Geography

ક્રા(Kra)ની સંયોગીભૂમિ

ક્રા(Kra)ની સંયોગીભૂમિ : મ્યાનમાર અને મલેશિયાના ઉત્તર છેડાથી થાઇલૅન્ડના બૅંગકૉકના ત્રિકોણાકાર પ્રદેશ સુધી 800 કિમી. દૂર આવેલી સાંકડી સંયોગીભૂમિ. ભૌગોલિક સ્થાન : 10° 20′ ઉ. અ. અને 99° 00′ પૂ. રે.. આ પ્રદેશની મધ્યમાં ઉત્તર-દક્ષિણ આવેલી ગિરિમાળા પૂર્વ તરફના પહોળા અને પશ્ચિમ તરફના સાંકડા મેદાનનું વિભાજન કરે છે. અહીં ચોમાસાની…

વધુ વાંચો >

ક્રિમિયા

ક્રિમિયા : કૉમનવેલ્થ ઑવ્ ઇન્ડિપેન્ડન્ટ સ્ટેટ્સના યુરોપીય વિભાગમાં દક્ષિણ દિશામાં આવેલો 25,000 ચોકિમી. ક્ષેત્રફળ ધરાવતો દ્વીપકલ્પ. તે 44° 30′ ઉ. અ.થી 46° ઉ. અ. અને 33° પૂ. રે.થી 36° 40′ પૂ. રે.ની આજુબાજુ આવેલ છે. ક્રિમિયા યુક્રેન સહિતની મુખ્ય ભૂમિ સાથે પેરેકોપ નામની સાંકડી સંયોગીભૂમિથી જોડાયેલો છે. તેની પશ્ચિમ તથા…

વધુ વાંચો >

ક્રિસ્ટ્મસ ટાપુ

ક્રિસ્ટ્મસ ટાપુ : હિંદી મહાસાગરમાં દક્ષિણ ઑસ્ટ્રેલિયા અને જાવા વચ્ચે જાવાથી 360 કિમી. અંતરે 105° દ. અ. અને 40° પૂ. રે. પર આવેલો ટાપુ. જ્વાળામુખીને કારણે બનેલા આ ટાપુનું ક્ષેત્રફળ 135 ચોકિમી. છે. 6-6-1888ના રોજ તેને ગ્રેટ બ્રિટને ખાલસા કરેલો. તેનો વહીવટ સિંગાપોર સંભાળતું હતું. 1942 અને 1945માં તેના પર…

વધુ વાંચો >

ક્રીટ

ક્રીટ (Crete) : આયોનિયન સમુદ્ર અને પૂર્વ ભૂમધ્ય સમુદ્રને અલગ પાડતો ગ્રીસનો પ્રાચીન મિનોઅન સંસ્કૃતિ ધરાવતો દ્વીપ. ભૌગોલિક સ્થાન 35° 29’ ઉ.અ. અને 24° 42’ પૂ.રે. ક્ષેત્રફળ : 8,336 ચોકિમી. છે. આ ટાપુ ગ્રીસની મુખ્ય ભૂમિથી 96 કિમી. અને ઍથેન્સથી 257 કિમી., ઉત્તર આફ્રિકાના કિનારાથી 320 કિમી. અને ડાર્ડેનલ્સની ભૂશિરથી…

વધુ વાંચો >

ક્રૅગ અને ટેલ

ક્રૅગ અને ટેલ : હિમનદીજન્ય ઘસારાથી ઉદભવતું લક્ષણ. હિમનદીના માર્ગમાં બાધક બનતો ખડકજથ્થો ક્રૅગ તરીકે ઓળખાય છે. ક્રૅગની વિરુદ્ધ બાજુ પર હિમનદીના ઘસારાની ખાસ અસર થતી નથી, તેને ટેલ – પુચ્છભાગ કહેવામાં આવે છે. ક્યારેક હિમનદીની વહનદિશામાં સખત ખડકજથ્થો અવરોધ-સ્વરૂપે આવી જાય તો હિમનદીની આગળ ધપવાની ગતિ અવરોધાય છે. આથી…

વધુ વાંચો >

ક્રોએશિયા

ક્રોએશિયા (Croatia) : યુગોસ્લાવિયામાંથી છૂટાં પડેલાં છ ઘટક રાજ્યો (બૉસ્નિયા-હર્ઝગોવિના, ક્રોએશિયા, મૅસિડોનિયા, સ્લોવેનિયા, સર્બિયા અને મૉન્ટિનિગ્રો)માંનું એક રાજ્ય (જુઓ નકશો). ભૌગોલિક સ્થાન 45° 10’ ઉ. અ. અને 15° 30’ પૂ. રે.. આ રાજ્ય યુગોસ્લાવિયાની ઉત્તરે અર્ધચન્દ્રાકાર વિસ્તાર ધરાવે છે. તેનું કુલ ક્ષેત્રફળ 56,538 ચોકિમી. છે. યુગોસ્લાવિયાનાં ઘટક રાજ્યોમાં તે સૌથી…

વધુ વાંચો >

ક્લીવલૅન્ડ

ક્લીવલૅન્ડ : અમેરિકાના ઓહાયો રાજ્યનું મોટામાં મોટું નગર તથા પોલાદ-ઉત્પાદનનું વિશ્વનું જાણીતું કેન્દ્ર. ભૌગોલિક સ્થાન : 47° 29’ ઉ. અ. અને 81° 41’ પ. રે.. કાયહોગા નદી તથા ઇરી સરોવરના સંગમ પર ક્લીવલૅન્ડે આ નગર વસાવેલું. 1840માં રેલમાર્ગની શરૂઆત થતાં વ્યાપારઉદ્યોગના કેન્દ્ર તરીકે આ નગરનો ઝડપી વિકાસ થયો. ઇરી સરોવરની…

વધુ વાંચો >

ક્વાજો (ગુઇઝો)

ક્વાજો (ગુઇઝો) : વાયવ્ય ચીનના ખૂણામાં આવેલો પ્રાંત. ક્ષેત્રફળ : 1,74,000 ચોકિમી. તેની દક્ષિણે ગુંઆગક્ષી ઝુઆંગઝુ, પશ્ચિમે યુનાન, ઉત્તરે ઝેકવાન અને પૂર્વ તરફ હુનાન પ્રાંત આવેલા છે. સમગ્ર પ્રાંત ખાડાટેકરાવાળો અને યુનાન ગુઇઝોના ઉચ્ચપ્રદેશનો અંતર્ગત ભાગ છે. ચૂનાના ખડકોવાળો આ ઉચ્ચપ્રદેશ 710થી 1830 મી. ઊંચો છે. અહીં વહેતી નદીઓનાં તળ…

વધુ વાંચો >

ક્વાન્ગતુંગ

ક્વાન્ગતુંગ : ચીની પ્રજાસત્તાકના એકવીસ પ્રાંતોમાંનો એક. ચીનની મુખ્ય ભૂમિના છેક અગ્નિ કિનારા પર આ પ્રાંત આવેલો છે અને ચીની સમુદ્રના દક્ષિણકાંઠાને તે સ્પર્શે છે. તેની પશ્ચિમે કવાંગ્સીચુઆંગ નામનો સ્વાયત્ત પ્રદેશ, ઉત્તરે હુનાન તથા કિયાંગ્સી પ્રાંતો, ઈશાન તરફ ફુકિન પ્રાંત તથા દક્ષિણે દક્ષિણ ચીની સમુદ્ર છે. હાલ બ્રિટિશ શાસન હેઠળનો…

વધુ વાંચો >

ક્વાલાલુમ્પુર

ક્વાલાલુમ્પુર : મલેશિયાની રાજધાની. તે 3°.09´ ઉત્તર અક્ષાંશ, 101°. 43´ પૂર્વ રેખાંશ ઉપર આવેલી છે. તે મલાયા દ્વીપકલ્પના સમુદ્રકિનારાથી 40. કિમી. દૂર તથા કેલંગ અને ગોમ્બાક નદીઓના સંગમ ઉપર આવેલું છે. વાર્ષિક સરેરાશ તાપમાન 21°થી 32° સે. રહે છે. ભેજનું પ્રમાણ વિશેષ રહે છે. આ શહેરની સ્થાપના 1857માં થઈ હતી.…

વધુ વાંચો >