History of Gujarat

દરિયાખાનનો રોજો

દરિયાખાનનો રોજો : ગુજરાતમાં સલ્તનતકાળ દરમિયાન બંધાયેલો અમદાવાદ ખાતે આવેલો ભવ્ય રોજો. ગુજરાતના સુલતાન મહમૂદશાહ બેગડાના પ્રસિદ્ધ અમીર દરિયાખાને ઈ. સ. 1453માં અમદાવાદમાં પોતાને માટે જે રોજો બનાવેલો તે દરિયાખાનનો રોજો. તે મુખ્યત્વે દરિયાખાનના ઘુંમટ તરીકે ખ્યાતિ પામ્યો છે. ગુજરાતમાં આ ઘુંમટની ગણતરી મોટામાં મોટા ઘુંમટ તરીકે થાય છે. સમગ્ર…

વધુ વાંચો >

દવે, છેલશંકર

દવે, છેલશંકર (જ. 16 ઑક્ટોબર 1889, સુરેન્દ્રનગર; અ. 1956, રાજકોટ) : સૌરાષ્ટ્રના બહારવટિયાઓને હરાવનાર શૂરવીર પોલીસ અધિકારી, નેકદિલ દેશભક્ત. તેમના પિતા જયકૃષ્ણ ભાણજી દવે અને માતા રંગબા. 18 વર્ષની ઉંમરે ધ્રાંગધ્રા રાજ્યમાં પોલીસદળમાં  કારકિર્દીનો આરંભ. તાલીમ મેળવીને તેઓ અશ્વવિદ્યા તથા નિશાનબાજીમાં પારંગત થયા. તેમણે લોકો પર ત્રાસ ગુજારતા જત બહારવટિયાઓ…

વધુ વાંચો >

દીવ

દીવ : સૌરાષ્ટ્ર દીપકલ્પની દક્ષિણે આવેલો કેન્દ્રશાસિત પ્રદેશ. ગુજરાત અને પશ્ચિમ ભારતનું પ્રાચીન સમયનું પ્રમુખ બંદર અને આ જ નામ ધરાવતો ટાપુ. તેનું નામ સંસ્કૃત શબ્દ ‘દ્વીપ’ (બેટ) ઉપરથી અપભ્રંશ થઈને ‘દીવ’ પડ્યું છે. આ ટાપુ સૌરાષ્ટ્રના દક્ષિણ કિનારે અરબી સમુદ્રમાં 20° 42’ ઉ. અ. અને 70° 59’ પૂ. રે.…

વધુ વાંચો >

દીવાન, અમરજી કુંવરજી નાણાવટી

દીવાન, અમરજી કુંવરજી નાણાવટી (જ. 1744, માંગરોળ; અ. 6 માર્ચ 1784, જૂનાગઢ) : જૂના જૂનાગઢ રાજ્યના બાહોશ દીવાન. તેમનો જન્મ નાગર જ્ઞાતિમાં થયો હતો. તેમના પિતા તથા પૂર્વજો મુત્સદ્દીઓ હતા. માત્ર 18 વર્ષની વયે અમરજી જૂનાગઢ આવ્યા અને નવાબ મહોબતખાન પાસે નોકરી માગી. નવાબને આરબ સૈનિકોએ નજરકેદ કરેલા. તેમણે કહ્યું…

વધુ વાંચો >

દીવાન, જીવણલાલ હરિપ્રસાદ

દીવાન, જીવણલાલ હરિપ્રસાદ (જ. 27 માર્ચ 1877, અમદાવાદ; અ. 18 ડિસેમ્બર 1952, અમદાવાદ) : સ્વાતંત્ર્યસૈનિક. કૉંગ્રેસ આગેવાન અને કેળવણીકાર. જીવણલાલે 1899માં બી. એ.ની પરીક્ષા પસાર કરી, ગુજરાત કૉલેજમાં દક્ષિણા ફેલો તરીકે કામ કર્યું. જૂન, 1901માં સૂરતની સરકારી હાઈસ્કૂલમાં શિક્ષક બન્યા. ત્યાંથી અમદાવાદ બદલી થયા બાદ 1906માં એમ.એ. થયા. 1908માં પ્રોપ્રાયટરી…

વધુ વાંચો >

દીવાન, રણછોડજી અમરજી નાણાવટી

દીવાન, રણછોડજી અમરજી નાણાવટી (જ. 2 ઑક્ટોબર 1768, જૂનાગઢ; અ. 12 ફેબ્રુઆરી, 1841) : જૂના દેશી રાજ્ય જૂનાગઢના દીવાન. દીવાન રણછોડજીનો જન્મ યુદ્ધવીર દીવાન અમરજી જ્યારે તેમની કારકિર્દીની પરાકાષ્ઠાએ હતા ત્યારે થયો હતો. તેમનાથી પાંચ વર્ષ મોટા ભાઈ રઘુનાથજી તથા પાંચ વર્ષ નાના ભાઈ દલપતરામ હતા. પ્રતાપી પિતાની છત્રછાયામાં તેમણે…

વધુ વાંચો >

દુર્લભરાજ

દુર્લભરાજ : અગિયારમી સદીમાં ગુજરાતના સોલંકી (ચાલુક્ય) વંશનો ચોથો રાજવી અને ચામુંડરાજનો બીજો પુત્ર. પોતાના જ્યેષ્ઠપુત્ર વલ્લભરાજનું અચાનક અવસાન થતાં ચામુંડરાજે દુર્લભરાજનો ઈ. સ. 1010માં રાજ્યાભિષેક કર્યો અને પોતે તીર્થવાસ કર્યો. દુર્લભરાજે લાટ પર આક્રમણ કરી માળવાના કીર્તિરાજ પાસેથી ઈ. સ. 1018માં લાટ પ્રદેશ જીતી લીધો. તેમ છતાં પરમાર ભોજે…

વધુ વાંચો >

દેવગઢબારિયા

દેવગઢબારિયા : દાહોદ જિલ્લાનો તાલુકો, તાલુકામથક અને આઝાદી પૂર્વેનું દેશી રાજ્ય. ખીચી ચૌહાણ વંશના ડુંગરસિંગે એક ટેકરી ઉપર કુલદેવતાની સ્થાપના કરી હતી અને તે ટેકરી નજીક નગર વસાવ્યું હતું, જે દેવગઢ તરીકે ઓળખાતું હતું. અહીં બારૈયાની વસ્તી વધારે હોવાથી આ નગર દેવગઢબારિયા તરીકે જાણીતું થયું. તે 22° 42´ ઉ. અ.…

વધુ વાંચો >

દેવભૂમિ દ્વારકા

દેવભૂમિ દ્વારકા : સૌરાષ્ટ્રની પશ્ચિમ છેડે આવેલો જિલ્લો. ભૌગોલિક સ્થાન : 22° 15´ ઉ. અ. અને 68° 58´ પૂ. રે.ની આજુબાજુનો વિસ્તાર. આ જિલ્લાની ઉત્તરે, પશ્ચિમે અને દક્ષિણે અરબી સમુદ્ર તથા પૂર્વ તરફ જામનગર જિલ્લો આવેલા છે. 2013ની 15 ઑગસ્ટે જામનગર જિલ્લાનું વિભાજન કરીને આ જિલ્લાની રચના કરવામાં આવી છે.…

વધુ વાંચો >

દેવળદેવી

દેવળદેવી : ગુજરાતના વાઘેલા રાજવી કર્ણદેવની પુત્રી. કર્ણદેવે ઈ. સ. 1304માં ગુજરાતની ગાદી ગુમાવ્યા બાદ દેવગિરિના યાદવરાજ રામચંદ્રનો આશ્રય સ્વીકાર્યો અને તે ખાનદેશના નંદરબાર જિલ્લાના બાગલાણના કિલ્લામાં રહ્યો. ત્યાં તેણે નાનકડું રાજ્ય જમાવ્યું. તેની બે પુત્રીઓ પૈકી નાની દેવળદેવી તેની સાથે હતી. કમળાદેવી કે કૌલાદેવીથી દેવળદેવી ચાર વરસની વયે છૂટી…

વધુ વાંચો >