History of India

બાબી વંશ

બાબી વંશ : એ નામનો ગુજરાતનો રાજવંશ. અફઘાનિસ્તાનનો વતની બાબી વંશનો આદિલખાન હુમાયૂંની સાથે ભારતમાં આવ્યો હતો. તેના પૌત્ર બહાદુરખાનને અકબરે શિરોહીની જાગીર આપી હતી. તેના પુત્ર જાફરખાનને 1694માં મુઘલ બાદશાહ ઔરંગઝેબે ‘સફદરખાન’નો ઇલકાબ તથા ઉત્તર ગુજરાતના ફોજદારનો હોદ્દો આપ્યો હતો. તેના પુત્ર શેરખાને કેટલોક સમય જૂનાગઢના નાયબ ફોજદારનો હોદ્દો…

વધુ વાંચો >

બારગુંડા

બારગુંડા : મધ્યપ્રદેશમાં મુખ્યત્વે રતલામ જિલ્લામાં રહેતા લોકોની એક જાતિ. તેને બરગુંડા પણ કહે છે. તેઓ ઇન્દોર, ઉજ્જૈન, ભોપાલ વગેરે ઠેકાણે પણ રહે છે. તેઓ તમિળ ભાષાને મળતી ભાષા બોલે છે અને તામિલનાડુમાંથી આ તરફ આવ્યા છે, એવો એક મત છે. તે એક વિચરતી જાતિ છે અને તેમને પોતાના મૂળ…

વધુ વાંચો >

બારબોસા, ડ્યુઆર્તે

બારબોસા, ડ્યુઆર્તે : 16મી સદીમાં દક્ષિણ ભારતમાં વહીવટ કરનાર ફિરંગી અમલદાર અને પ્રવાસી. તેણે દક્ષિણ ભારતમાં કોચીન જેવાં કેટલાંક સ્થળોએ ઈ.સ. 1500થી 1517 દરમિયાન વહીવટ કર્યો હતો. તેણે પૉર્ટુગલમાં પાછા ફરીને હિંદી મહાસાગરના કિનારા પર આવેલા દેશો અને લોકો વિશે માહિતી આપતો પ્રવાસગ્રંથ લખ્યો હતો. તેનો ગ્રંથ ‘ધ બુક ઑવ્…

વધુ વાંચો >

બાર્હદ્રથ વંશ

બાર્હદ્રથ વંશ : મગધના નામાંકિત રાજવી બૃહદ્રથનો વંશ. યયાતિના પુત્ર પુરુના વંશમાં અને પરીક્ષિતના ભાઈ સુધન્વાના વંશમાં વસુ નામે સમ્રાટ થયા. વસુ ઉપરિચર ચૈદ્ય (ચેદિરાજ) તરીકે ઓળખાતા. એમના પુત્રોએ મગધ, કૌશાંબી, કારૂષ, ચેદિ અને મત્સ્ય પ્રદેશમાં રાજ્ય સ્થાપ્યાં. વસુએ મગધનું પાટનગર ગિરિવ્રજ સ્થાપ્યું હોવાનું કહેવાય છે. બૃહદ્રથ વસુ ઉપરિચરના પુત્ર…

વધુ વાંચો >

બાર્હસ્પત્ય સંવત્સર ચક્ર – બાર વર્ષનું અને સાઠ વર્ષનું

બાર્હસ્પત્ય સંવત્સર ચક્ર – બાર વર્ષનું અને સાઠ વર્ષનું : બૃહસ્પતિ ગ્રહ પોતાનું પરિક્રમણ 12 સૌર વર્ષે પૂરું કરે છે. એમાં એ દર રાશિમાં લગભગ એક વર્ષ રહે છે. આ પરથી 12 બાર્હસ્પત્ય સંવત્સરોનું ચક્ર પ્રચલિત થયું. બૃહસ્પતિ સૂર્ય સમીપ જતાં અસ્ત પામે છે; જ્યારે સૂર્ય (25થી 31 દિવસ બાદ)…

વધુ વાંચો >

બાળાજી બાજીરાવ

બાળાજી બાજીરાવ (જ. 12  ડિસેમ્બર, 1721, અ. 23 જૂન, 1761 પુણે, મહારાષ્ટ્ર) : મરાઠી પેશવા, કુશળ વહીવટકર્તા. પેશવા બાજીરાવ પહેલાનું અવસાન થતાં એના સૌથી મોટા પુત્ર બાળાજી બાજીરાવ(ઊર્ફે બાળાજી બીજો ઊર્ફે નાનાસાહેબ)ને છત્રપતિ શાહુએે પેશવા તરીકે નીમ્યો. તેણે પિતા અને કાકા ચીમનાજીની દેખરેખ હેઠળ યુદ્ધનીતિ અને રાજનીતિનું શિક્ષણ મેળવ્યું હતું.…

વધુ વાંચો >

બાળાજી વિશ્વનાથ

બાળાજી વિશ્વનાથ : જુઓ પેશ્વા

વધુ વાંચો >

બિઠૂર

બિઠૂર : ઉત્તરપ્રદેશમાં કાનપુર પાસેનો એક કસબો. પ્રાચીન કાળમાં તે ઉત્પલારણ્ય કહેવાતું હતું. બ્રહ્માએ પ્રજાની ઉત્પત્તિની ઇચ્છાથી આ સ્થળે યજ્ઞ કર્યો હતો અને બ્રહ્મેશ્વર મહાદેવની સ્થાપના કરી હતી. આ યજ્ઞ દ્વારા પ્રાપ્ત કરેલી સિદ્ધિ વડે તેમણે મનુ અને શતરૂપાને ઉત્પન્ન કર્યાં. બ્રહ્માએ અહીં યજ્ઞ કર્યો તેથી આ સ્થળ ‘બ્રહ્માવર્ત’ કહેવાયું.…

વધુ વાંચો >

બિદર

બિદર : કર્ણાટક રાજ્યના છેક ઈશાન કોણમાં આવેલો જિલ્લો અને તે જ નામ ધરાવતું જિલ્લામથક. ભૌગોલિક સ્થાન : તે 17° 35´થી 18° 25´ ઉ. અ. અને 76° 42´થી 77° 39´ પૂ. રે. વચ્ચેનો 5,448 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. વિસ્તાર અને વસ્તીના સંદર્ભમાં રાજ્યના નાના ગણાતા જિલ્લાઓ પૈકીનો તે…

વધુ વાંચો >

બિલાસપુર (હિ. પ્ર.)

બિલાસપુર (હિ. પ્ર.) : હિમાચલ પ્રદેશમાં આવેલો જિલ્લો તથા તે જ નામ ધરાવતું જિલ્લામથક. ભૌગોલિક સ્થાન : 31° 12´ 30´´થી 31° 35´ 30´´ ઉ. અ. અને 76° 23´ 45´´થી 76° 55´ 40´´ પૂ. રે. વચ્ચેનો 1,167 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. જિલ્લાનું ઉત્તર-દક્ષિણ મહત્તમ અંતર 42 કિમી. અને પૂર્વ-પશ્ચિમ…

વધુ વાંચો >