Geology
કૅલિડોનિયન ગિરિનિર્માણ
કૅલિડોનિયન ગિરિનિર્માણ (Caledonian orogeny) : પશ્ચ- સાઇલ્યુરિયન ગિરિનિર્માણક્રિયા. સાઇલ્યુરો-ડેવોનિયન ભૂસંચલન-ઘટના. સાઇલ્યુરિયન સમયના અંતિમ ચરણ વખતે મોટા પાયા પર શરૂ થઈને ડેવોનિયનના મધ્યકાળ વખતે સમાપ્ત થયેલી પર્વતમાળાઓનું નિર્માણ કરતી પૃથ્વીના પોપડામાં થયેલી પ્રચંડ હલનચલનની ઘટના. મુખ્યત્વે કરીને યુરોપના ભૂપૃષ્ઠમાં થયેલાં ઘણાં અગત્યનાં ભૂસંચલનોની ક્રમિક શ્રેણીઓ દ્વારા સાઇલ્યુરિયન સમયનો, અર્થાત્ નિમ્ન પેલિયોઝોઇક…
વધુ વાંચો >કૅલ્ક સિન્ટર
કૅલ્ક સિન્ટર : ચૂનેદાર નિક્ષેપ. ગરમ પાણીના ઝરાના દ્રાવણસ્વરૂપે રહેલ CaCO3ની નિક્ષેપક્રિયાને કારણે અસ્તિત્વમાં આવતો ચૂનેદાર નિક્ષેપ. તે કૅલ્ક ટ્યૂફા કે ટ્રૅવરટીનના નામથી પણ ઓળખાય છે. વ્રિજવિહારી દીનાનાથ દવે
વધુ વાંચો >કૅલ્સાઇટ
કૅલ્સાઇટ : કાર્બોનેટ સમૂહનું ખનિજ. કૅલ્શિયમ કાર્બોનેટનો સામાન્ય પ્રકાર. સૂત્ર CaCO3. કૅલ્શિયમ કાર્બોનેટ કુદરતમાં બે સ્ફટિકરૂપે મળે છે, જેમાંનું એક રૂપ કૅલ્સાઇટ છે. તે ‘કૅલ્સાઇટ પ્રકાર’, ષટ્કોણીય સ્ફટિકરચના ધરાવે છે. તેનું ગ. બિં. 1000 વાતાવરણ-દબાણે (100 MPa) 1339° સે. છે. તેની વિશિષ્ટ ઘનતા 2.75 અને વક્રીભવનાંક 1.486 છે. પ્રક્રિયકોની સાંદ્રતા,…
વધુ વાંચો >કોટરયુક્ત સંરચના
કોટરયુક્ત સંરચના (vesicular structure) : ખડકમાં નાનાંમોટાં અસંખ્ય કોટરોવાળી સંરચના. આવા ખડકને કોટરયુક્ત ખડક કહેવાય. પ્રસ્ફુટન સમયે ઘણા લાવા વાયુસમૃદ્ધ હોય છે. ઠરવાની અને સ્ફટિકીકરણની પ્રવિધિ દરમિયાન દબાણ ઘટી જવાથી વાયુઓ નાનામોટા પરપોટા સ્વરૂપે ઊડી જતા હોય છે અને તેને પરિણામે ઠરતા જતા લાવાના જથ્થામાં ગોળાકાર, લંબગોળાકાર, નળાકાર કે અનિયમિત…
વધુ વાંચો >કોતર મહાકોતર
કોતર, મહાકોતર (gorge, canyon) કોતર : ઊંડી અને સાંકડી, ઉપરથી નીચે સુધી સીધી બાજુઓવાળી ઊભી ખીણ. અંગ્રેજી શબ્દ ‘gorge’ જે અર્થમાં ઉપયોગમાં લેવાય છે તે મુજબ, બે પહાડી પ્રદેશો વચ્ચેનો, ખડકાળ બાજુવાળો સીધી ઊંડી કરાડ હોય એવો ઊભો સાંકડો માર્ગ. મહાકોતર : કોતર કરતાં વધુ ઊંડાઈ અને લંબાઈ ધરાવતી સીધી…
વધુ વાંચો >કૉનરૅડ સાતત્યભંગ
કૉનરૅડ સાતત્યભંગ (Conrad discontinuity) : ગ્રૅનાઇટ (sialic) અને બેસાલ્ટ બંધારણ (basic) ધરાવતા ખડકો વચ્ચેની સંપર્કસપાટી. પૃથ્વીના બંધારણ તેમજ રચનાના અભ્યાસ માટે ભૂકંપશાસ્ત્રનો ઉપયોગ કરવામાં આવે છે. ભૂકંપીય અભ્યાસ દ્વારા કૉનરૅડ નામના નિષ્ણાતે પોપડા અને મૅન્ટલ વચ્ચે સંપર્કસપાટી હોવાનો નિર્દેશ કર્યો તે પરથી વચ્ચેની સંપર્કસપાટીને કૉનરૅડનું નામ આપ્યું. તે ભૂકંપીય લક્ષણોમાં…
વધુ વાંચો >કોન શીટ
કોન શીટ : શંકુ આકારમાં ગોઠવાયેલાં ડાઇક પ્રકારનાં વિસંવાદી અંતર્ભેદકો. તે બહુધા સમાંતર જૂથમાં જોવા મળે છે. વિવૃતિઓ ગોળાકાર કે કમાનાકાર હોય છે; કેન્દ્ર તરફ જતાં અંદરની બાજુએ ઢળતી હોવા છતાં કોઈ પણ ડાઇક છેક કેન્દ્ર સુધી પહોંચતી હોતી નથી. સપાટી પરની વિવૃતિઓ અંદર તરફ 30oથી 40oને ખૂણે નમેલી રહીને…
વધુ વાંચો >કોબાલ્ટાઇટ
કોબાલ્ટાઇટ : કોબાલ્ટ-પ્રાપ્તિ માટેનું ખનિજ. કોબાલ્ટનું સલ્ફર આર્સેનાઇડ રા. બં. – CoAsS; સ્ફ.વ. ક્યૂબિક; સ્વ. સામાન્યત: ક્યૂબ, ઓક્ટાહેડ્રોન, પાયરીટોહેડ્રોનના સ્ફટિકોમાં; દળદાર, દાણાદાર અને ઘનિષ્ઠ. રં. ચાંદી જેવો સફેદ; સં. ક્યૂબને સમાંતર સુવિકસિત; ચ. ધાતુમય; ભં.સ. ખરબચડી, બરડ; ચૂ. રાખોડી, ભૂખરો કાળો; ક. 5.5; વિ. ઘ. 6.00થી 6.33; પ્રા. સ્થિ. સ્મેલ્ટાઇટ…
વધુ વાંચો >કોર્ડિરાઇટ (= આયોલાઇટ = ડાઇક્રૉઇટ)
કોર્ડિરાઇટ (= આયોલાઇટ = ડાઇક્રૉઇટ) : રંગવૈવિધ્ય તથા કઠિનતાના કારણે રત્નમાં ખપતું ખનિજ. રા. બં. (Mg.Fe3+)2Al4Si5O18; સ્ફ. વ. ઑર્થોરૉમ્બિક; સ્વ. પ્રિઝમસ્વરૂપ ટૂંકા સ્ફટિકો, દળદાર કે દાણાદાર; રં. વાદળીની છાંયવાળો, મોટે ભાગે ભૂરો જાંબલી; ભાગ્યે જ લીલો, રાખોડી, પીળો કે કથ્થાઈ; તેજસ્વી રંગવિકાર (pleochroism); સં. (010)ને સમાંતર સ્પષ્ટ, (001) અને (100)ને…
વધુ વાંચો >