Geography

ટોકેલો

ટોકેલો : દક્ષિણ પૅસિફિક મહાસાગરના મધ્ય ભાગમાં આવેલો ટાપુસમૂહ. ભૌગોલિક સ્થાન : 9° 00’ દ. અ. અને 171° 45’ પ. રે.. તે પશ્ચિમ સામોઆથી ઉત્તરે 500 કિમી. અને હવાઈ ટાપુઓથી નૈર્ઋત્યે 3840 કિમી. દૂર આવેલો છે. આ પરવાળાના ટાપુઓમાં અટાફુ, ફાકાઓફુ અને નુકુનોનો સમાવેશ થાય છે. તેનું કુલ ક્ષેત્રફળ 12…

વધુ વાંચો >

ટોગો (ટોગોલૅન્ડ)

ટોગો (ટોગોલૅન્ડ) : પશ્ચિમ આફ્રિકામાં આવેલ સ્વતંત્ર પ્રજાસત્તાક રાષ્ટ્ર. તે લંબાઈમાં મોટો પણ પહોળાઈમાં સાંકડો દેશ છે. તે ઉત્તરે બર્કિના ફાસોથી પૂર્વે બેનિનથી પશ્ચિમે ઘાનાથી તથા દક્ષિણે ગિનીના અખાત સુધી ફેલાયેલો છે. પહેલાં તે ટોગોલૅન્ડ તરીકે ઓળખાતો. તે 6°-15´ ઉ અ. થી 12°-00´ તથા 0° થી 1°40´ પૂ. રે. પર…

વધુ વાંચો >

ટૉનકિનનો અખાત

ટૉનકિનનો અખાત : દક્ષિણ ચીન સાગરનો વાયવ્યમાં પ્રસરેલો ભાગ, જેના તટવર્તી પ્રદેશો પશ્ચિમમાં વિયેટનામ, ઉત્તરમાં ચીન, પૂર્વમાં હૈનાન બેટ તથા દક્ષિણમાં સાગરનો મુખ્ય વિસ્તાર બની રહેલા છે. ભૌગોલિક સ્થાન : 20° ઉ. અ. અને 108° પૂ. રે.. પશ્ચિમમાં હોંગ/હા અથવા રાતી નદી અને તેની શાખાઓ તેમાં મળે છે. તાડકુળનાં વૃક્ષો…

વધુ વાંચો >

ટોંગા

ટોંગા : દક્ષિણ મધ્ય પૅસિફિક મહાસાગરમાં આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખા(International Date Line)ની પશ્ચિમે આવેલો 170 ટાપુઓનો બનેલો દેશ. ભૌગોલિક સ્થાન : 20° દ. અ. અને 175° પ. રે. આ ટાપુઓ 15° દ. અ. થી 23o 30’ દ. અ. અને 173o થી 177° પ. રે. વચ્ચે આવેલો છે. તે ફિજીથી પૂર્વમાં 640…

વધુ વાંચો >

ટૉરન્ટો

ટૉરન્ટો : કૅનેડાનું મોટામાં મોટું શહેર અને ઑન્ટેરિયો રાજ્યની રાજધાની. ભૌગોલિક સ્થાન : 43° 39´ ઉ. અ. અને 75° 23´ પ. રે.. તે ઑન્ટેરિયો સરોવરના વાયવ્ય કિનારે આવેલું છે. તે કૅનેડાનું મુખ્ય ઔદ્યોગિક અને વ્યાપારિક કેન્દ્ર તેમજ મહત્ત્વનું બંદર છે. શહેરની વસ્તી 27.94 લાખ (2021) તથા મહાનગરની વસ્તી 62.02 લાખ…

વધુ વાંચો >

ટૉરેસની સામુદ્રધુની

ટૉરેસની સામુદ્રધુની : ઑસ્ટ્રેલિયા અને ન્યૂગિનીને જુદાં પાડતી તેમજ કોરલ સમુદ્ર અને આરાકુરા સમુદ્રને જોડતી છીછરી–સાંકડી સામુદ્રધુની. ભૌગોલિક સ્થાન : 10o 25’ દ. અ. અને 142o 10’ પૂ. રે., સ્પૅનિશ નાવિક લુઈસ ટૉરેસે 1613માં તેની શોધ કરી હતી, તેથી તેને ‘ટૉરેસની સામુદ્રધુની’ એવું નામ આપેલું છે. 150 કિમી. પહોળી આ…

વધુ વાંચો >

ટૉલેમી પ્રણાલી

ટૉલેમી પ્રણાલી (Ptolemaic system) : ઈસુની બીજી સદીમાં થયેલા ગ્રીસના સૌથી વધુ પ્રભાવશાળી ખગોળશાસ્ત્રી ટૉલેમીએ રજૂ કરેલી ભૂકેન્દ્રીય વિશ્વપ્રણાલીનો સિદ્ધાંત. સૂર્ય, ચંદ્ર અને ગ્રહોની આકાશમાં દેખાતી ગતિઓને સમજાવી શકે અને ભવિષ્યમાં એ બધા પિંડો આકાશમાં ક્યાં હશે તે સંબંધી માહિતી આપી શકે તેવો સિદ્ધાંત, વાદ કે મૉડલ. પ્રાચીન ગ્રીક લોકો…

વધુ વાંચો >

ટોંક

ટોંક : રાજસ્થાન રાજ્યનો જિલ્લો. તે રાજ્યની ઈશાને 25° 41´ ઉ.થી 26° 34´ ઉત્તર અક્ષાંશ અને 75° 07´ પૂ.થી 76° 19´ પૂ. રેખાંશ વચ્ચે વિસ્તરેલો છે. તેનો કુલ ભૌગોલિક વિસ્તાર 7,194 ચો.કિમી. છે. તેની ઉત્તરે જયપુર, દક્ષિણમાં બુંદી અને ભીલવાડા, પશ્ચિમમાં અજમેર તેમજ પૂર્વમાં સવાઈમાધોપુર જિલ્લાઓ આવેલા છે. તેની કુલ…

વધુ વાંચો >

ટ્યૂનિસ

ટ્યૂનિસ (Tunis) : આફ્રિકાના ભૂમધ્ય સમુદ્રને કિનારે આવેલા ટ્યૂનિસિયાનું સૌથી મોટું શહેર અને રાજધાની. ભૌગોલિક સ્થાન : 36o 50’ ઉ. અ. અને 10o 15’ પૂ. રે.. તે ટ્યૂનિસના અખાતના દક્ષિણ કિનારાથી અંદરના ભાગમાં 10 કિમી. દૂર ટ્યૂનિસની ખાડીની ટોચ પર આવેલું છે. શહેરની દક્ષિણે ખારા પાણીનું સરોવર, ઉત્તરે અરિયાના સરોવર…

વધુ વાંચો >

ટ્યૂનિસિયા

ટ્યૂનિસિયા : ઉત્તર આફ્રિકાનું સૌથી નાનું રાજ્ય. તે 29° 54´ અને 37° 21´ ઉ. અ. તથા 7° 33´ અને 11° 38´ પૂ. રે. વચ્ચે આવેલું છે. તેની ઉત્તર અને પૂર્વ દિશાએ ભૂમધ્ય સમુદ્ર, અગ્નિ ખૂણે લિબિયા તથા નૈર્ઋત્ય ખૂણે અને પશ્ચિમે અલ્જિરિયા છે. તેની ઉત્તર-દક્ષિણ લંબાઈ 780 કિમી. અને પૂર્વ-પશ્ચિમ…

વધુ વાંચો >