Geography

કિતાક્યુશુ

કિતાક્યુશુ : જાપાનના ક્યુશુ ટાપુના વાયવ્ય છેડે આવેલું ફુકુઓકા પ્રિફૅક્ચરનું મુખ્ય શહેર અને ઔદ્યોગિક કેન્દ્ર. ભૌગોલિક સ્થાન : 33o 53′ ઉ. અ. અને 130o 50′ પૂ. રે.. ક્યુશુ ટાપુ અને હોન્શુ ટાપુ વચ્ચે સુઓ-નાડા ગેનાકીનો સમુદ્ર અને કાનમોન સામુદ્રધુની આવેલાં છે. 1963માં તેની રચના થયેલી છે. જાપાનના ચાર મોટા ઔદ્યોગિક…

વધુ વાંચો >

કિનાબાલુ પર્વત

કિનાબાલુ પર્વત : મલેશિયાના બૉર્નિયો ટાપુ (સાબાહ) ઉપરનું સૌથી ઊંચું શિખર. ભૌગોલિક સ્થાન : 6o 05′ ઉ. અ. અને 116o 33′ પૂ. રે.. ઊંચાઈ 4094 મીટર. આ ટાપુની ઉત્તર કિનારે ક્રોકર હારમાળા, જ્યારે દક્ષિણ તરફ બનજારન હારમાળા આવેલી છે. ઊંચાણવાળા પ્રદેશોમાં ઘણી ઊંચાઈ સુધી ગ્રૅનાઇટના ખડકો આવેલા છે. 600 મીટરની…

વધુ વાંચો >

કિન્નૌર

કિન્નૌર (Kinnaur) : હિમાચલ પ્રદેશનો જિલ્લો. ભૌગોલિક સ્થાન : તે 31o 06’થી 32o 05′ ઉ. અ. અને 77o 45’થી 79o 05′ પૂ. રે. વચ્ચેનો 6,401 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની લંબાઈ-પહોળાઈ અનુક્રમે 80 કિમી. અને 64 કિમી. જેટલી છે. તેની ઉત્તરે લાહુલ-સ્પિટી જિલ્લો, પૂર્વ તરફ ચીન સાથેની આંતરરાષ્ટ્રીય…

વધુ વાંચો >

કિન્શાસા

કિન્શાસા : આફ્રિકા ખંડમાં કોંગો નદીના દક્ષિણ કાંઠા પર નદીના મુખથી લગભગ 515 કિલોમીટર દૂર આવેલું શહેર. તે ઝૈર પ્રજાસત્તાકના કિન્શાસા પ્રાન્તની રાજધાની તેમજ મોટામાં મોટું શહેર છે. તે 4o 18′ દક્ષિણ અક્ષાંશ અને 15o 18′ પૂર્વ રેખાંશ પર આવેલું છે. વિસ્તાર : 9965 ચોકિમી., વસ્તી 1.71 કરોડ (2021). આટલાન્ટિક…

વધુ વાંચો >

કિમ્બરલી

કિમ્બરલી : દક્ષિણ આફ્રિકા દેશનું શહેર. ભૌગોલિક સ્થાન : 28o 43′ દ. અ. અને 24o 46′ પૂ.રે.. આ સ્થળ દુનિયાનાં મહત્વનાં મોટાં હીરાધારક મથકો પૈકીનું એક છે. કેપ પ્રાંતમાં આવેલા કેપટાઉનથી ઈશાન તરફ 1040 કિમી.ને અંતરે છે. દુનિયાભરની મોટી ગણાતી હીરાની ખાણો કિમ્બરલી નજીક આવેલી છે. કિમ્બરલીમાં આવેલાં કારખાનાંમાં અહીંથી…

વધુ વાંચો >

કિમ્બરલીઝ

કિમ્બરલીઝ : ઑસ્ટ્રેલિયાના વાયવ્ય ભાગમાં આવેલું ઉચ્ચપ્રદેશો તથા હારમાળાઓનું જૂથ. અહીંનો કિમ્બરલી જિલ્લો સહાયક નદીઓથી ઘેરાયેલો છે. અહીંનો સમગ્ર વિસ્તાર તેના પર્વતો, ઉચ્ચપ્રદેશો તેમજ કોતરોથી નયનરમ્ય બની રહેલો છે. ભૂસ્તરીય દૃષ્ટિએ જોતાં, આ પ્રદેશ દુનિયાભરના પ્રાચીનતમ પ્રદેશો પૈકીનો એક છે. અહીંની મોટાભાગની હારમાળાઓ પ્રીકેમ્બ્રિયન સમયના રેતીખડકો અને ક્વાર્ટ્ઝાઇટથી બનેલી છે.…

વધુ વાંચો >

કિમ્બરલીની ખાણ

કિમ્બરલીની ખાણ : દક્ષિણ આફ્રિકાના નૉર્ધર્ન કૅપ પ્રૉવિન્સમાં  આવેલી ખાણ. ભૌગોલિક સ્થાન : 28o 43′ દ. અ. અને 24o 46′ પૂ. રે.. કિમ્બર્લીની ખુલ્લી ખાણ ‘બીગ હોલ’ તરીકે ઓળખાય છે. તેનો ઘેરાવો 1.6 કિમી. છે. મનુષ્યે ખોદેલી આ સૌથી ઊંડી અને મોટી ખાણ છે. સમુદ્ર-સપાટીથી આ ખીણની ઊંડાઈ 1223 મીટર…

વધુ વાંચો >

કિયાન્ગ્સી (ઝિયાન્કસી)

કિયાન્ગ્સી (ઝિયાન્કસી) : અગ્નિ ચીનનો ભૂમિબદ્ધ પ્રાંત. ભૌગોલિક સ્થાન : 28o 00′ ઉ. અ. અને 116o 00′ પૂ. રે.. તેની ઉત્તરે હુબેહ અને અન્હુઈ, પૂર્વમાં ફુજિયાન અને ઝેચિયાંગ, દક્ષિણે ગુઆંગ્ડોંગ તથા પશ્ચિમે હુનાન પ્રાંતો આવેલા છે. તેનો કુલ વિસ્તાર 1,64,800 ચોકિમી. જેટલો છે. ભૂપૃષ્ઠ–જળપરિવાહ–આબોહવા : આ પ્રાંતનું ભૂપૃષ્ઠ પહાડી છે.…

વધુ વાંચો >

કિયાન્ગ્સુ (જિયાંગ્સુ)

કિયાન્ગ્સુ (જિયાંગ્સુ) : ચીનના પૂર્વ તરફના કિનારા પર આવેલો પ્રાંત. ભૌગોલિક સ્થાન : 33o ઉ. અ. અને 120o પૂ. રે.. તે પીળા સમુદ્ર અને યાન્ગ્ઝે નદીના મુખત્રિકોણના કાંપવાળા ફળદ્રૂપ પ્રદેશ પર આવેલો છે. તેની પૂર્વે તથા દક્ષિણે પીળો સમુદ્ર, પશ્ચિમે અન્હુઇ પ્રાંત તથા ઉત્તરે શાંગડોંગ પ્રાંત આવેલા છે. તેનો કુલ…

વધુ વાંચો >

કિરિન

કિરિન (જિલિન) : ચીનની ઇશાને મંચુરિયામાં આવેલો પ્રાંત. ભૌગોલિક સ્થાન : 44o ઉ. અ. અને 126o પૂ. રે. તેની ઉત્તરે હૈલોંગજીઆંગ પ્રાંત, દક્ષિણે ઉત્તર કોરિયા, નૈર્ઋત્યમાં લિઆઓનિંગ પશ્ચિમે ‘ઇનર મોંગોલિયા અને પૂર્વ બાજુ રશિયાનો પ્રદેશ છે. તેનો વિસ્તાર 1,86,500 ચોકિમી છે. આ પ્રદેશ વચ્ચે થઈને સૌંધુઆ નદી વહે છે જે…

વધુ વાંચો >