Geography

ગોધરા

ગોધરા : પંચમહાલ જિલ્લાનું જિલ્લામથક તથા તાલુકામથક તરીકેની કક્ષાવાળું શહેર. ભૌગોલિક સ્થાન : આ શહેર 22° 47´ ઉ. અ. અને 73° 37´ પૂ.રે.ની આજુબાજુનો 1019.2 ચોકિમી. તાલુકા વિસ્તાર ધરાવે છે. આ તાલુકામાં ગોધરા શહેર ઉપરાંત 162 ગામો આવેલાં છે. આ તાલુકાના સબડિવિઝનમાં ગોધરા, કાલોલ, હાલોલ, જાંબુઘોડા, લુણાવાડા અને શહેરા તાલુકાઓનો…

વધુ વાંચો >

ગોપાલગંજ

ગોપાલગંજ : બિહાર રાજ્યના પશ્ચિમ ભાગમાં આવેલો જિલ્લો તથા તે જ નામ ધરાવતું જિલ્લામથક. ભૌગોલિક સ્થાન : તે 26° 12´થી 26° 39´ ઉ. અ. અને 83° 54´થી 84° 55´ પૂ. રે.ની વચ્ચેનો 2,033 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની વાયવ્યે ઉત્તરપ્રદેશનો દેવરિયા જિલ્લો અને ઉત્તરે બિહારનો પશ્ચિમ ચંપારણ જિલ્લો,…

વધુ વાંચો >

ગોપાલપુર

ગોપાલપુર : ઓડિસાના ગંજામ જિલ્લામાં ઈશાન ખૂણે બંગાળની ખાડી ઉપર આવેલું પરાદીપ પછીનું રાજ્યનું એકમાત્ર ખુલ્લું બંદર. ચોમાસામાં 15મી મેથી 15મી સપ્ટેમ્બર દરમિયાન બંદર વાહનવ્યવહાર માટે બંધ રહે છે. કાંઠાથી 0.8 કિમી. દૂર 9.15 મી. જેટલું ઊંડું પાણી રહે છે. કાંઠાથી 1.2 કિમી. દૂર લંગરસ્થાન છે. અહીં પાણીની ઊંડાઈ 13.6…

વધુ વાંચો >

ગૉફ ટાપુ

ગૉફ ટાપુ : આફ્રિકા તથા દક્ષિણ અમેરિકા ભૂમિખંડો વચ્ચેના દક્ષિણ આટલાન્ટિક મહાસાગરમાં આશરે 40° 20´ દ. અ. અને 10° 00´ પ. રે. પર આવેલો બ્રિટનના તાબાનો ટાપુ. તે દક્ષિણ આટલાન્ટિક મહાસાગરમાં આવેલા ટ્રિસ્ટાન દા કુન્હા જૂથના ત્રણ નાના નાના ટાપુઓથી લગભગ 400 કિમી. દૂર દક્ષિણ-પૂર્વમાં આવેલો છે. ઈ. સ. 1938થી…

વધુ વાંચો >

ગોબીનું રણ

ગોબીનું રણ : મધ્ય એશિયાના મૉંગોલિયામાં આવેલ રણ અને અર્ધરણનો સૂકો વિસ્તાર. મૉંગોલિયન ભાષામાં ‘ગોબી’નો અર્થ ‘જળવિહીન સ્થળ’ થાય છે. પ્રદેશ સાવ સૂકો અને વરસાદનું પ્રમાણ નહિવત્ હોવાથી આ નામ મળ્યું હશે. આ રણ 1,600 કિમી. લાંબું અને સ્થાનભેદે 480–965 કિમી. પહોળું છે. તેનો કુલ વિસ્તાર 13,00,000 ચોકિમી. છે. તેનો…

વધુ વાંચો >

ગોમતી-1

ગોમતી-1 : ઉત્તરપ્રદેશમાં આવેલી ગંગાને મળતી ઉપનદી. તેની લંબાઈ 800 કિમી. છે. તેનું સ્રાવક્ષેત્ર (catchment area) 18,750 ચોકિમી. છે. પીલીભીત જિલ્લાની પૂર્વે 32 કિમી. ઉપર તેનું ઉદગમસ્થાન છે. 56 કિમી. પછી તેને જોકનાઈ નદી મળે છે. ત્યારબાદ તે બારે માસ વહે છે. નદીના વળાંકોને કારણે તે ધીમી ધીમી વહે છે.…

વધુ વાંચો >

ગોરખપુર

ગોરખપુર : ઉત્તરપ્રદેશના પૂર્વ ભાગમાં આવેલો જિલ્લો તથા તે જ નામ ધરાવતું જિલ્લામથક. ભૌગોલિક સ્થાન : તે 26° 45´ ઉ. અ. અને 83° 22´ પૂ. રે.ની આજુબાજુનો 3,321 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તરે મહારાજગંજ, પૂર્વ તરફ કુશીનગર અને દેવરિયા, દક્ષિણ તરફ આઝમગઢ તથા પશ્ચિમ તરફ સંત કબીરનગર…

વધુ વાંચો >

ગૉર્કી

ગૉર્કી : પ. રશિયાના ગૉર્કોવ્સ્કાયા વહીવટી વિભાગનું પાટનગર, આશરે 56° 20´ ઉ. અ. તથા 44° 00´ પૂ. રે. પર આવેલું છે. ઈ. સ. 1221માં વ્લાદીમિરના પ્રિન્સ સેવૉલૉડૉવિચે (Vsevolodovich) લશ્કરી થાણા તરીકે આ શહેર વસાવેલું અને તે વખતે તેનું નામ નિઝની નોવગોરોડ (Nizhny Novgorod) હતું. પણ તે પછી ત્યાં ઈ. સ.…

વધુ વાંચો >

ગોલકોંડા

ગોલકોંડા : હૈદરાબાદથી આશરે 11 કિમી. પશ્ચિમે આવેલું મધ્યકાળથી મહત્વનું અને સમૃદ્ધ ગણાતું ઐતિહાસિક નગર. માર્કો-પોલોએ પોતાની પ્રવાસનોંધમાં તેનો ઉલ્લેખ કર્યો છે. સોળમી અને સત્તરમી સદી(1512–1687)માં તે કુતુબશાહી સામ્રાજ્યનું પાટનગર અને દક્ષિણની મુસ્લિમ સલ્તનતોમાંનું એક શક્તિશાળી રાજ્ય ગણાતું. દક્ષિણની ગોદાવરી અને કૃષ્ણા નદીની ખીણના તથા તેની આસપાસના વિસ્તારમાં આ રાજ્યનો…

વધુ વાંચો >

ગોલપારા (Goalpara)

ગોલપારા (Goalpara) : અસમ રાજ્યના પશ્ચિમ ભાગમાં આવેલો જિલ્લો તથા તે જ નામ ધરાવતું જિલ્લામથક. ભૌગોલિક સ્થાન : તે 26° 25´ ઉ. અ. અને 89° 25´ પૂ. રે. આજુબાજુનો 1824 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તરે બ્રહ્મપુત્ર નદીથી અલગ પડતા ધુબરી, બૉંગાઇગાંવ અને બારપેટા જિલ્લા તથા દક્ષિણ તરફ…

વધુ વાંચો >