Geography
એસેક્સ
એસેક્સ : ઇંગ્લૅન્ડનું પરગણું. ભૌગોલિક સ્થાન : 510 48’ ઉ. અ. અને 00 40’ પૂ. રે.. તે ઇંગ્લૅન્ડની પૂર્વે અને લંડનથી સહેજ ઉત્તરે દરિયાકાંઠા પર આવેલું છે. તેની દક્ષિણે ટેમ્સ નદી તથા પૂર્વ તરફ ઉત્તર સમુદ્ર છે. દસમી સદીમાં ડેન્માર્કના વર્ચસ્માંથી મુક્ત કરી ઇંગ્લૅન્ડે તે પરત મેળવ્યું હતું. તેનો કુલ…
વધુ વાંચો >એસ્કર
એસ્કર : હિમશિલાના અંત:પ્રવાહ સાથે ઘસડાઈ આવેલ જાડી રેતી, કંકર વગેરેના નિક્ષેપથી બનેલા ખડકોવાળી, સાંકડી, વાંકીચૂકી ટેકરી. તે 3 કે 5 મીટરથી માંડીને 10 કે 12 મીટરથી ઊંચી હોય છે. આ શબ્દ આયરિશ ભાષાનો છે અને આયર્લૅન્ડમાં આવેલી આ પ્રકારની ટેકરીઓ ઉપરથી અન્ય આવી ટેકરીઓ એસ્કર તરીકે ઓળખાય છે. આવી…
વધુ વાંચો >એસ્કિમો
એસ્કિમો : ટુન્ડ્ર પ્રદેશના વતની. ‘ટુન્ડ્ર’નો અર્થ ‘બરફનું રણ’ થાય છે. આ પ્રદેશ 700થી 800 અક્ષાંશવૃત્તો વચ્ચે શીત કટિબંધમાં આવેલો છે. ઉત્તર કૅનેડા અને ગ્રીનલૅન્ડમાં વસતા લોકો એસ્કિમો તરીકે ઓળખાય છે; જ્યારે યુરોપમાં લેપ અને ફિન તથા સાઇબીરિયામાં સેમોયેડ અને યાકુત તરીકે ઓળખાય છે. ટુન્ડ્ર હિમાચ્છાદિત પ્રદેશ છે. અહીં ખેતી…
વધુ વાંચો >એસ્ચ્યુઅરી (estuary)
એસ્ચ્યુઅરી (estuary) : સમુદ્રને મળતી નદીના મુખનો પ્રદેશ. તેને ‘નદીનાળ’નો પ્રદેશ પણ કહે છે. નદીનાં પાણી અને સમુદ્રમાં ભરતી આવતાં પાણી નદીમાં જ્યાં સુધી મિશ્ર થતાં રહે ત્યાં સુધીનો પ્રદેશ નદીનાળ કહેવાય છે. સમુદ્રજળની સપાટી વધતાં અથવા ભૂમિભાગ નીચે બેસી જવાથી આ પ્રદેશની રચના થાય છે. ઍટલાંટિકની પશ્ચિમે યુ.એસ.માં આવેલો…
વધુ વાંચો >ઍસ્થેનોસ્ફિયર
ઍસ્થેનોસ્ફિયર : ભૂમધ્યાવરણના ત્રણ પેટાવિભાગો(શિલાવરણ, ઍસ્થેનોસ્ફિયર અને મેસોસ્ફિયર)માંનો એક. ભૂકંપશાસ્ત્રીય અભ્યાસ દ્વારા પૃથ્વીનાં પડોની ભૌતિક ગુણધર્મોની ભિન્નતાને આધારે સપાટીથી ભૂગર્ભ સુધી પોપડો, ભૂમધ્યાવરણ (મધ્ય વિભાગ) અને ભૂકેન્દ્રીય ભાગ એવા ત્રણ ભાગ પાડેલા છે. ભૂપૃષ્ઠની નીચે તરફ 100 કિમી.થી 250 કિમી. સુધી આવેલ ઍસ્થેનોસ્ફિયર, તેની ઉપરના શિલાવરણ અને નીચેના મેસોસ્ફિયર કરતાં…
વધુ વાંચો >ઐઝોલ
ઐઝોલ : મિઝોરમ રાજ્યનો જિલ્લો તથા તે જ નામ ધરાવતું જિલ્લામથક. ભૌગોલિક સ્થાન : તે 230 44′ ઉ. અ. અને 920 43′ પૂ.રે.ની આજુબાજુનો 3,576 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તરે આસામનો કાચાર જિલ્લો અને મણિપુર રાજ્ય, પૂર્વ તરફ મ્યાનમાર, દક્ષિણ તરફ રાજ્યનો લુંગલેઈ જિલ્લો તથા પશ્ચિમે બાંગ્લાદેશ…
વધુ વાંચો >ઐતિહાસિક ભૂગોળ
ઐતિહાસિક ભૂગોળ : ભૂતકાળની ભૌગોલિક સ્થિતિ. કોઈ પણ પ્રદેશનો ભૌગોલિક અભ્યાસ અથવા કોઈ પણ ચોક્કસ સમયે પ્રદેશની સ્થિતિ અથવા ભૂતકાળમાં તેની સ્થિતિ અથવા તે પ્રદેશની બદલાતી ભૌગોલિક પરિસ્થિતિ અથવા બદલાતા સમયમાં તે પ્રદેશની સ્થિતિ. પ્રાકૃતિક અને માનવભૂગોળમાં તેનો અભ્યાસ કરીને દુનિયાની સમકાલીન પરિસ્થિતિનો ખ્યાલ આપવામાં આવે છે. ઈ. પૂર્વે પાંચમી…
વધુ વાંચો >ઑકલૅન્ડ
ઑકલૅન્ડ : ન્યૂઝીલૅન્ડના ઉત્તર ટાપુનો વાયવ્યમાં આવેલો જિલ્લો. ભૌગોલિક સ્થાન : 360 52′ દ. અ. અને 1740 46′ પૂ. રે.. આ વિસ્તાર હવે ચાર પેટાવિભાગોમાં વહેંચી નાખેલ છે : ઉત્તર ઑકલૅન્ડ, મધ્ય ઑકલૅન્ડ, પશ્ચિમ ઑકલૅન્ડ તથા દક્ષિણ ઑકલૅન્ડ. કુલ વિસ્તાર 42,400 ચોરસ કિમી. તથા કુલ વસ્તી આશરે 17.20 લાખ (2020).…
વધુ વાંચો >ઓકિનાવા
ઓકિનાવા : નૈર્ઋત્ય પૅસિફિકમાં, જાપાનની મુખ્ય ભૂમિથી આશરે 560 કિમી. અંતરે તેની દક્ષિણે છેડા પર આવેલો જાપાનના વહીવટી પ્રભુત્વ હેઠળનો વિસ્તાર. ભૌગોલિક સ્થાન : 260 31′ ઉ. અ. અને 1270 59′ પૂ. રે. તે જાપાન અને તાઇવાન(ફૉર્મોસા)ની વચ્ચે આવેલા રિઊક્યૂ દ્વીપસમૂહમાંનો મોટામાં મોટો ટાપુ છે. તેનો કુલ વિસ્તાર 2,267 ચોકિમી.,…
વધુ વાંચો >ઓક્લાહોમા (રાજ્ય)
ઓક્લાહોમા (રાજ્ય) : અમેરિકાનાં સંયુક્ત રાજ્યોમાંનું દક્ષિણ-મધ્ય ભાગમાં આવેલું રાજ્ય. તે 330 35′ ઉ. અ. અને 370 ઉ. અ. અને 940 29′ પ. રે.થી 1030 પ. રે.ની વચ્ચે આવેલું છે. 1907માં છેંતાલીસમા રાજ્ય તરીકે અમેરિકાના સંઘમાં તેને પ્રવેશ મળ્યો હતો. આ રાજ્યની ઉત્તરે કાન્સાસ, ઈશાનમાં મીસૂરી, પૂર્વ તરફ આરકાન્સાસ, દક્ષિણે…
વધુ વાંચો >