ક્રૅગ અને ટેલ : હિમનદીજન્ય ઘસારાથી ઉદભવતું લક્ષણ. હિમનદીના માર્ગમાં બાધક બનતો ખડકજથ્થો ક્રૅગ તરીકે ઓળખાય છે. ક્રૅગની વિરુદ્ધ બાજુ પર હિમનદીના ઘસારાની ખાસ અસર થતી નથી, તેને

ક્રૅગ અને ટેલ

ટેલ – પુચ્છભાગ કહેવામાં આવે છે. ક્યારેક હિમનદીની વહનદિશામાં સખત ખડકજથ્થો અવરોધ-સ્વરૂપે આવી જાય તો હિમનદીની આગળ ધપવાની ગતિ અવરોધાય છે. આથી તે ખડકજથ્થા ઉપર હિમનદીના ઘસારાની અસર થતી જાય છે. ઇંગ્લૅન્ડમાં આવેલો કૅસલ રૉક ઑવ્ એડિનબરો તેનું ઉત્તમ ઉદાહરણ છે.

વ્રિજવિહારી દીનાનાથ દવે