Geology

નિમ્ન-બિટૂમિનસ કોલસો (sub-bituminous coal)

નિમ્ન-બિટૂમિનસ કોલસો (sub-bituminous coal) : કોલસામાંના કાર્બન અને બાષ્પશીલ દ્રવ્યોની માત્રા મુજબ કરેલા વર્ગીકરણ પૈકી બિટૂમિનસ કોલસાનો એક પેટાપ્રકાર, જે લિગ્નાઇટ અને બિટૂમિનસ પ્રકારોની વચગાળાની કક્ષામાં મુકાય છે (જુઓ : કોલસો). તેમાં કાર્બનનું પ્રમાણ પિટ અને લિગ્નાઇટ કરતાં વધુ પણ બિટૂમિનસ, નિમ્ન-ઍન્થ્રેસાઇટ તથા ઍન્થ્રેસાઇટ કરતાં ઓછું હોય છે; જ્યારે બાષ્પશીલ…

વધુ વાંચો >

નિરેખણ-આકૃતિ (etching figures)

નિરેખણ-આકૃતિ (etching figures) : સ્ફટિક ફલકો પર અમુક પ્રક્રિયકો (reagents) દ્વારા વિકસાવવામાં આવતા લાક્ષણિક આકારો અને સ્વરૂપોવાળી રેખાકૃતિઓ સહિતના ખાડા. સ્ફટિક ફલકો પર યોગ્ય પ્રક્રિયક લગાડવામાં આવે ત્યારે ફલકસપાટી પર રાસાયણિક પ્રક્રિયા થાય છે, પરિણામે જુદી જુદી દિશાઓમાં જુદા જુદા આકારો અને સ્વરૂપોમાં નાના ખાડા ઉદભવે છે. આવાં સ્વરૂપોને નિરેખણ-આકૃતિ…

વધુ વાંચો >

નિર્દેશક જીવાવશેષ (index fossil)

નિર્દેશક જીવાવશેષ (index fossil) : ખડકસ્તરોનું વયનિર્ધારણ સૂચવતા જીવાવશેષો. દુનિયાના દૂરદૂરના પ્રદેશોમાં રચાયેલા સ્તરોનો સહસંબંધ (correlation) તે તે સ્તરોમાં જળવાયેલા જીવાવશેષોના પ્રકાર અને પ્રમાણ પરથી નક્કી થાય છે. બધા જ જીવાવશેષો વયનિર્ધારણ માટે ઉપયોગી નીવડતા નથી. કેટલાક જીવાવશેષો અનુકૂળ સંજોગો મળી રહે તો લાંબા કાળ સુધી, તો કેટલાક પ્રાપ્ત સંજોગો…

વધુ વાંચો >

નિર્માલ્ય ખનિજ

નિર્માલ્ય ખનિજ : ધાતુઓનાં અલગીકરણ કે સંકેન્દ્રીકરણની ક્રિયાઓમાંથી મળતાં ઉપયોગમાં ન આવી શકે તેવાં ખનિજદ્રવ્યો. ખનિજો એ ઘણી જ અગત્યની કુદરતી સંપત્તિ ગણાય છે. ધાતુઓ, અકાર્બનિક રસાયણો તેમજ ઘણીબધી અન્ય ઔદ્યોગિક પેદાશો ખનિજોમાંથી મેળવાય છે. જંગલોની અને ખેતીની પેદાશો જમીનના પ્રકાર અને ફળદ્રૂપતા પર આધાર રાખે છે, તે જમીનો પણ…

વધુ વાંચો >

નીલમ (sapphire)

નીલમ (sapphire) : કોરંડમ(A12O3)નો નીલરંગી, પારદર્શક કે પારભાસક સ્વરૂપે મળતો પૂર્ણસ્ફટિકમય રત્નપ્રકાર. તેની કઠિનતા 9 છે અને વિશિષ્ટ ઘનતા 1.76–1.77 છે. કઠિનતામાં હીરાથી તરત જ નીચે તેનો ક્રમ આવતો હોઈ દૃઢતા અને ટકાઉપણાનો વિશિષ્ટ ગુણધર્મ ધરાવે છે. કોરંડમની લાલ રંગની પારદર્શક જાત માણેક (ruby) તરીકે અને નીલ રંગની પારદર્શક જાત…

વધુ વાંચો >

નુનાટૅક્સ (Nunataks)

નુનાટૅક્સ (Nunataks) : એકાકી ડુંગર, ટેકરી, શિખરભાગ કે ખડકવિભાગ, જે હિમનદીજથ્થાની સપાટીથી બહાર નીકળી આવતા હોય, ચારે બાજુએ હિમનદી કે હિમચાદરોથી ઘેરાયેલા હોય, પરંતુ હિમાચ્છાદિત ન હોય. આ પ્રકારના વિભાગો સામાન્ય રીતે હિમચાદરોની કિનારીઓ નજીક જોવા મળતા હોય છે જ્યાં બરફનો થર પાતળો હોય છે. આવાં ભૂમિસ્વરૂપો ગ્રીનલૅન્ડમાં જોવા મળે…

વધુ વાંચો >

નેટ્રોલાઇટ

નેટ્રોલાઇટ : ઝિયોલાઇટ વર્ગનું ખનિજ. રાસા. બં. : Na2Al2Si3 O10.2H2O; સ્ફ. વ.: ઑર્થોર્હૉમ્બિક; સ્ફ. સ્વ.: સ્ફટિકો પ્રિઝ્મૅટિક, પાતળા, નાજુકથી સોયાકાર, ઊભાં રેખાંકનોવાળા; સામાન્ય રીતે રેસાદાર, વિકેન્દ્રિત, દળદાર, દાણાદાર કે ઘનિષ્ઠ પણ મળે, યુગ્મતા (010) (011) (031) ફલકો પર મળી શકે, પણ વિરલ. પારદર્શકથી પારભાસક. સં. : (110) ફલક પર પૂર્ણ,…

વધુ વાંચો >

નૅપ (Nappe)

નૅપ (Nappe) : આવરણ (જર્મન અર્થ); જળસંચયસ્તર (aquifer) માટે વપરાતો સમાનાર્થી પર્યાય (બેલ્જિયમ માટે); સ્તરભંગ પામેલી વ્યસ્તગેડ; અતિધસારા દ્વારા કે ક્ષિતિજસમાંતર અક્ષતલીય ગેડીકરણ દ્વારા તેના મૂળસ્થાનેથી બે કે વધુ કિલોમીટરના અંતરે સરકી જઈને અન્યત્ર ગોઠવાયેલો વિશાળ ખડકજથ્થો; પર્યાયના મૂળ અર્થ તરીકે બેસાલ્ટ લાવાપ્રવાહ જેવા થરથી બનેલું આવરણ. આ શબ્દ હજી…

વધુ વાંચો >

નેફિલિનાઇટ

નેફિલિનાઇટ : ફૅલ્સ્પેથૉઇડધારક ઑલિવિનમુક્ત આલ્કલી બેસાલ્ટ. મુખ્યત્વે નેફિલિન અને પાયરૉક્સિન(મોટેભાગે ટીટેનિફેરસ ઑગાઇટ)થી બનેલો બહિષ્કૃત કે ભૂમધ્યકૃત ખડક. સામાન્ય રીતે ઘેરા રંગના, સૂક્ષ્મ સ્ફટિકમય જ્વાળામુખી ઉત્પત્તિજન્ય બેસાલ્ટમાં, જ્યારે ફેલ્સ્પારનું પ્રમાણ ન હોય કે તદ્દન ગૌણ હોય જેથી ફેલ્સ્પેથૉઇડ પ્રધાન બની રહે અને ઑલિવિન ન હોય ત્યારે તેને નેફિલિનાઇટ કહેવાય. ઑગાઇટ અને…

વધુ વાંચો >

નેફેલિન (નેફેલાઇટ)

નેફેલિન (નેફેલાઇટ) : અસંતૃપ્ત ફેલ્સ્પેથૉઇડ ખનિજ. રાસા. બંધા : (Na. K)A1SiO4 અથવા Na2O.A12O3. 2SiO2. સ્ફ. વર્ગ : હેક્ઝાગોનલ. સ્ફ. સ્વરૂપ : સાદા હેક્ઝાગોનલ પ્રિઝમ સ્વરૂપોમાં મોટેભાગે મળે છે, ફલકો ખરબચડા હોઈ શકે. તેમ છતાં દળદાર, ઘનિષ્ઠ કે ખડકના ઘટક તરીકે કણસ્વરૂપોમાં પણ મળે. યુગ્મતા ફલકો પર હોય તો જોવા મળે.…

વધુ વાંચો >