Geology
વિઘટન-વિભંજન (ખડક)
વિઘટન-વિભંજન (ખડક) : ખડકખવાણના સર્વસામાન્ય, સાર્વત્રિક પ્રકારો. ખડકોનું ખવાણ ત્રણ રીતે થતું હોય છે : ખડકોમાં ઉદ્ભવતાં રહેતાં વિવિધ પ્રતિબળોને કારણે તે ભૌતિક રીતે તૂટે છે, તેમના પર થતી રહેતી રાસાયણિક પ્રક્રિયાઓથી ખવાય છે, ભૂપૃષ્ઠ પર ઊગતી વનસ્પતિથી તેમજ પ્રાણીઓના સંચલનથી ઉદ્ભવતા ભૌતિક-રાસાયણિક સંજોગો મારફતે પણ ખડકો ખવાણ દ્વારા રૂપાંતર…
વધુ વાંચો >વિચલન, ચુંબકીય (magnetic declination)
વિચલન, ચુંબકીય (magnetic declination) : પૃથ્વીના ચુંબકીય ધ્રુવોની વિચલિત થતી સ્થિતિ. ભૂચુંબકત્વ પર્યાય પૃથ્વીના ખડકોના ચુંબકત્વ અને તેની સાથે સંકળાયેલી વિજ્ઞાનશાખાની સમજ માટે ઉપયોગમાં લેવાય છે. હવે તો આ પર્યાયને પાર્થિવ ચુંબકત્વના બહોળા અર્થમાં પણ વાપરવાનું વલણ વધતું રહ્યું છે. પૃથ્વીના ગોળાને ઉત્તર ગોળાર્ધ અને દક્ષિણ ગોળાર્ધ – એ પ્રમાણેના…
વધુ વાંચો >વિટવૉટર્સરૅન્ડ (Witwatersrand)
વિટવૉટર્સરૅન્ડ (Witwatersrand) : દક્ષિણ આફ્રિકામાં આવેલો ઔદ્યોગિક, વાણિજ્ય, નાણાકીય અને ખાણક્ષેત્રે ઘણો જ મહત્વનો વિસ્તાર. ભૌગોલિક સ્થાન : તે 25° 55´ દ. અ. અને 27° 00´ પૂ. રે.ની આજુબાજુ વિસ્તરેલો છે. અહીં ક્વાટર્ઝાઇટ(વિકૃત ખડકનો એક પ્રકાર)ની ડુંગરધારો આવેલી છે. તેમની ઊંચાઈ 1,525થી 1,830 મીટર જેટલી છે. તે સફેદ રંગની હોવાથી…
વધુ વાંચો >વિદાબ ખનિજો (antistress minerals)
વિદાબ ખનિજો (antistress minerals) : પ્રતિબળ(stress)ની અસર વિના થતી વિકૃતિના સંજોગો હેઠળ ઉદભવતાં ખનિજો. આલ્કલિ ફેલ્સ્પાર, નેફેલિન, લ્યુસાઇટ, ઍન્ડેલ્યુસાઇટ અને કૉર્ડિરાઇટ જેવાં ખનિજો ઊંચા વિરૂપક પ્રતિબળના પર્યાવરણમાં બની શકતાં નથી અથવા બને તો અસ્થિર રહે છે. આ જ કારણે તો તે વધુ વિરૂપતા પામેલા ખડકોમાં જોવા મળતાં નથી. એવું ધારવામાં…
વધુ વાંચો >વિધેરાઇટ
વિધેરાઇટ : ઍરેગોનાઇટ જૂથનું ખનિજ. રાસા. બં. : BaCO3. સ્ફટિક-વર્ગ : ઑર્થોર્હૉમ્બિક. સ્ફટિક-સ્વરૂપ : સ્ફટિકો મોટેભાગે (110) ફલક પર યુગ્મસ્વરૂપે મળે; જે સ્યુડોહેક્ઝાગોનલ ડાયપિરામિડ સ્વરૂપમાં હોય; મેજઆકારના કે બહિર્ગોળ તળવાળાં ટૂંકાં પ્રિઝમ સ્વરૂપોમાં પણ હોય. ફલકો ક્ષૈતિજ સળવાળા હોય તો તે અનિયમિત કે બરછટ દેખાય. આ ઉપરાંત દળદાર, દાણાદાર, સ્થૂળ…
વધુ વાંચો >વિભિન્નરૂપતા (heteromorphism)
વિભિન્નરૂપતા (heteromorphism) : એકસરખું રાસાયણિક બંધારણ ધરાવતા બે જુદા જુદા મૅગ્મામાંથી સ્ફટિકીકરણ દ્વારા, ઠંડા પડવાના જુદા જુદા સ્થિતિસંજોગ હેઠળ બે જુદા જુદા ખનિજીય બંધારણવાળા સમૂહો બનવાની ઘટના. આ શબ્દ લેક્રોઇક્સે પ્રયોજેલો. તેની પેદાશો અન્યોન્ય વિભિન્નરૂપ ગણાય; દા. ત., લ્યુસાઇટ બેસાલ્ટ અને અબરખ સાયનાઇટ તેમજ ઑગિટાઇટ અને એલિવેલાઇટ એકબીજાના વિભિન્નરૂપ ખડક…
વધુ વાંચો >વિરલ ખનિજો
વિરલ ખનિજો : પૃથ્વીના પોપડામાં તદ્દન જૂજ પ્રમાણમાં રહેલાં કેટલાંક ખનિજો. આ માટેનું વધુ ઉચિત નામ ‘વિરલ પાર્થિવ ખનિજો’ છે. લૅન્થેનાઇડ્ઝના સામૂહિક નામથી જાણીતાં પંદર તત્વો લૅન્થેનમ, સીરિયમ, પ્રેસિયોડિમિયમ, નિયોડિમિયમ, પ્રૉમિથિયમ, સમેરિયમ, યુરોપિયમ, ગૅડોલિનિયમ, ટર્બિયમ, ડિસ્પ્રોશિયમ, હૉલ્મિયમ, એર્બિયમ, થુલિયમ, ઇટર્બિયમ અને લૂટિશિયમ (અણુક્રમાંક 57થી 71) તેમજ સ્કૅન્ડિયમ અને ઇટ્રિયમ મળીને…
વધુ વાંચો >વિરૂપતા (ખડક) (deformation)
વિરૂપતા (ખડક) (deformation) : ખડકમાળખાના સ્વરૂપમાં થતો ફેરફાર. કોઈ પણ ખડક કે સ્તરની રચના થયા બાદ તેનાં આકાર, કદ, વલણ વગેરેમાં થતા ફેરફારો દર્શાવવા કે વર્ણવવા ઉપયોગમાં લેવાતો રચનાત્મક પર્યાય. આ પર્યાય હેઠળ ગેડીકરણ, સ્તરભંગ-ક્રિયા, શીસ્ટોઝ કે નાઇસોઝ-સંરચના, પ્રવાહરચના વગેરે તેમજ ભૂસંચલનજન્ય બળોની અસરથી ઉદ્ભવતાં વિવિધપરિણામી લક્ષણોનો સમાવેશ થાય છે.…
વધુ વાંચો >