History of India

વિદિશા

વિદિશા : મધ્યપ્રદેશના પશ્ચિમ-મધ્યભાગમાં આવેલો જિલ્લો અને તે જ નામ ધરાવતું જિલ્લામથક. ભૌગોલિક સ્થાન : તે આશરે 23° 20´થી 24° 15´ ઉ. અ. અને 77° 15´થી 78° 15´ પૂ. રે. વચ્ચેનો 7,371 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. આ જિલ્લો ભોપાલ મહેસૂલ વિભાગમાં આવેલો છે. તેની ઉત્તર, વાયવ્ય અને પશ્ચિમ…

વધુ વાંચો >

વિદેહ

વિદેહ : ‘ઐતરેય બ્રાહ્મણ’માં જણાવ્યા પ્રમાણે હિંદના પૂર્વીય પ્રદેશોમાં આવેલ રાજ્ય. એની સરહદ ‘સદાનીરા’ નદી (ગ્રીકોએ જેને ‘કોન્ડોચેટસ’ નદી તરીકે ઓળખાવી છે એ વર્તમાન ‘ગંડક’ નદી) સુધી હતી. પ્રાચીન વિદેહ રાજ્ય અર્વાચીન તિરહૂત પ્રદેશની જગ્યાએ આવેલું હતું. હાલના ઉત્તર બિહાર અને એની નજીકના વિસ્તારનો એમાં સમાવેશ થતો હતો. ‘મિથિલા’ (નેપાળની…

વધુ વાંચો >

વિદ્યાસાગર, ઈશ્વરચંદ્ર

વિદ્યાસાગર, ઈશ્વરચંદ્ર (જ. 26 સપ્ટેમ્બર 1820, વીરસિંહ ગામ, જિ. મિદનાપોર, પશ્ચિમ બંગાળ; અ. 29 જુલાઈ 1891) : કેળવણીકાર, સમાજસુધારક, દાનવીર અને લેખક. ઈશ્વરચંદ્રનો જન્મ ઠાકુરદાસ બંદ્યોપાધ્યાય નામના ગરીબ બ્રાહ્મણને ત્યાં થયો હતો. તેમની માતાનું નામ ભગવતીદેવી હતું. તેમણે શરૂમાં પાઠશાળામાં અભ્યાસ કર્યા બાદ, 1829માં કોલકાતાની સંસ્કૃત કૉલેજમાં દાખલ થયા. તેમાં…

વધુ વાંચો >

વિનાયકપાલ-1

વિનાયકપાલ-1 (શાસનકાળ : ઈ. સ. 912  આશરે 942) : રાજસ્થાનના પ્રતિહાર વંશનો દસમી સદીમાં થયેલો રાજા. પ્રતિહારો રામના ભાઈ અને પ્રતિહાર લક્ષ્મણના વંશજો હોવાનો દાવો કરે છે. ઈ. સ. સાતમી સદીમાં આબુ પર્વતની વાયવ્યમાં 80 કિમી. ઉપર આવેલા ભિન્નમાળથી માંડી રાજસ્થાનના મોટા ભાગ પર પ્રતિહારો શાસન કરતા હતા. રાજા મહેન્દ્રપાલને…

વધુ વાંચો >

વિરાટનગર

વિરાટનગર : પ્રાચીન સમયમાં મત્સ્યદેશની રાજધાની. વિરાટ નામનાં બે સ્થળો છે : (1) ઉત્તરમાં, (2) દક્ષિણમાં. ઉત્તરમાં દિલ્હીથી 105 માઈલ દક્ષિણમાં આવેલ બૈરત એ જ વિરાટ હોવાનું મનાય છે, જ્યારે દક્ષિણમાં બેલારીક્ષેત્ર વિરાટ તરીકે ઓળખાતું હતું. ગુજરાતમાં અમદાવાદ જિલ્લામાં આવેલ ધોળકાનું પ્રાચીન નામ વિરાટનગર હતું. દક્ષિણમાં સતારા જિલ્લામાં વાઈનગર પ્રાચીન…

વધુ વાંચો >

વિલ્સન, જેમ્સ

વિલ્સન, જેમ્સ : વાઇસરૉયની કારોબારી સમિતિનો પ્રથમ નાણાકીય બાબતોના સભ્ય – બ્રિટિશ ભારતના પ્રથમ નાણામંત્રી. તેમની નિમણૂક ઈ. સ. 1859માં કરવામાં આવી; પરંતુ નવ મહિના કામ કર્યા બાદ અચાનક તેઓ અવસાન પામ્યા. નાણાકીય બાબતોના તેઓ નિષ્ણાત વ્યવસ્થાપક હતા. તેથી તેમણે ભારતમાં નાણાકીય વહીવટની પુનર્વ્યવસ્થા કરી, અર્થવ્યવસ્થાને નિશ્ચિત રૂપ આપ્યું. તેમણે…

વધુ વાંચો >

વિલ્સન, હૉરેસ હેમન

વિલ્સન, હૉરેસ હેમન : અંગ્રેજ ઇતિહાસકાર, પ્રાચ્ય સંસ્કૃતિ-પ્રેમી તથા સંસ્કૃત ભાષાવિદ. ઈ. સ. 1816થી 1832 સુધી તેઓ કોલકાતાની ટંકશાળમાં કામ કરતા હતા અને બંગાળ રૉયલ એશિયાટિક સોસાયટીના સચિવ(સેક્રેટરી)ના હોદ્દા પર બાવીસ વર્ષ (1811-1833) સેવા આપી હતી. લોકોનાં નાણાંનો ઉપયોગ માત્ર પશ્ચિમનું શિક્ષણ આપવા માટે કરવામાં આવે તેવી મેકૉલેની નીતિના તેઓ…

વધુ વાંચો >

વિષ્ણુકુંડી વંશ

વિષ્ણુકુંડી વંશ : આંધ્ર પ્રદેશમાં ઈસવી સનની પાંચમીથી સાતમી શતાબ્દી દરમિયાન વિઝાગાપટમ્, ગોદાવરી, કૃષ્ણા અને ગંતુર જિલ્લાઓના વિસ્તારમાં શાસન કરનાર રાજવંશ. આ વંશના રાજાઓ તેમના સીલ ઉપર પ્રતીક તરીકે સિંહને દર્શાવતા હતા. તેઓ શ્રીશૈલ પર્વત ઉપર આવેલ મંદિરની દેવીને પોતાની કુળદેવી માનતા હતા. પાંચમી સદીની મધ્યમાં તે રાજવંશ સત્તા પર…

વધુ વાંચો >

વિષ્ણુવર્ધન

વિષ્ણુવર્ધન : ઈ. સ. 1110થી 1141 દરમિયાન માયસોર વિસ્તારના કન્નડ પ્રદેશમાં શાસન કરતો દ્વારસમુદ્રનો હોયસળ વંશી રાજા. તે મૂળમાં જૈનધર્માવલંબી હતો પરંતુ રામાનુજાચાર્યના પ્રભાવથી તેણે વૈષ્ણવ ધર્મ અંગીકાર કર્યો. રાજાનું મૂળ નામ વિહિદેવ હતું. વૈષ્ણવી દીક્ષા લીધા પછી પોતાનું નામ બદલીને વિષ્ણુવર્ધન રાખ્યું. બાંધકામપ્રિય રાજાએ તેના શાસનકાળ દરમિયાન નોંધપાત્ર દેવાયલો…

વધુ વાંચો >

વીતહવ્ય

વીતહવ્ય : હૈહય વંશનો એક રાજા જે કાર્તવીર્ય અર્જુનનો પ્રપૌત્ર હતો. પરશુરામે ક્ષત્રિય-સંહાર શરૂ કર્યો ત્યારે તે હિમાલયની એક ગુફામાં સંતાઈ ગયો હતો. પરશુરામના સંહારનું કાર્ય બંધ થયા પછી તે બહાર આવ્યો અને તેણે માહિષ્મતી નામની નગરી વસાવી. વીતહવ્યને દસ પત્નીઓ અને સો પુત્રો હતાં. તેણે કાશીરાજ દિવોદાસ સહિત અનેક…

વધુ વાંચો >