Geography
કાંકરોલી
કાંકરોલી : પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ સંપ્રદાયનું મહત્વનું યાત્રાધામ. તે 25o 03′ ઉ. અ. અને 73o 58′ પૂ. રે. પર આવેલું છે. ભારતના રાજસ્થાન રાજ્યમાં રાજસમંદ જિલ્લામાં ઉદેપુરથી એકલિંગજીને રસ્તે ઉત્તરમાં આગળ વધતાં નાથદ્વારા અને ત્યાંથી આગળ ચારભુજાજીને રસ્તે 17 કિમી.ના અંતરે રાણા રાયસિંહજીએ બંધાવેલા રાજસમંદ સરોવરના દક્ષિણ તટ ઉપર આવેલું વૈષ્ણવ…
વધુ વાંચો >કાંગડા (Kangra)
કાંગડા (Kangra) : હિમાચલ પ્રદેશના પશ્ચિમ ભાગમાં આવેલો જિલ્લો તથા તે જ નામ ધરાવતું જિલ્લામથક. ભૌગોલિક સ્થાન : તે 31o 40’થી 32o 25′ ઉ. અ. અને 73o 35’થી 77o 05′ પૂ.રે. વચ્ચેનો 5,739 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. આ જિલ્લાની નૈર્ઋત્યે ઉના જિલ્લો, વાયવ્યે પંજાબ રાજ્યનો ગુરુદાસપુર જિલ્લો, ઉત્તરે…
વધુ વાંચો >કાંગારુ ટાપુ
કાંગારુ ટાપુ : ઑસ્ટ્રેલિયાના દક્ષિણ કિનારે સેન્ટ વિન્સેન્ટ અખાતના મુખ નજીક ઍડીલેડથી નૈર્ઋત્યે 130 કિમી. દૂર આવેલો મોટો ટાપુ. ભૌગોલિક સ્થાન : 33o 50′ દ. અ. અને 137o 05′ પૂ. રે.. ન્યૂગિની અને ટાસ્માનિયા પછી તેનો ત્રીજો ક્રમ છે. આ ટાપુ ઉપર કાંગારુની વસ્તી ઘણી હોવાથી તેને આ નામ મળ્યું…
વધુ વાંચો >કાંચનજંઘા
કાંચનજંઘા : નેપાળમાં આવેલ હિમાલય ગિરિમાળાનું જગતનું ત્રીજા નંબરનું સૌથી ઊંચું શિખર. આ પહાડી ક્ષેત્રનું નામ, મૂળ તિબેટિયન ભાષાના ‘Kangchen-dzo-nga’ અથવા ‘Yangchhen-dzo-nga’ પરથી ઊતરી આવ્યું છે. તેની ટોચનાં પાંચ શિખરોને કારણે તિબેટના લોકોએ તેને ‘બરફના પાંચ ભંડારો’ ઉપનામ આપ્યું છે. તેનું નેપાળી નામ કુંભકર્ણ લંગૂર છે. તે નેપાળ અને સિક્કિમની…
વધુ વાંચો >કાંચીપુરમ્
કાંચીપુરમ્ : ભારતના તામિલનાડુ રાજ્યમાં ચેન્નાઈથી નૈર્ઋત્યે આવેલો જિલ્લો તથા પાલર નદીને કિનારે આવેલું શહેર તથા કાંચીપુરમ્ જિલ્લાનું વડું મથક. તે કાંચી અથવા કાંચીપુરમ્ કાંજીવરમ્ તરીકે પણ ઓળખાય છે. ભૌગોલિક સ્થાન : 12o 50′ ઉ. અ. અને 79o 43′ પૂ.રે.. આ જિલ્લાનો વિસ્તાર 4,037 ચોકિમી. છે. જ્યારે વસ્તી 39,90,897 (2011),…
વધુ વાંચો >કાંપ (alluvium)
કાંપ (alluvium) : અર્વાચીન નદીઓની રચનાત્મક ક્રિયા દ્વારા ઉદભવતા જતા કણજન્ય નિક્ષેપો માટે ઉપયોગમાં લેવાતો સામાન્ય પર્યાય. આ પર્યાય હેઠળ નદીતળ, પૂરનાં મેદાનો, મુખત્રિકોણ, સરોવર, પહાડી પ્રદેશોના ઢોળાવના તળેટી વિસ્તારો તેમજ નદીનાળ પ્રદેશોમાં એકત્રિત થતા નિક્ષેપોનો સમાવેશ કરી શકાય. રેતી, માટી અને સિલ્ટ જેવા સૂક્ષ્મ કણોથી બનેલો સ્વચ્છ જળજન્ય નિક્ષેપ…
વધુ વાંચો >કાંપિલ્ય
કાંપિલ્ય : ઉત્તર પ્રદેશમાં ફરૂખાબાદ જિલ્લામાં આવેલું પ્રાચીન નગર. તેનો સર્વપ્રથમ ઉલ્લેખ યજુર્વેદમાં મળે છે. પહેલાં તે ગંગાને કાંઠે વસેલું હતું. હવે એની નીચેના ભાગમાંથી ‘બૂઢી ગંગા’ નામની ધારા વહે છે. એ દક્ષિણ પાંચાલના રાજા દ્રુપદનું પાટનગર હતું. અહીં દ્રૌપદીનો સ્વયંવર થયો હતો. અહીંના એક ઊંચા ટેકરાને દ્રુપદનો કોટ કહે…
વધુ વાંચો >કિઓન્જાર
કિઓન્જાર (Keonjhar) : ઓડિસાના ઉત્તરભાગમાં આવેલો જિલ્લો તથા તે જ નામ ધરાવતું જિલ્લામથક. ભૌગોલિક સ્થાન : તે 21o 11’થી 22o 10′ ઉ. અ. અને 85o 11’થી 86o 22′ પૂ.રે. વચ્ચેનો 8337 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તર તરફ ઝારખંડ રાજ્યનો પશ્ચિમ સિંગભૂમ જિલ્લો, પૂર્વ તરફ મયૂરભંજ, બાલેર અને…
વધુ વાંચો >કિગાલી
કિગાલી : મધ્ય આફ્રિકાના રાજ્ય રુઆન્ડાની રાજધાની. મધ્ય આફ્રિકામાં 1962માં ‘યુનાઇટેડ નૅશન્સ ટ્રસ્ટ ટેરિટરી ઑવ્ રુઆન્ડા-બુરુન્ડીમાંથી રુઆન્ડા છૂટું પડી નવું રાષ્ટ્ર બન્યું. લગભગ 1,000થી 1,500 મી.ની ઊંચાઈ ધરાવતા પહાડી વિસ્તારની વચમાં આશરે એકાદ હજાર મી.ની ઊંચાઈ ધરાવતું આ પાટનગર 1º.57′ દ.અ. અને 30º.04′ પૂ.રે. પર આવેલું છે. દેશના મધ્યભાગમાં આવેલું…
વધુ વાંચો >કિઝીલકુમનું રણ
કિઝીલકુમનું રણ : જુઓ રણ.
વધુ વાંચો >