વિભિન્નરૂપતા (heteromorphism)

February, 2005

વિભિન્નરૂપતા (heteromorphism) : એકસરખું રાસાયણિક બંધારણ ધરાવતા બે જુદા જુદા મૅગ્મામાંથી સ્ફટિકીકરણ દ્વારા, ઠંડા પડવાના જુદા જુદા સ્થિતિસંજોગ હેઠળ બે જુદા જુદા ખનિજીય બંધારણવાળા સમૂહો બનવાની ઘટના. આ શબ્દ લેક્રોઇક્સે પ્રયોજેલો. તેની પેદાશો અન્યોન્ય વિભિન્નરૂપ ગણાય; દા. ત., લ્યુસાઇટ બેસાલ્ટ અને અબરખ સાયનાઇટ તેમજ ઑગિટાઇટ અને એલિવેલાઇટ એકબીજાના વિભિન્નરૂપ ખડક ગણાય.

ગિરીશભાઈ પંડ્યા