Industries

સી.પી.એમ. (CPM – critical path method)

સી.પી.એમ. (CPM – critical path method) : આલોચક માર્ગપદ્ધતિ. જે પરિયોજના પૂર્ણ કરવાનો સમય અગાઉથી નિ:શંક જ્ઞાત છે તેને કુશળતાપૂર્વક પૂરી પાડવા માટેનું વિશ્લેષણાત્મક માળખું. ધંધાકીય એકમનું ભાવિ આયોજન અને અંકુશ પર આધારિત છે. આયોજન ભવિષ્યમાં અને અંકુશ ભૂતકાળમાં જુએ છે. એ બેની વચ્ચે ધંધાકીય એકમની પ્રવૃત્તિઓ હોય છે. આયોજન…

વધુ વાંચો >

સુમતિ મોરારજી

સુમતિ મોરારજી (જ. 13 માર્ચ, 1909, મુંબઈ; અ. 27 જૂન, 1998, મુંબઈ) : ભારતીય વહાણવટા વિકાસનાં પ્રણેત્રી અને તે ક્ષેત્રમાં વિશ્વભરમાં એકમાત્ર સફળ મહિલા વહીવટદાર. ગર્ભશ્રીમંત શેઠશ્રી મથુરદાસ ગોકળદાસના કુટુંબમાં જન્મ. છ ભાઈઓ વચ્ચેનું આ સાતમું સંતાન. સુમતિએ ખાનગી શિક્ષકો દ્વારા ઘેર રહીને જ શિક્ષણ પ્રાપ્ત કર્યું હતું. અતિતીવ્ર ગ્રહણશક્તિના…

વધુ વાંચો >

સેવા-ઉદ્યોગો

સેવા-ઉદ્યોગો વસ્તુનું ઉત્પાદન, તેના પર પ્રક્રિયા કે વિનિમય સિવાયની ફક્ત સેવા દ્વારા આર્થિક ઉપાર્જનની પ્રવૃત્તિ; દા.ત., દૂરસંચાર, સંદેશાવ્યવહાર, માહિતી તકનીકી (I.T.), બૅંકો, વીમો, મૂડીબજાર, પ્રવાસન, મનોરંજન, શિક્ષણ, સુખાકારી, કાનૂની સેવા વગેરે. આ પ્રકારની સેવાઓમાં શારીરિક શ્રમને બદલે માનસિક કાર્ય વધુ રહે છે. તેથી ક્વચિત્ તે જ્ઞાન-ઉદ્યોગો તરીકે પણ ઓળખાય છે.…

વધુ વાંચો >

હરાજી (લીલામ)

હરાજી (લીલામ) : અનેક ખરીદનારાઓની હાજરીમાં નિયત ન્યૂનતમ ભાવથી વેચાણપાત્ર ચીજ કે ચીજો વેચવાની જાહેરાત કરીને સૌથી વધારે બોલી બોલનારને તે વેચી દેવાની પ્રક્રિયા. હરાજી દ્વારા વેચાણની વ્યવસ્થા કરનાર તેમજ તે માટે બોલી બોલાવનાર હરાજી કરનાર તરીકે ઓળખાય છે. હરાજી કરવાનો સૌથી પહેલો નિર્ણય વેચનાર કરે છે. પોતાની ચીજ અથવા…

વધુ વાંચો >

હવાઈ વહનપત્ર (air consignment note Air waybill)

હવાઈ વહનપત્ર (air consignment note, Air waybill) : હવાઈ માર્ગે માલ મોકલનારે (પ્રેષક) માલની સોંપણી માલગ્રહણ કરનાર(પ્રેષિત)ને સરળતાથી થાય તે માટે કરી આપેલો દસ્તાવેજ. રેલવે, ભારખટારા, જહાજ અને વિમાન દ્વારા માલ મોકલીને વ્યાપાર-ધંધો કરવામાં આવે છે. આંતરિક વ્યાપાર મહદ્અંશે માર્ગ-વ્યવહાર દ્વારા થાય છે, જ્યારે આંતરરાષ્ટ્રીય વ્યાપાર મહદ્અંશે દરિયાઈ અને હવાઈ…

વધુ વાંચો >

હાથીદાંતનો હુન્નર

હાથીદાંતનો હુન્નર : હાથીદાંત પર કોતરણીયુક્ત કૃતિઓનું સર્જન અને વ્યાપાર. હાથીદાંત પરનું કોતરકામ ભારતમાં ઘણા પ્રાચીન કાળથી જાણીતું હતું. હડપ્પા સભ્યતાના ખોદકામોમાંથી પણ હાથીદાંત પરની કોતરણીના અનેક નમૂનાઓ મળ્યા છે. ભારતમાં હાથીદાંત પર કોતરણી કરનાર વર્ગને ‘દંતકાર’, ‘દંતઘાટક’ વગેરે નામે ઓળખવામાં આવતો. વાત્સ્યાયન કામસૂત્રમાં કાલિદાસ અને માઘની કૃતિઓમાં હાથીદાંતનાં રમકડાંનો…

વધુ વાંચો >