’, ‘પ્રબંધકોશ’, ‘ભોજપ્રબંધ’, ‘વિવિધ તીર્થકલ્પ’, ‘પ્રભાવકચરિત્ર’, ‘પુરાતન પ્રબંધસંગ્રહ’ વગેરે ગ્રંથો આ પ્રકારના સાહિત્યનાં ઉદાહરણો છે. પ્રબંધકોશકાર રાજશેખરસૂરિએ ‘ભગવાન મહાવીર પછીના વિશિષ્ટ પુરુષોનાં વૃત્તો એટલે પ્રબંધ’ તેવી પ્રબંધની…

વધુ વાંચો >

જૈન સ્તુતિ-સ્તોત્ર સાહિત્ય

જૈન સ્તુતિ-સ્તોત્ર સાહિત્ય : પ્રાકૃત, સંસ્કૃત, અપભ્રંશ તથા અન્ય પ્રાદેશિક ભાષાઓમાં વિપુલ રાશિમાં રચાયેલું સ્તોત્રસાહિત્ય. જૈન ધર્મમાં કોઈ જગત્કર્તા ઈશ્વરને માન્યો નથી; પરંતુ કર્મક્ષય દ્વારા મુક્ત થયેલા અને અન્યને મુક્તિ અપાવનાર તારક તીર્થંકરોને ઈશ્વર જેટલું મહત્વ અપાય છે. આમ, જૈનોના સ્તોત્રસાહિત્યમાં મુખ્યત્વે વિવિધ તીર્થંકરોની સ્તુતિ કે ગુણવર્ણન જોવા મળે છે.…

વધુ વાંચો >

જોડકણાં

જોડકણાં : ગુજરાતના કંઠસ્થ લોકસાહિત્યનો નાનકડો પણ લોકપ્રિય પદ્ય-પ્રકાર, જે ઘણુંખરું તત્કાળ જોડી કાઢેલ હોય છે. જૂના વખતમાં ગામડાંઓમાં આજના જેવી શિક્ષણવ્યવસ્થા નહોતી ત્યારે લોકવાર્તા, ઓઠાં, લોકગીતો, ટુચકા, ઉખાણાં અને જોડકણાં જેવા કંઠસ્થ લોકસાહિત્ય દ્વારા લોકસમાજમાં શિક્ષણનું અને સમાજઘડતરનું કામ થતું. ગેય પ્રાસવાળી રચના હોવાથી બાળકોને અને સાંભળનારને તે જલદી…

વધુ વાંચો >

ટુચકો

ટુચકો : ર્દષ્ટાંત તરીકે આપવામાં આવતી ટૂંકામાં ટૂંકી વાર્તા. એમાં કોઈ પણ એક જ પ્રસંગ નિરૂપાતો હોય છે. ‘પંચતંત્ર’, ‘હિતોપદેશ’, ‘ઇસપનીતિની વાતો’, ‘ભોજ અને કાલિદાસ’, ‘બીરબલ અને અકબર’ કે ‘લવો અને બાદશાહ’ જેવા સાદા કે રમૂજી ટુચકા ખૂબ જાણીતા છે. ટુચકાના બીજ તરીકે માત્ર મુદ્દા આપવામાં આવે છે. ર્દષ્ટાંત :…

વધુ વાંચો >

ડાયલૉગ (સાહિત્યપ્રકાર)

ડાયલૉગ (સાહિત્યપ્રકાર) : સર્વસામાન્ય અર્થમાં કોઈ બે કે વધુ વ્યક્તિઓ વચ્ચે, વાર્તા કે નાટકમાં થતી વાતચીત. આ જ ઘટકને સાહિત્યના ચોક્કસ સ્વરૂપ તરીકે લેખતાં, તેનો ઉપયોગ એકબીજાથી વિરોધી વલણોના તણાવોને સમાવી લેતી દાર્શનિક કે બૌદ્ધિક પ્રકારની સામગ્રીને રજૂ કરવા સુયોજિત ઢબે પ્રયોજાયેલા સ્વરૂપવિશેષ તરીકે જોવાય છે. પાશ્ચાત્ય સંદર્ભમાં આ પ્રકાર…

વધુ વાંચો >

ડોલનશૈલી

ડોલનશૈલી : જુઓ, અપદ્યાગદ્ય

વધુ વાંચો >

તિથિકાવ્યો

તિથિકાવ્યો : મધ્યકાલીન ગુજરાતી સાહિત્યપ્રકાર. આવા સાહિત્યપ્રકારોમાં બારમાસી, રેખતા, ધોળ, લાવણી અને વારની સાથે તિથિકાવ્ય પ્રકાર પણ જાણવામાં આવ્યો છે. જાણવામાં આવેલાં તિથિકાવ્યોમાં ઋષભસાગર, અખો, ખીમસ્વામી, ગણા કવિ, જગજીવન, થોભણ, દયારામ, દામોદરાશ્રમ, દ્વારકો, નરભો, નિરાંત, નાનો, પ્રભાશંકર, પ્રાગજી, પ્રીતમ, ભોજો, પ્રાણજીવન, રઘુનાથ, તુલસી, વહાલો, દયાળહરિ, ભૂમાનંદ જેવાનાં છે. આ એક…

વધુ વાંચો >

દાસ્તાન, વી અદબ

દાસ્તાન, વી અદબ : અરબી-ફારસી-ઉર્દૂમાં રચાયેલ કથાસાહિત્યનો લોકપ્રિય પ્રકાર. જગતની લગભગ દરેક ભાષામાં કથાસાહિત્ય જોવા મળે છે. અરબી-ફારસી અને ઉર્દૂમાં તે દાસ્તાન તરીકે ઓળખાય છે. મોટે ભાગે તે કાલ્પનિક હોય છે અને તેની રચના ગદ્ય તેમજ પદ્યમાં થયેલી હોય છે. પશ્ચિમ એશિયાની સંસ્કૃતિઓમાં તેનાં મૂળ જોઈ શકાય છે. ઈ. સ.…

વધુ વાંચો >

નવલકથા

નવલકથા કથાસાહિત્યનો લોકભોગ્ય પ્રકાર. કથા-વાર્તા વગેરેનાં કુળ-મૂળ અતિપ્રાચીન છે, પણ એક સાહિત્યિક સ્વરૂપ લેખે નવલકથા તત્વત: પશ્ચિમી પેદાશ છે. તે માટેના અંગ્રેજી શબ્દ ‘નૉવેલ’ માટેનો મૂળ ઇટાલિયન શબ્દ છે, novella, એટલે કે કથા કે વાર્તા અથવા સમાચારરૂપ ઘટના. હવે આ વિશેષણ અનેક પ્રકારનાં ગદ્ય કથાલખાણ માટે વપરાય છે. નવલકથા વિશેનાં…

વધુ વાંચો >

પત્રસાહિત્ય

પત્રસાહિત્ય પત્રસ્વરૂપનું સાહિત્ય. બહુધા તે ગદ્યાત્મક હોય છે. આમાં સાહિત્યિક સભાનતાથી લખાયેલા પત્રો ઉપરાંત સાહિત્યિક સભાનતાથી ન લખાયેલા છતાં એવી ગુણવત્તા ને મૂલ્યવત્તા ધરાવતાં પત્રરૂપ લખાણોનો પણ સમાવેશ થાય છે. પશ્ચિમમાં પત્રસાહિત્ય અંગે – તેની લખાવટ, તેના પ્રકાર અને મૂલ્યાંકન વગેરે વિશે જૂના સમયથી જિજ્ઞાસા, સભાનતા અને વિચારવિમર્શ થતાં રહ્યાં…

વધુ વાંચો >