Geography
જૉર્ડન
જૉર્ડન : અરબી દ્વીપકલ્પના વાયવ્ય કિનારા પર હાશેમી વંશના રાજ્યકર્તાઓની હકૂમત હેઠળનો અરબ દેશ. ભૌગોલિક સ્થાન 31° ઉ. અ. અને 36° પૂ. રે.. મહંમદ પયગંબરના દાદા હાશેમના વંશના નામ પરથી તે હાશેમી રાજ્ય તરીકે ઓળખાય છે. મધ્યપૂર્વ વિસ્તારમાં વચ્ચોવચ આવેલો આ દેશ જૉર્ડન નદીના પૂર્વ તથા પશ્ચિમ કિનારા પર વસેલો…
વધુ વાંચો >જોહાનિસબર્ગ
જોહાનિસબર્ગ : દક્ષિણ આફ્રિકાનું મોટામાં મોટું નગર, ભૌગોલિક સ્થાન 26° 12´ દ. અ. અને 28° 05´ પૂ. રે.. સમૃદ્ધ ઔદ્યોગિક કેન્દ્ર. સોનાની ખાણો પર આધારિત ઉદ્યોગોનું મથક. તે ટ્રાન્સવાલ પ્રાંતના દક્ષિણે, સોનાનો જથ્થો ધરાવતી ટેકરીઓની હાર વચ્ચે, સમુદ્ર સપાટીથી 1,756 મી. ઊંચાઈ પર વસેલું છે. તેનું ક્ષેત્રફળ 443 ચોકિમી. તથા…
વધુ વાંચો >જૌનપુર
જૌનપુર : ઉત્તરપ્રદેશ રાજ્યમાં આવેલો જિલ્લો, શહેર અને જિલ્લાનો વિસ્તાર : 4038 ચોકિમી. જિલ્લાનું વડું મથક. 25° 44´ ઉ. અક્ષાંશ અને 82° 41´ પૂ. રેખાંશ પર વારાણસીથી વાયવ્ય ખૂણામાં ગોમતી નદીના કાંઠે તે આવેલું છે. જિલ્લાની પૂર્વે આઝમગઢ, દક્ષિણે વારાણસી અને સંત રવિદાસનગર ઉત્તરે ફૈઝાબાદ, વાયવ્ય ખૂણે સુલતાનપુર નૈર્ઋત્યે અલ્લાહાબાદ…
વધુ વાંચો >જ્યૉર્જટાઉન
જ્યૉર્જટાઉન : દક્ષિણ અમેરિકાના ઈશાન કાંઠા પર આવેલા ગુયાના પ્રજાસત્તાકનું પાટનગર, મોટામાં મોટું શહેર તથા પ્રમુખ બંદર. ભૌગોલિક સ્થાન 6° 48´ ઉ. અ. અને 58° 10´ પ. રે.. ઉદ્યોગ વ્યાપારના મથક તરીકે પણ તે જાણીતું છે. આટલાંટિક મહાસાગરમાં ઠલવાતી ડેમેરારા નદીના મુખ પર તે વસેલું છે. તેની વસ્તી અંદાજે 2,50,000 …
વધુ વાંચો >જ્યૉર્જિયા (યુ.એસ.)
જ્યૉર્જિયા (યુ.એસ.) : યુ. એસ.નું એક સંલગ્ન રાજ્ય. તે આટલાંટિક મહાસાગરના કિનારે મિસિસિપી નદીની પૂર્વ બાજુએ 30° 25´થી 35° ઉ. અ. અને 80° 20´થી 85° 36´ પ. રે. વચ્ચે આવેલું છે. તેનું કુલ ક્ષેત્રફળ 1,49,976 ચોકિમી. છે; ક્ષેત્રફળની દૃષ્ટિએ તેનું સંઘ રાજ્યોમાં એકવીસમું સ્થાન છે. જ્યૉર્જિયાની પૂર્વ દિશાએ દક્ષિણ કૅરોલિના…
વધુ વાંચો >જ્યૉર્જિયો
જ્યૉર્જિયો : સોવિયેત સંઘના વિઘટન પછી સ્થપાયેલ ‘કૉમનવેલ્થ ઑવ્ ઇન્ડિપેન્ડન્ટ સ્ટેટ્સ’ પૈકીનું એક રાજ્ય. ભૌગોલિક સ્થાન 42° ઉ. અ. અને 44° પૂ. રે. તેણે 1991માં પોતાને સ્વતંત્ર જાહેર કર્યું હતું. તે કાળા સમુદ્રની પૂર્વ તરફ આવેલ છે. આ રાજ્યનું જ્યૉર્જિયા નામ અરબી અને ઈરાની ગુર્જી તેમજ રશિયન ગુર્ઝીઆ કે ગ્રુઝીઆ…
વધુ વાંચો >જ્વાળામુખી
જ્વાળામુખી : પૃથ્વીના પોપડાની આરપાર ઊંડાઈથી સપાટી સુધી ખુલ્લા થયેલા નાળ આકારના કે ફાટ આકારના ભાગમાંથી મૅગ્મા કે મૅગ્માજન્ય વાયુઓ કે બંને બહાર આવવાની પ્રક્રિયા. મૅગ્મા બહાર નીકળવાની ક્રિયા એટલે લાવા-પ્રસ્ફુટન અથવા વાયુ-પ્રસ્ફુટન. પ્રસ્ફુટન આમ બે પ્રકારે થઈ શકે. નળી દ્વારા થાય તે શંકુ-પ્રસ્ફુટન, તેનાથી જ્વાળામુખી પર્વતરચના થાય; ફાટ દ્વારા…
વધુ વાંચો >જ્વાળામુખી ખડકો
જ્વાળામુખી ખડકો (volcanic rocks) : પ્રસ્ફુટન દ્વારા બહાર નીકળી આવતા લાવાની ઠરવાની ક્રિયાથી તૈયાર થતા બહિર્ભૂત ખડકો. એચ. એચ. રીડ દ્વારા વર્ગીકૃત કરાયેલા અગ્નિકૃત ખડકોના 3 પ્રકારો પૈકીનો બહિર્ભૂત અથવા પ્રસ્ફુટિત ખડકોનો પ્રકાર. લાવાનું પ્રસરણ મોટે ભાગે શંકુ-પ્રસ્ફુટન પ્રકારનું હોય છે, તેમ છતાં ક્યારેક તે ફાટ-પ્રસ્ફુટનથી પણ થતું હોય છે.…
વધુ વાંચો >જ્વાળામુખી-દાટો
જ્વાળામુખી-દાટો (volcanic plug) : વિસંવાદી અંતર્ભેદકનો એક પ્રકાર. (જુઓ, ‘અંતર્ભેદકો’ પૈકી વર્ગીકરણ.) શંકુ આકારના જ્વાળામુખી પર્વતો રચાવા માટે મૅગ્મા દ્રવ્ય પસાર થવા નળાકાર પોલાણ હોય છે. પ્રસ્ફુટનના અંતિમ ચરણમાં આ નળાકાર પોલાણ મૅગ્મા દ્રવ્યથી ભરાઈને જામી જવાથી પુરાઈ જાય ત્યારે તે જ્વાળામુખી-દાટા તરીકે ઓળખાય છે. આવાં નળાકાર પોલાણ જ્યારે લાવા…
વધુ વાંચો >ઝરો
ઝરો : ભૂપૃષ્ઠના વિવૃત ખડકોમાંથી કે ભૂમિમાંથી બહાર ફૂટી નીકળતું પાણી. તે જો તદ્દન ઓછા પ્રમાણમાં થતું હોય તો સ્રાવસ્થાનની આજુબાજુ ફેલાઈને સ્થાનિક પંકવિસ્તાર રચે છે, જો તેનું પ્રમાણ વધુ હોય તો વહી જાય છે અને નજીકની નદીને જઈ મળે છે. આ પ્રકારે ફૂટી નીકળતા જળને જલસ્રાવ (seepage) નામ આપી…
વધુ વાંચો >