Geography

લીડ્ઝ (Leeds)

લીડ્ઝ (Leeds) :  ઇંગ્લૅન્ડના ઉત્તર ભાગમાં ઍર નદી પર આવેલું શહેર તથા શહેરની આજુબાજુ વિસ્તરેલો પશ્ચિમ યૉર્કશાયરનો મહાનગરને આવરી લેતો જિલ્લો. ભૌગોલિક સ્થાન : 53° 48´ ઉ. અ. અને 1° 33´ પ. રે.. અહીંના વિસ્તૃતપણે અન્યોન્ય સંકળાયેલા રેલમાર્ગો, સડકમાર્ગો, લિવરપુલથી ગુલેનો નહેરમાર્ગ, હવાઈ મથક તથા કોલસાનાં સ્થાનિક ક્ષેત્રોને કારણે તે…

વધુ વાંચો >

લીન (Lynn)

લીન (Lynn) : યુ.એસ.ના મૅસેચૂસેટ્સ રાજ્યના ઈશાન ભાગમાં, ઍટલૅંટિક મહાસાગરના મૅસેચૂસેટ્સ ઉપસાગરના કાંઠા પર આવેલું ઇસેક્સ પરગણાનું શહેર. ભૌગોલિક સ્થાન : 42° 28´ ઉ. અ. અને 70° 57´ પ. રે.. 1629માં તે સૌગસ નામથી વસેલું, 1631માં તે નગર બન્યું. 1637માં તેને લીન રેગિસ નામ અપાયું. અહીં શરૂઆતમાં ચામડાં કમાવાની અને…

વધુ વાંચો >

લીન (નહેર-સામુદ્રધુની)

લીન (નહેર-સામુદ્રધુની) : ઉત્તર પૅસિફિક મહાસાગરની પૂર્વ તરફ અલાસ્કા(યુ.એસ.)ના અગ્નિ ભાગમાં આવેલો સાંકડો જળમાર્ગ. તેની પહોળાઈ સ્થાનભેદે 5થી 19 કિમી. જેટલી છે. ભૌગોલિક સ્થાન : 58° 50´ ઉ. અ. અને 135° 15´ પ. રે.. ઉત્તર તરફ આગળ વધતાં તે ચૅટમ(Chatham)ની સામુદ્રધુની તરીકે ઓળખાય છે અને 96 કિમી. સુધી વિસ્તરે છે.…

વધુ વાંચો >

લીના (નદી)

લીના (નદી) :  રશિયાના પૂર્વ સાઇબીરિયાની મુખ્ય નદી તથા તેના વિશાળ ક્ષેત્ર માટે ઉપયોગમાં લેવાતો જળમાર્ગ. ભૌગોલિક સ્થાન : 72° 25´ ઉ. અ. અને 126° 40´ પૂ. રે.. તે બૈકલ પર્વતોના ઢોળાવમાંથી નીકળે છે. શરૂઆતમાં તે ઈશાન તરફ અને યાકુટસ્ક શહેર પછી વાયવ્યમાં વહે છે. આશરે 4,400 કિમી. વહીને લૅપ્ટેવ…

વધુ વાંચો >

લીમનો ઉપસાગર (Lyme Bay)

લીમનો ઉપસાગર (Lyme Bay) : ઇંગ્લિશ ખાડી સાથે સંકળાયેલો અખાત. ભૌગોલિક સ્થાન : તે 50° 36´ ઉ. અ. અને 2° 55´ પ. રે.ની આસપાસ વિસ્તરેલો છે. આ ઉપસાગર નૈર્ઋત્ય ઇંગ્લૅન્ડનાં ડેવોન-ડૉરસેટ રાજ્યોના દક્ષિણ કિનારા સાથે સંકળાયેલો છે. આ ઉપસાગરના કિનારાની કુલ લંબાઈ આશરે 150 કિમી. જેટલી છે. ડેવોનનો કિનારો ડૉરસેટના…

વધુ વાંચો >

લીમા

લીમા : દક્ષિણ અમેરિકાના પશ્ચિમ કિનારે આવેલા પેરુનું પાટનગર, ઔદ્યોગિક મથક અને મોટામાં મોટું શહેર. તે દેશનું મુખ્ય વાણિજ્યમથક તથા સાંસ્કૃતિક કેન્દ્ર પણ છે. ભૌગોલિક સ્થાન : તે 12° 03´ દ. અ. અને 77° 03´ પ. રે.ની આજુબાજુનો પ્રાંતીય વિભાગ રચે છે. તેનો વિસ્તાર 34,802 ચોકિમી. છે. તે ઍન્ડિઝ ગિરિમાળાની…

વધુ વાંચો >

લીલૉન્ગ્વે

લીલૉન્ગ્વે : આફ્રિકાના અગ્નિ ભાગમાં આવેલા માલાવીનું પાટનગર. ભૌગોલિક સ્થાન : તે 13° 59´ દ. અ. અને 33° 44´ પૂ. રે. પર માલાવીના કૃષિવિસ્તારની મધ્યમાં લીલૉન્ગ્વે નદીને કાંઠે વસેલું છે. અહીં કૃષિપાકો, તમાકુ તથા કાપડનું ઉત્પાદન થતું હોવાથી તે પેદાશો માટેનું વેચાણમથક બની રહેલું છે. 1902માં અહીં વસાહતની શરૂઆત થયેલી.…

વધુ વાંચો >

લીંબડી

લીંબડી : સુરેન્દ્રનગર જિલ્લાનો તાલુકો અને તાલુકામથક. ભૌગોલિક સ્થાન : તે 22° 15´ થી 23° 00´ ઉ. અ. તથા 71° 30´ થી 72° 15´ પૂ.રે. વચ્ચેનો 1,713 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તાલુકામથક લીંબડી તાલુકાના મધ્ય-પશ્ચિમ ભાગમાં આવેલું છે. તાલુકામાં 101 (3 વસ્તીવિહીન) ગામો આવેલાં છે. લીંબડી તાલુકાનું મોટાભાગનું…

વધુ વાંચો >

લુઆન્ડા

લુઆન્ડા : આફ્રિકામાં આવેલા ઍંગોલાનું પાટનગર, મોટામાં મોટું શહેર, ઔદ્યોગિક મથક તથા બંદર. ભૌગોલિક સ્થાન : 8° 48´ દ. અ. અને 13° 14´ પૂ. રે.. તે આટલાંટિક મહાસાગર પર પશ્ચિમ આફ્રિકાના કિનારા પર આવેલું છે. અહીંના ઉદ્યોગોમાં ધાતુ ગાળવાની ભઠ્ઠીઓ, લાટીઓ, કાપડની મિલો, ખાંડ, ખનિજતેલ, સિમેન્ટ, મુદ્રણ તથા ખાદ્યપ્રક્રમણના એકમોનો…

વધુ વાંચો >

લુઈઝિયાના

લુઈઝિયાના : યુ.એસ.ના દક્ષિણ ભાગમાં આવેલું રાજ્ય. ભૌગોલિક સ્થાન : તે 29° થી 33° ઉ. અ. અને 89° થી 94° પ. રે. વચ્ચેનો આશરે 1,35,900 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. મેક્સિકોના અખાતમાં જ્યાં મિસિસિપી નદી ઠલવાય છે ત્યાં તે આવેલું છે. તેની ઉત્તરે આરકાન્સાસ રાજ્ય, પૂર્વે મિસિસિપી નદી અને…

વધુ વાંચો >