કાદિમ અબ્દુલ અહદ

January, 2006

કાદિમ અબ્દુલ અહદ (ઓગણીસમી સદી) : કાશ્મીરી ભક્ત, લેખક, કવિ અને સૂફી સંત. એમણે મહમદ પયગંબર તથા ઇસ્લામી સંતો પ્રત્યે પોતાની પ્રબળ ભક્તિભાવભર્યા શબ્દોમાં ગાઈ છે. કૃષ્ણભક્તોની સંવેદના અને આરજૂ કાદિમનાં કાવ્યોમાં જોવા મળે છે. આત્મસમર્પણ, આંસુઓથી પગ ધોવાની અને વાયુ દ્વારા સન્દેશો પહોંચાડવાની વાત આવ્યા કરે છે. ભાવનાના પ્રાધાન્યને કારણે એમનાં ગીતો હૃદયસ્પર્શી બન્યાં છે.

ચન્દ્રકાન્ત મહેતા