Geography

કચાર

કચાર (Cachar) : અસમ રાજ્યનો જિલ્લો. ભૌગોલિક સ્થાન : તે 24o 49′ ઉ. અ. અને 92o 48′ પૂ. રે.ની આજુબાજુનો આશરે 3,786 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તરે ઉત્તર કચાર હિલ્સ જિલ્લો તથા મેઘાલય રાજ્ય, પૂર્વ તરફ મણિપુર રાજ્ય, દક્ષિણ તરફ મિઝોરમ રાજ્ય તેમજ પશ્ચિમ તરફ હલ્લાકાંડી અને…

વધુ વાંચો >

કચ્છ

કચ્છ ગુજરાત રાજ્યનો અને ભારતનો સૌથી મોટો જિલ્લો અને ભૂતપૂર્વ દેશી રાજ્ય. કાચબા જેવા તેના આકારને કારણે અથવા કાદવવાળી ઉજ્જડ ભૂમિને કારણે તેનું નામ કચ્છ પડ્યું છે. આભીર કે આહીરોના વસવાટને કારણે તેને આભીરિયા કે આબીરિયા નામ પણ મળેલું છે. આ બંને નામો ત્રીજી-ચોથી સદી સુધી પ્રચલિત હતાં. પ્રાચીન કાળથી…

વધુ વાંચો >

કચ્છનું રણ

કચ્છનું રણ : ભારતની પશ્ચિમે અને પાકિસ્તાનની દક્ષિણ અને પૂર્વ સરહદે આવેલું મોટું અને નાનું રણ. કચ્છનું રણ 22o 55′ ઉ. અ. અને 24o 43′ ઉ. અ. 68o 45′ પૂ. રે. અને 71o 46′ પૂ. રે. વચ્ચે આવેલું છે. બંને રણનું ક્ષેત્રફળ 27,300 ચોકિમી. છે. મોટું રણ પૂર્વ-પશ્ચિમ 256 કિમી.…

વધુ વાંચો >

કચ્છનો અખાત

કચ્છનો અખાત : ગુજરાતના સૌરાષ્ટ્ર અને કચ્છના પ્રદેશોને જુદો પાડતો અખાત. કચ્છનો અખાત વોમાની ગામ આગળથી શરૂ થાય છે. તેની લંબાઈ 160 કિમી. અને મુખ આગળ પહોળાઈ 70 કિમી. છે, પણ મથાળા આગળ તે 12.8 કિમી. પહોળો છે. કંડલા, હંજસ્થળ અને નકટીની ખાડીઓ દ્વારા અખાતનું પાણી નાના રણમાં પ્રવેશે છે.…

વધુ વાંચો >

કઝાખસ્તાન

કઝાખસ્તાન : પશ્ચિમ-મધ્ય એશિયામાં આવેલો પ્રદેશ. વિસર્જિત સોવિયેત યુનિયનનાં પંદર પ્રજાસત્તાક રાજ્યો પૈકીનું એક. ડિસેમ્બર 1991માં રચાયેલ ‘કૉમનવેલ્થ ઑવ્ ઇન્ડિપેન્ડન્ટ સ્ટેટ્સ’માંનું એક સાર્વભૌમ રાજ્ય. ભૌગોલિક સ્થાન : તે 48o ઉ. અ. અને 68o પૂ. રે.ની આજુબાજુનો 27,17,300 ચોકિમી.નો વિસ્તાર આવરી લે છે. તે ઉત્તર અને વાયવ્યમાં રશિયાની મુખ્ય ભૂમિથી, પૂર્વ…

વધુ વાંચો >

કટક

કટક : ઓડિસા રાજ્યનો કંઠારપ્રદેશીય જિલ્લો તથા તે જ નામ ધરાવતું જિલ્લામથક. ભૌગોલિક સ્થાન : તે 21o 01’થી 21o 10′ ઉ. અ. અને 84o 58’થી 87o 03′ પૂ. રે. વચ્ચેનો 3932 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તે ઉત્તર તરફ અંગુલ, ધેનકાનલ અને જાજપુર જિલ્લાઓથી, પૂર્વ તરફ કેન્દ્રપાડા અને જગતસિંગપુર…

વધુ વાંચો >

કટિહાર

કટિહાર : બિહાર રાજ્યનો જિલ્લો તથા તે જ નામ ધરાવતું જિલ્લામથક. ભૌગોલિક સ્થાન : તે 25o 32′ ઉ. અ. અને 87o 35′ પૂ. રે.ની આજુબાજુનો 3,057 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તરે પૂર્ણિયા જિલ્લો અને પશ્ચિમ બંગાળ રાજ્યની સીમા, પૂર્વ તરફ પશ્ચિમ બંગાળનાં માલ્દા અને પશ્ચિમ દિનાજપુર, દક્ષિણ…

વધુ વાંચો >

કડાપા

કડાપા (kadapa) : આંધ્રપ્રદેશનો જિલ્લો તથા તે જ નામ ધરાવતું જિલ્લામથક. ભૌગોલિક સ્થાન : તે 13o 43’થી 15o 14′ ઉ. અ. અને 77o 55′ થી 79o 29′ પૂ. રે.ની વચ્ચેનો 15,359 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તરે કુર્નૂલ અને પ્રકાશમ જિલ્લો, પૂર્વ તરફ નેલોર જિલ્લો, દક્ષિણ તરફ ચિત્તુર…

વધુ વાંચો >

કડિયો ડુંગર

કડિયો ડુંગર : ભરૂચ જિલ્લામાં અંકલેશ્વર પાસે ભરૂચથી 57 કિમી. દૂર ક્ષત્રપકાલીન ગુફાઓવાળો 500 ફૂટ ઊંચો ડુંગર. ડુંગરની તળેટીમાં એક જ પથ્થરમાંથી કોતરી કાઢેલો એક સિંહસ્તંભ છે. આસપાસ ઈંટેરી સ્થાપત્યના અવશેષો છે. ગુજરાત રાજ્ય પુરાતત્વખાતા મારફત પ્રથમ વાર 1966-69માં તપાસ થયેલી. 1969-70માં રાજ્યરક્ષિત પ્રાચીન સ્મારક તરીકે જાહેર થયેલ. ડુંગર ઉપર…

વધુ વાંચો >

કડી

કડી : મહેસાણા જિલ્લાનો તાલુકો. તે મહેસાણાથી દક્ષિણે આવેલો છે. તાલુકાનો ઉત્તર ભાગ ખાખરિયા ટપ્પા તરીકે ઓળખાય છે. તેનું ક્ષેત્રફળ 829.6 ચોકિમી. ને વસ્તી 3,41,407 (2011) છે. તાલુકામાં 118 ગામો આવેલાં છે. 23o-18′ ઉ. અ. અને 72o-20′ પૂ. રે. ઉપર આવેલા તાલુકામથક કડીનું ક્ષેત્રફળ 2.9 ચોકિમી. અને વસ્તી 66,242 છે…

વધુ વાંચો >