Gujarati literature

‘જટિલ’ દવે જીવણરામ લક્ષ્મીરામ

‘જટિલ’ દવે જીવણરામ લક્ષ્મીરામ : (જ. –; અ. 1901) : ગુજરાતી કવિ, વિવેચક. બ. ક. ઠાકોર પ્રમાણે તેમનું નામ જીવરામ, પછીથી જીવણરામ લખતા થયા. દવેને બદલે સહીમાં દ્વિવેદી પણ કોઈ વાર લખતા. વતન : મહુવા (સૌરાષ્ટ્ર). મુખ્યત્વે તેઓ ભાવનગર અને મહુવાની શાળાઓમાં શિક્ષક અને મુખ્યશિક્ષક હતા. કલાપી(1874-1900)ના પરિચય પછી કલાપીના…

વધુ વાંચો >

જનમટીપ (1944)

જનમટીપ (1944) : ઈશ્વર પેટલીકર (1916–1983)ની ગ્રામજીવનની કીર્તિદા કૃતિ. ‘જનમટીપ’ શ્રમજીવી ઠાકરડા કોમનાં પાત્રોના સંઘર્ષ અને નાયક-નાયિકાના ચિત્તના આંતરસંઘર્ષની કથા છે. એના મુખ્ય ઘટકો આ પ્રમાણે છે : સાંઢ નાથવાને કારણે ચંદા લોકમાનસમાં દ્વિવિધ સંચલનો જગવે છે. એની નામના વધે છે અને સગાઈ તૂટી જાય છે. ચંદાની વીરતા જેને સ્પર્શી…

વધુ વાંચો >

જનાન્તિકે (1965)

જનાન્તિકે (1965) : સુરેશ જોષીએ 1955થી 1964 સુધીના સમયગાળામાં લખેલા લલિત નિબંધોનો સંગ્રહ. લલિત નિબંધનું જનાન્તિક રૂપ અહીં તેની સર્વ તરલતા સાથે પ્રકટતું જણાય છે. કેટલાંક સત્યો આવાં જનાન્તિક ઉચ્ચારણને અંતે જ પૂરું રૂપ પામતાં હોય છે. તર્ક અને તત્વના બે પાટા પરની એની દોડ વ્યવસ્થિત અને ઝડપી બને ખરી,…

વધુ વાંચો >

જયભિખ્ખુ (દેસાઈ, બાલાભાઈ વીરચંદ)

જયભિખ્ખુ (દેસાઈ, બાલાભાઈ વીરચંદ) (જ. 26 જૂન 1908, વીંછિયા, જિ. રાજકોટ; અ. 24 ડિસેમ્બર 1969, અમદાવાદ) : અન્ય ઉપનામ — ‘ભિક્ષુ સાયલાકર’. ‘વીરકુમાર’, ‘મુનીન્દ્ર’. વીસા શ્રીમાળી જૈન. માતા પાર્વતીબહેન, પિતા વીરચંદભાઈ, પત્ની વિજયાબહેન, પુત્ર કુમારપાળ દેસાઈ. પિતાશ્રી વરસોડામાં કારભારી હતા. પ્રાથમિક શિક્ષણનો પ્રારંભ થયો વીંછિયામાં. પછી બોટાદ અને ઉત્તર ગુજરાતના…

વધુ વાંચો >

જય સોમનાથ

જય સોમનાથ : ગુજરાતી સાહિત્યકાર કનૈયાલાલ માણેકલાલ મુનશી(1887–1971)ની ઐતિહાસિક નવલકથા. મહમદ ગઝની 1026માં સોમનાથ ઉપર આક્રમણ કરે છે. આંતરિક કલહમાં સબડતા ગુજરાતના રાજપૂત રાજાઓ તેને ખાળી શકતા નથી. અણહિલવાડ પાટણનો સોલંકી રાજા ભીમદેવ અને સૌરાષ્ટ્ર-કચ્છના ગણ્યાગાંઠ્યા રાજાઓ મળીને સોમનાથમાં જ મહમદ ગઝનીને ખાળવાનો પ્રયત્ન કરે છે. બાણાવળી ભીમદેવનો પ્રથમ વિજય…

વધુ વાંચો >

જયા અને જયંત (1914)

જયા અને જયંત (1914) : ન્હાનાલાલ દલપતરામરચિત ત્રિઅંકી નાટક. તેમાં 20 પ્રવેશો છે. આત્મલગ્ન અને નૈષ્ઠિક બ્રહ્મચર્યનો આદર્શ, વિશિષ્ટ ડોલનશૈલીનો કરેલો સફળ અને સમર્થ વિનિયોગ અને ભાવનાપ્રધાન નાટક (lyrical play) તરીકેનું એનું અરૂઢ છતાં આકર્ષક સ્વરૂપ – આ બધાંને લીધે એ જમાનામાં આ કૃતિ સફળ થયેલી. નાટકનું કથાવસ્તુ ઉત્પાદ્ય (કાલ્પનિક)…

વધુ વાંચો >

જશુમતી કંકુવતી

જશુમતી કંકુવતી : ગુજરાતી નાટ્યસંગ્રહ. ‘બારાડીનાં બે નાટકો’ (1984) અંતર્ગત પ્રગટ થયેલું, 1980માં લખાયેલું ને 1982માં ભજવાયેલું દ્વિઅંકી નાટક. તેની રચના વનવેલી છંદમાં થયેલી છે. તે શોષણલક્ષી સામાજિક જીવનરીતિને પ્રતીકાત્મક રીતે નિરૂપે છે. મુગ્ધ કિશોરી જશુમતીને વય પ્રાપ્ત થતાં પરણાવી દેવાય છે ત્યાંથી શરૂ થતું શોષણ મુખ્યત્વે એને, ગૌણ ભાવે…

વધુ વાંચો >

જંગલ જીવી ગયું રે લોલ

જંગલ જીવી ગયું રે લોલ : ગુજરાતી બાળનાટક. ગુજરાતી સાહિત્ય પરિષદે પ્રથમ વાર આ બાળનાટક પ્રસિદ્ધ કર્યું અને પછી 1993માં અસાઇત સાહિત્ય સભાએ ‘ઇન્દુ પુવારનાં બાળનાટકો’ પુસ્તક પ્રસિદ્ધ કર્યું એમાં આ નાટકનો પણ સમાવેશ કરવામાં આવ્યો. કોઈ પણ પ્રકારનો સીધો બોધ આપવાની રીત અમલમાં મૂક્યા વિના પર્યાવરણની વાત બળકટ રીતે…

વધુ વાંચો >

જાગુષ્ટે, ગોવિંદરાવ

જાગુષ્ટે, ગોવિંદરાવ (જ. 15 મે 1888, અમદાવાદ; અ. 19 સપ્ટેમ્બર 1963, અમદાવાદ) : ગુજરાતીમાં લખેલાં ધાર્મિક પુસ્તકોના જાણીતા વિક્રેતા અને પ્રકાશક. તેમના પિતા મહાદેવ રામચંદ્ર જાગુષ્ટેએ અમદાવાદમાં બોધપ્રદ વાર્તાઓ અને ખાસ કરીને ધર્મ સાથે સંકળાયેલી નાની નાની પુસ્તિકાઓના પ્રકાશનકાર્યનો પ્રારંભ કરેલો. આ પ્રકારની પુસ્તિકાઓ ગુજરાતની આમજનતાની રુચિને અનુકૂળ આવે એવી…

વધુ વાંચો >

જાડેજા, દિલાવરસિંહ દાનસિંહજી

જાડેજા, દિલાવરસિંહ દાનસિંહજી (જ. 5 સપ્ટેમ્બર 1933, પીપળિયા, જિ. રાજકોટ, સૌરાષ્ટ્ર; અ. 19 ડિસેમ્બર 2005, વલ્લભવિદ્યાનગર, જિ. આણંદ) : વિવેચક, અનુવાદક, સંપાદક. સાહિત્ય અને કેળવણીના ઉપાસક તથા શ્રી અરવિંદના સાધક, તેમણે પ્રાથમિક, માધ્યમિક શિક્ષણ ધ્રોળમાં, ઉચ્ચ શિક્ષણ રાજકોટ તથા અમદાવાદમાં લઈને 1954માં ગુજરાતી-માનસશાસ્ત્ર વિષય સાથે બી.એ.,  1956માં ગુજરાત યુનિવર્સિટીની એમ.એ.ની…

વધુ વાંચો >