Geology
નૉરમાર્કાઇટ
નૉરમાર્કાઇટ : સાયનાઇટનો એક પ્રકાર. સબઍસિડિક અગ્નિકૃત-અંત:કૃત પ્રકારનો ખડક. સાયનાઇટનો અતિસંતૃપ્ત પ્રકાર. આલ્કલી-ફેલ્સ્પારથી અતિસમૃદ્ધ હોય, થોડોક ક્વાર્ટ્ઝ હોય, પરંતુ પ્લેજિયોક્લેઝ ન હોય એવા સાયનાઇટને નૉરમાર્કાઇટ કહેવાય. નૉર્વેના નૉરમાર્ક સ્થળમાં મળતા આ લાક્ષણિક પ્રકાર પરથી નામ પડેલું છે. (જુઓ : સાયનાઇટ.) ગિરીશભાઈ પંડ્યા
વધુ વાંચો >નૉરાઇટ
નૉરાઇટ : ગૅબ્બ્રોનો એક પ્રકાર. બેઝિક અગ્નિકૃત–અંત:કૃત પ્રકારનો ખડક, જેમાં લૅબ્રેડોરાઇટ (પ્લેજિયોક્લેઝ) ઉપરાંત ક્લાઇનોપાયરૉક્સીન કરતાં ઑર્થોપાયરૉક્સીનનું પ્રમાણ વિશેષ હોય. તેની કણરચના ગૅબ્બ્રોના જેવી જ મધ્યમથી સ્થૂળ દાણાદાર હોય છે. ઑલિવિન સહિતનો આ પ્રકાર ઑલિવિન-નૉરાઇટ કહેવાય છે. હાયપરસ્થીન ગૅબ્બ્રો તેનું ઉદાહરણ છે. (જુઓ : ગૅબ્બ્રો.) ગિરીશભાઈ પંડ્યા
વધુ વાંચો >નૉર્મ (ખડકોનું ગાણિતિક ખનિજ-બંધારણ)
નૉર્મ (ખડકોનું ગાણિતિક ખનિજ-બંધારણ) : અગ્નિકૃત ખડકોના CIPW (ક્રૉસ, ઈડિંગ્ઝ, પિર્સન, વૉશિંગ્ટન) સૂચિત રાસાયણિક વર્ગીકરણમાં ખનિજોને ટકાવારીમાં મૂલવતું ધોરણ. ખડકમાંનાં ખનિજો અને સંબંધિત ખનિજજૂથોનું મૂલ્યાંકન કરતી સરળ ગાણિતિક પદ્ધતિ. આ પદ્ધતિમાં જે તે ખડકનું રાસાયણિક પૃથક્કરણ કરી તેમાંથી મળતા જુદા જુદા ઑક્સાઇડને નિયત કરેલા નિયમોના ક્રમ મુજબ અન્યોન્ય સંયોજી, શક્ય…
વધુ વાંચો >નોસીઅન (નોસીલાઇટ)
નોસીઅન (નોસીલાઇટ) : સોડાલાઇટ સમૂહમાં ગણાતું ખનિજ. રાસા. બં. : Na8A16Si6O24SO4 સ્ફ. વ. : ક્યૂબિક. સ્ફ. સ્વરૂપ : સ્ફટિકો ડોડેકાહેડ્રલ મોટેભાગે જથ્થામય કે દળદાર, દાણાદાર. યુગ્મતા (111) ફલક પર. પારદર્શકથી પારભાસક. સંભેદ : (110) ફલક પર અસ્પષ્ટ. ચળકાટ : કાચમય. રંગ : રંગવિહીન, સફેદ, રાખોડી, ભૂરાશ-પડતો, કથ્થાઈ, લાલાશ-પડતો, કાળો. કઠિનતા…
વધુ વાંચો >પટ્ટનાયક, રવીન્દ્રનાથ
પટ્ટનાયક, રવીન્દ્રનાથ (જ. 1935, બનેઇગઢ, જિ. સુંદરગઢ, ઓરિસા; અ. 1991) : ઓરિસાના ખ્યાતનામ ભૂસ્તરવિજ્ઞાની અને શ્રેષ્ઠ વાર્તાકાર. તેમને તેમના ઉત્તમ વાર્તાસંગ્રહ ‘વિચિત્રવર્ણા’ માટે 1992ના વર્ષનો મરણોત્તર સાહિત્ય અકાદમી પુરસ્કાર પ્રાપ્ત થયો હતો. લેખકો અને કલાકારોના પરિવારમાં તેમનો જન્મ. તેમણે કટકની રાવેનશા કૉલેજમાંથી ભૂસ્તરવિજ્ઞાનના વિષય સાથે એમ.એ.ની પદવી મેળવી. ત્યારબાદ તેઓ…
વધુ વાંચો >પડખવાણ (exfoliation)
પડખવાણ (exfoliation) : ખડકની બાહ્યસપાટી પરથી પડ છૂટાં પડવાની ક્રિયા. ભૌતિક કે રાસાયણિક પરિબળોની ક્રિયા વાતાવરણમાં ખુલ્લા રહેલા ખડકો પર થાય છે. તે ઉપરાંત દૈનિક તાપમાનના ગાળા દરમિયાન વારાફરતી એ ખડકો ગરમ અને ઠંડા થતા હોય છે. એ કારણોથી ખડકોની બાહ્ય સપાટીમાં જુદા જુદા પ્રમાણમાં પ્રસરણ-સંકોચન થાય છે અને તેથી…
વધુ વાંચો >પત્રબંધ-રચના (foliated structure)
પત્રબંધ–રચના (foliated structure) : ખડકોમાં જોવા મળતી પત્રવત્ કે પર્ણવત્ ખનિજીય ગોઠવણી. કોઈ પણ ખડકના બંધારણમાં રહેલાં ખનિજો જ્યારે અન્યોન્ય સમાંતર પડસ્થિતિમાં સંકેન્દ્રિત થયેલાં હોય ત્યારે ઉદ્ભવતી ગોઠવણીને પત્રબંધ(પર્ણવત્) રચના કહેવાય. ખડકોમાં જોવા મળતી પ્રવાહરચના, ફાટ-સંભેદ, સ્લેટ-સંભેદ અને શિસ્ટોઝ સંરચના પત્રબંધ-રચનાના જ પ્રકાર ગણાય. ખડકો જ્યારે દાબનાં પ્રતિબળોની અસર હેઠળ…
વધુ વાંચો >પત્રબંધી (foliation)
પત્રબંધી (foliation) : ખડકોનો પાતળાં સમાંતર પડોમાં વિભાજિત થઈ શકવાનો ગુણધર્મ. કેટલાક ખડકો ઓછાંવત્તાં સમાંતર પડોમાં વિભાજિત થઈ શકવાનું લક્ષણ ધરાવતા હોય છે. કેટલાક ખડકોમાં આ લક્ષણ તેમની ઉત્પત્તિ વખતે જ તૈયાર થયેલું હોય છે, તેને પ્રાથમિક પત્રબંધી (primary foliation) કહે છે; જેમ કે, અંત:કૃત ખડકોના અંતર્ભેદન દરમિયાન સ્નિગ્ધ મૅગ્માપ્રવાહ…
વધુ વાંચો >પન્નું (emarald)
પન્નું (emarald) : બેરિલ(3Beo. A12O3. 6SiO2)નો આછા લીલા રંગવાળો, પારદર્શક, તેજસ્વી રત્નપ્રકાર. લીલો રંગ તેમાં રહેલી ક્રોમિયમની માત્રાને કારણે હોય છે. આ રત્ન પીળા કે વાદળી રંગની ઝાંયવાળાં પણ મળે છે. વાદળી ઝાંયવાળું પન્નું પીળા રંગની ઝાંયવાળા પન્નું કરતાં વધુ કીમતી ગણાય છે. પન્નાના મોટાભાગના સ્ફટિકો સૂક્ષ્મ પ્રભંગ (fracture) ધરાવે…
વધુ વાંચો >પરરૂપતા (pseudomorphism)
પરરૂપતા (pseudomorphism) : અન્ય ખનિજનું સ્વરૂપ ધારણ કરતી પરિવર્તન-ઘટના. કોઈ પણ સ્ફટિક કે ખનિજ કે જેનું બાહ્ય-સ્વરૂપ અન્ય કોઈ સ્ફટિક કે ખનિજ જેવું દેખાતું હોય તેને પરરૂપ (pseudomorph) કહેવાય અને અન્યનું સ્વરૂપ લેતી ઘટના પરરૂપતા કહેવાય; દા. ત., વ્યાઘ્રચક્ષુ (tiger’s eye). આ ખનિજ ક્વાર્ટ્ઝનો અર્ધકીમતી રત્નપ્રકાર છે, જેમાં ક્વાર્ટ્ઝ ઍસ્બેસ્ટૉસ(ક્રોસિડોલાઇટ)નું…
વધુ વાંચો >