Jurisprudence
દેસાઈ, પ્રબોધ દિનકરરાવ
દેસાઈ, પ્રબોધ દિનકરરાવ (જ. 14 ડિસેમ્બર 193૦, ભરૂચ; અ. 17 મે 2૦૦4) : ખ્યાતનામ ન્યાયવિદ. ભારતની વિવિધ વડી અદાલતોના મુખ્ય ન્યાયમૂર્તિ. તેમના પિતા દિનકરરાવ મુંબઈ રાજ્યના શિક્ષણ, કાયદો અને નાગરિક પુરવઠા મંત્રી હતા. પ્રબોધભાઈએ ભરૂચમાં માધ્યમિક શિક્ષણ લઈ 1946માં મૅટ્રિકની પરીક્ષા પસાર કરી. તેમણે મુંબઈની સેંટ ઝેવિયર્સ કૉલેજ, યુનિવર્સિટી સ્કૂલ…
વધુ વાંચો >દેસાઈ, ભૂલાભાઈ જીવણજી
દેસાઈ, ભૂલાભાઈ જીવણજી (જ. 13 ઑક્ટોબર 1877, ચીખલી, જિ. વલસાડ; અ. 6 મે 1946, મુંબઈ) : પ્રખર ધારાશાસ્ત્રી, સ્વાતંત્ર્યસેનાની, કૉંગ્રેસના નેતા. તેમના પિતા જીવણજી વકીલ હતા અને વકીલાત કરવા વલસાડમાં વસ્યા હતા. ભૂલાભાઈ 1895માં મૅટ્રિકની પરીક્ષા પસાર કરીને મુંબઈમાં એલ્ફિન્સ્ટન કૉલેજમાં જોડાયા. તેમણે બી.એ.ની પરીક્ષા પ્રથમ વર્ગમાં પસાર કરીને વર્ડ્ઝવર્થ…
વધુ વાંચો >દેસાઈ, શંભુપ્રસાદ હરપ્રસાદ
દેસાઈ, શંભુપ્રસાદ હરપ્રસાદ (જ. 6 ઑગસ્ટ 19૦8, ચોરવાડ, જિ. જૂનાગઢ; અ. 3 એપ્રિલ 2૦૦૦, જૂનાગઢ) : ઇતિહાસકાર, જૂનાગઢ રાજ્યના વહીવટદાર અને નિવૃત્ત કલેક્ટર. તેમના પિતાશ્રી પણ જૂનાગઢ રાજ્યના વહીવટદાર હતા. તેઓ નાગર જ્ઞાતિના હતા. શંભુપ્રસાદે માધ્યમિક શિક્ષણ અમદાવાદમાં તથા ઉચ્ચ શિક્ષણ અમદાવાદ અને જૂનાગઢમાં લીધું હતું. તેમણે 1926માં મૅટ્રિકની અને…
વધુ વાંચો >દેસાઈ, સુંદરલાલ ત્રિકમલાલ
દેસાઈ, સુંદરલાલ ત્રિકમલાલ (જ. 26 જાન્યુઆરી 19૦1, મહેમદાવાદ; અ. 12 એપ્રિલ 1992, અમદાવાદ) : ગુજરાતના પહેલા મુખ્ય ન્યાયમૂર્તિ અને વિખ્યાત ધારાશાસ્ત્રી. મુંબઈમાં એલ્ફિન્સ્ટન સ્કૂલ અને એલ્ફિન્સ્ટન કૉલેજમાં શિક્ષણ લીધું. તેમના દાદા રાવબહાદુર રણછોડલાલ દેસાઈ અને પિતા ત્રિકમલાલ દેસાઈ વિખ્યાત ધારાશાસ્ત્રીઓ હતા. સુંદરલાલ પણ એલએલ.બી.નાં બંને વર્ષોમાં પ્રથમ ક્રમે ઉત્તીર્ણ થયા…
વધુ વાંચો >દેસાઈ, હિતેન્દ્રભાઈ કનૈયાલાલ
દેસાઈ, હિતેન્દ્રભાઈ કનૈયાલાલ (જ. 9 ઑગસ્ટ 1915, સૂરત; અ. 12 સપ્ટેમ્બર 1993, અમદાવાદ) : ગુજરાત રાજ્યના ભૂતપૂર્વ મુખ્યમંત્રી. પિતા કનૈયાલાલ જમીનદાર. તેઓ વ્યવહારજગતમાં કાનજીભાઈને નામે ઓળખાતા અને માતા માલવિકાબહેન રાધાબહેનના નામે ઓળખાતાં. ચાર સંતાનોમાં હિતેન્દ્રભાઈ સૌથી નાના. બાળપણમાં એ ક્રિકેટના શોખીન. ફાસ્ટ બૉલર તરીકે માન પામેલા. કાનજીભાઈનું આખું કુટુંબ દેશપ્રેમી…
વધુ વાંચો >ધ્રુવ, હરિલાલ હર્ષદરાય
ધ્રુવ, હરિલાલ હર્ષદરાય (જ. 10 મે 1856, બહિયેલ, સાબરકાંઠા; અ. 29 જૂન 1896) : ગુજરાતના એક સમર્થ વિદ્વાન. તેઓ કવિ, અનુવાદક, સંશોધક, પુરાતત્વવિદ અને સંપાદક હતા. 1870માં મૅટ્રિક, 1873માં બી.એ. થયા. 1880માં એલએલ.બી. 1881થી ’84 સુધી શિક્ષક. 1884થી સૂરતમાં વકીલાત. વડોદરામાં ડિસ્ટ્રિક્ટ ઍન્ડ સેશન્સ જજ. પુરાતત્વવિષયક સંશોધનલેખોને લીધે 1889માં સ્ટૉકહોમની…
વધુ વાંચો >નકારનું પ્રમાણપત્ર (protest)
નકારનું પ્રમાણપત્ર (protest) : હૂંડી/વિનિમયપત્ર (bill of exchange) કે વચનપત્ર(promissory note)ના અસ્વીકારની નોંધ કરી તે અંગે નોટરીએ આપેલું પ્રમાણપત્ર. હૂંડી/વિનિમયપત્ર એટલે એવો સંલેખ કે જેમાં તે લખનારે કોઈ ચોક્કસ વ્યક્તિને કે તેવી વ્યક્તિના હુકમ અનુસાર અથવા તે લેખ રજૂ કરનારને ચોક્કસ રકમ ચૂકવવા અન્ય ચોક્કસ વ્યક્તિને ઉદ્દેશીને બિનશરતી હુકમ કરી…
વધુ વાંચો >નહેરુ (નેહરુ), મોતીલાલ
નહેરુ (નેહરુ), મોતીલાલ (જ. 6 મે 1861, આગ્રા; અ. 6 ફેબ્રુઆરી 1931, અલ્લાહાબાદ) : પ્રસિદ્ધ ધારાશાસ્ત્રી, સ્વાતંત્ર્યસેનાની અને ભારતના અગ્રણી રાજપુરુષ. પિતા ગંગાધર 1857ના બળવા પહેલાં દિલ્હીના કોટવાલ હતા. ત્યાંથી આગ્રા સ્થળાંતર કર્યું. મોતીલાલના જન્મના ત્રણ મહિના અગાઉ પિતાનું અવસાન થવાથી મોટા ભાઈ નંદલાલ સાથે અલ્લાહાબાદ રહેવા ગયા. મૅટ્રિક પાસ…
વધુ વાંચો >નાકાબંધી
નાકાબંધી : યુદ્ધમાં સંડોવાયેલા દેશનાં યુદ્ધજહાજો દ્વારા શત્રુના કિનારા પરના બંદરમાં અન્યનો પ્રવેશ તથા ત્યાંથી બહાર થતા પ્રસ્થાનને અટકાવવા માટે કરાતી યુદ્ધની કાર્યવાહી. તે લશ્કરી અથવા વ્યાપારી બંને પ્રકારના હેતુ માટે હાથ ધરવામાં આવે છે. લશ્કરી નાકાબંધી સામાન્ય રીતે વિશિષ્ટ લશ્કરી હેતુ સિદ્ધ કરવા માટે હાથ ધરવામાં આવી હોય છે;…
વધુ વાંચો >નાગરિકતા
નાગરિકતા : દેશના બંધારણમાં ઉલ્લિખિત અથવા પરંપરાથી સ્વીકૃત અધિકારો અને ફરજો ધરાવતી વ્યક્તિને અપાતો કાયદાકીય દરજ્જો. સામાન્ય રીતે દેશમાં જન્મેલ વ્યક્તિ આપોઆપ ત્યાંની નાગરિક બને છે, જોકે તેના પણ ઘણા અપવાદો હોય છે. દરેક નાગરિક દેશને વફાદાર રહેવા અને તેના કાયદાઓનું પાલન કરવા બંધાયેલ હોય છે. તેની સામે રાજ્ય તેનાં…
વધુ વાંચો >