Kashmiri literature

આઝિમ મુઝફ્ફર

આઝિમ મુઝફ્ફર (જ. 1934, અ. 8 જુલાઈ 2022, યુ. એસ. એ.) : કાશ્મીરી કવિ. મૂળ નામ મહમ્મદ મુસાફિર મીર. એમના દાદા કવિ હતા. એમણે શ્રીનગરની એસ. પી. કૉલેજમાં બી.એસસી. સુધી અભ્યાસ કરીને શિક્ષણ ખાતામાં શિક્ષકની નોકરી લીધી હતી; પણ પછી કૃષિ વિભાગમાં નિયામક નિમાયા હતા. આઝિમની સાહિત્યિક કારકિર્દી 1955માં ‘વતન’…

વધુ વાંચો >

આસિયાણી, અબ્દુલ સત્તાર

આસિયાણી, અબ્દુલ સત્તાર (જ. 1885; અ. 1951) : કાશ્મીરી લેખક. શ્રીનગરના ગુર્જર કુટુંબમાં જન્મ. સંજોગવશાત્ પ્રાથમિક શિક્ષણ લીધા પછી તરત જ શાળા છોડવી પડેલી, પરંતુ આંતરસૂઝથી સાહિત્યસર્જન તરફ વળેલા. શરૂઆતમાં ફારસી ગઝલોની રચના કરી. ‘વિધવા’ ગઝલે એમને ખૂબ પ્રસિદ્ધિ અપાવી હતી. એ પછી કાશ્મીરી સાહિત્યનાં અનેક ક્ષેત્રોમાં સર્જન કરીને 47…

વધુ વાંચો >

કાદિમ અબ્દુલ અહદ

કાદિમ અબ્દુલ અહદ (ઓગણીસમી સદી) : કાશ્મીરી ભક્ત, લેખક, કવિ અને સૂફી સંત. એમણે મહમદ પયગંબર તથા ઇસ્લામી સંતો પ્રત્યે પોતાની પ્રબળ ભક્તિભાવભર્યા શબ્દોમાં ગાઈ છે. કૃષ્ણભક્તોની સંવેદના અને આરજૂ કાદિમનાં કાવ્યોમાં જોવા મળે છે. આત્મસમર્પણ, આંસુઓથી પગ ધોવાની અને વાયુ દ્વારા સન્દેશો પહોંચાડવાની વાત આવ્યા કરે છે. ભાવનાના પ્રાધાન્યને…

વધુ વાંચો >

કામિલ મહંમદ અમીન

કામિલ મહંમદ અમીન (જ. 1924, કાશ્મીર) : કાશ્મીરી લેખક. ‘અમીન કામિલ’ કે ‘કામિલ કાશ્મીરી’ તરીકે પણ ઓળખાય છે. તેમણે ‘ગારિક’ના નામે ઉર્દૂમાં કવિતા લખી છે. બી.એ., એલએલ.બી. થઈને એસ. પી. કૉલેજ, શ્રીનગરમાં અધ્યાપક થયા. તેમણે ‘શીરાઝ’ તથા ‘સોન-આદાબ’ સામયિકોનું સંપાદન કર્યું હતું. કાશ્મીરી ગઝલ પર તેમનું પ્રભુત્વ છે. વિવેચક તરીકે…

વધુ વાંચો >

કાશ્મીરી ભાષા અને સાહિત્ય

કાશ્મીરી ભાષા અને સાહિત્ય ભારતને ઉત્તર છેડે બોલાતી ઇન્ડો-યુરોપિયન ભાષા. એ મોટે ભાગે તળેટીના વિસ્તારમાં બોલાય છે. કાશ્મીરના પૂર્વ ભાગમાં તિબેટી કે પશ્ચિમ પહાડી, દક્ષિણમાં પંજાબી, પશ્ચિમમાં લહંદા અને ઉત્તરમાં શિના કે તિબેટી એ મહત્વની ભાષાઓ છે. કાશ્મીરી બોલનારાઓની સંખ્યા 59,87,389 છે. પરંતુ કાશ્મીરનો જે ભાગ પાકિસ્તાનના કબજામાં છે તે…

વધુ વાંચો >

કુન્તક

કુન્તક (950-1050 આસપાસ) : કુન્તક, કુન્તલ કે કુન્તલક વગેરે અભિધાનોથી જાણીતા કાશ્મીરી વિદ્વાન. કાવ્યનો આત્મા વક્રોક્તિ છે એ સિદ્ધાન્તનું પ્રતિપાદન કરતાં તેમણે પોતાના ગ્રંથનું શીર્ષક ‘વક્રોક્તિજીવિત’ આપ્યું હોવાથી વક્રોક્તિજીવિતકાર તરીકે તે પ્રસિદ્ધ છે. 950 પહેલાં થયેલા રાજશેખરનો કુન્તકે ઉલ્લેખ કર્યો છે અને 1050 પછી થયેલા મહિમ ભટ્ટે કુન્તકનો નામોલ્લેખ કર્યો…

વધુ વાંચો >

કૌલ ઝિંદા (માસ્તરજી)

કૌલ, ઝિંદા (માસ્તરજી) (જ. 1884, શ્રીનગર, કાશ્મીર; અ. 1966) : કાશ્મીરી કવિ, કાશ્મીરી પંડિતકુળમાં જન્મ. પ્રારંભમાં ફારસીનું શિક્ષણ મક્તાબ(શાળા)માં મેળવ્યું ત્યારે તેઓ ઉંમરના પ્રમાણમાં ઘણા સમજદાર બાળક ગણાતા. અભ્યાસ પૂરો કરી શિક્ષક તરીકે એવી સુંદર કામગીરી કરી કે વિદ્યાર્થીઓ, મિત્રો અને તેમના ચાહકો દ્વારા ‘માસ્તર’ કે ‘માસ્તરજી’નું બિરુદ પામ્યા. પછી…

વધુ વાંચો >

કૌલ હરિકૃષ્ણ

કૌલ, હરિકૃષ્ણ (જ. 22 જુલાઈ 1934, શ્રીનગર) : કાશ્મીરી અને હિંદી વાર્તાકાર તથા નાટકકાર. 1951માં તેઓ હિંદી સાહિત્ય સંમેલન, અલ્લાહાબાદમાં; 1953માં યુવાન લેખકમંડળ અને પ્રગતિશીલ લેખક- મંડળની જુનિયર પાંખમાં જોડાયા. 1955માં તેમણે જમ્મુ અને કાશ્મીર વિધાનસભામાં અનુવાદક તરીકે કામગીરી કરી. 1960માં તેમણે હિંદીમાં એમ.એ.ની પદવી પ્રાપ્ત કરી. ત્યાર બાદ કૉલેજમાં…

વધુ વાંચો >

ગાશીર મુનાર

ગાશીર મુનાર (1972) : કાશ્મીરી કૃતિ. કાશ્મીરી લેખક ગુલામ નબી ખયાલે (1936) લખેલા નિબંધોના આ પુસ્તકને કેન્દ્રીય વર્ષના સાહિત્ય અકાદમીએ 1975ના પુરસ્કાર માટે પસંદ કર્યું હતું. લેખક જમ્મુ-કાશ્મીર વિશ્વવિદ્યાલયના સ્નાતક છે અને શ્રીનગરના આકાશવાણી કેન્દ્રમાં ઉપનિર્દેશક તરીકે કાર્ય કરે છે. તેઓ જમ્મુ ઍન્ડ કાશ્મીર અકાદમી ઑવ્ આર્ટ, કલ્ચર ઍન્ડ લૅંગ્વેજ…

વધુ વાંચો >

ગૌહર, ગુલામનબી

ગૌહર, ગુલામનબી (જ. 26 જૂન 1934, ચરારી શેરીફ, કાશ્મીર; અ. 19 જૂન 2018, બડગાંવ, જમ્મુ અને કાશ્મીર) : કાશ્મીરી સાહિત્યકાર. આ લેખકની ‘પુન તે પાપ’ નામની કૃતિને ભારતીય સાહિત્ય અકાદમીનો 1988ના વર્ષનો પુરસ્કાર મળ્યો હતો. અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીમાંથી ફારસી સાહિત્યમાં એમ. એ.ની ડિગ્રી મેળવવા ઉપરાંત તેમણે પછી એલએલ.બી.ની ડિગ્રી પણ…

વધુ વાંચો >