Geography
રૉકિઝ માઉન્ટન ટ્રેન્ચ
રૉકિઝ માઉન્ટન ટ્રેન્ચ : રૉકિઝ પર્વતોમાં આવેલો ગર્ત. આ ગર્ત યુ.એસ.ના પશ્ચિમ મૉન્ટાનાથી કૅનેડાના બ્રિટિશ કોલંબિયાની આરપાર પસાર થાય છે અને ફ્લૅટહેડ સરોવરની દક્ષિણે થઈને યુકોન નદીના ઉપરવાસના ઉદભવસ્થાન સુધી ઉત્તર-વાયવ્ય દિશામાં વિસ્તરે છે. આ ગર્ત રૉકિઝ પર્વતમાળાના પશ્ચિમ ઢોળાવને સમાંતર ચાલી જાય છે અને તે જૂની પશ્ચિમ હારમાળાના ઉગ્ર…
વધુ વાંચો >રૉક્સ
રૉક્સ : ઑસ્ટ્રેલિયાના સિડનીના બંદર નજીક આવેલો ઐતિહાસિક વિસ્તાર. તે એટલો બધો જાણીતો છે કે અનેક પ્રવાસીઓ માટેના આકર્ષણનું કેન્દ્ર બની રહેલો છે. દર વર્ષે અહીં આશરે દસ લાખ જેટલા પ્રવાસીઓ તે જોવા માટે આવે છે. આ આખોય વિસ્તાર સિડનીના દરિયાકિનારાની અંતર્ગોળ કમાનની પશ્ચિમ બાજુએ આવેલો છે અને 23 હેક્ટર…
વધુ વાંચો >રોગાલૅન્ડ
રોગાલૅન્ડ : નૉર્વેના નૈર્ઋત્ય છેડા પર આવેલો પ્રદેશ, એક પરગણું. ભૌગોલિક સ્થાન : તે આશરે 59° ઉ. અ. અને 6° 30´ પૂ. રે.ની આજુબાજુનો, 9,141 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની પશ્ચિમે ઉત્તર સમુદ્ર અને પૂર્વમાં બાયકલહાઇન-જુવેનના પ્રદેશો આવેલા છે. પશ્ચિમ કિનારો ટાપુઓ અને ફિયૉર્ડનાં લક્ષણોવાળો છે. આ કિનારા પર…
વધુ વાંચો >રૉચેસ્ટર (1)
રૉચેસ્ટર (1) : ઇંગ્લૅન્ડના કૅન્ટ પરગણામાં આવેલું શહેર અને પરગણાનું મુખ્ય મથક. ભૌગોલિક સ્થાન : તે 51° 24´ ઉ. અ. અને 0° 30´ પૂ. રે. પર લંડનથી પૂર્વ દિશાએ વહેતી મેડવે (Medway) નદીના કાંઠે આવેલું છે. લંડન અને રૉચેસ્ટર વચ્ચે માત્ર 15 કિમી.નું અંતર છે. રાજા એથેલબેર્હટ પહેલાએ ઈ. સ.…
વધુ વાંચો >રૉજર્સ ઘાટ
રૉજર્સ ઘાટ : કૅનેડાના બ્રિટિશ કોલંબિયામાં આવેલો ઘાટ. તે બ્રિટિશ કોલંબિયાના અગ્નિ ભાગમાં ગ્લેશિયર નૅશનલ પાર્કમાં હર્મિટ અને સેલકર્ક પર્વતોની સર ડોનાલ્ડ હારમાળા વચ્ચે 1,327 મીટરની ઊંચાઈ પર આવેલો છે. 148 કિમી. લંબાઈવાળો કૅનેડિયન પેસિફિક રેલમાર્ગ આ ઘાટમાંથી પસાર થાય તે રીતે તૈયાર કરવાનો હતો ત્યારે 1881માં એ. બી. રૉજર્સ…
વધુ વાંચો >રોઝારિયો (Rosario)
રોઝારિયો (Rosario) : આર્જેન્ટીના બુએનૉસ આયરિસ અને કૉર્ડોબા પછીના ત્રીજા ક્રમે આવતું મોટું શહેર. ભૌગોલિક સ્થાન : 32° 57´ દ. અ. અને 60° 40´ પ. રે. પર સ્થિત આ મહાનગર બુએનૉસ આયરિસથી આશરે 320 કિમી. દૂર પારાના નદીના ઉપરવાસમાં, પૂર્વ-મધ્ય આર્જેન્ટીનાનાં પમ્પાઝનાં ફળદ્રૂપ મેદાનોમાં વસેલું છે. તે દરિયાથી દૂર ભૂમિ-અંતર્ગત…
વધુ વાંચો >રોઝીઉ
રોઝીઉ : વેસ્ટ ઇન્ડિઝની વાતાભિમુખ બાજુ કૅરિબિયન સમુદ્રમાં આવેલા પ્રજાસત્તાક ટાપુદેશ ડૉમિનિકનું પાટનગર, બંદર તથા મોટું શહેર. ભૌગોલિક સ્થાન : 15° 18´ ઉ. અ. અને 61° 24´ પ. રે.. આ ટાપુના નૈર્ઋત્ય કિનારે નદીના મુખ પર આ શહેર વસેલું છે. ટાપુના મધ્યભાગમાં જ્વાળામુખી પર્વત આવેલો હોવાથી ઈશાન તરફથી આવતા વ્યાપારી…
વધુ વાંચો >રૉટનેસ્ટ ટાપુ (Rottnest Island)
રૉટનેસ્ટ ટાપુ (Rottnest Island) : હિંદી મહાસાગરમાં આવેલો ઑસ્ટ્રેલિયન ટાપુ. ભૌગોલિક સ્થાન : તે 32° દ. અ. અને 115° 30´ પૂ. રે. પર પશ્ચિમ ઑસ્ટ્રેલિયાના ફ્રીમેન્ટલ અને પર્થ નજીક સ્વાન નદીના મુખ પાસે 19 કિમી.ને અંતરે આવેલો છે. તેનું ભૂપૃષ્ઠ ચૂનાખડકોથી બનેલું છે. તે પૂર્વ-પશ્ચિમ આશરે 10.5 કિમી. લાંબો અને…
વધુ વાંચો >રૉટર્ડૅમ
રૉટર્ડૅમ : ઍમસ્ટર્ડેમ પછીના બીજા ક્રમે આવતું નેધરલૅન્ડ્ઝનું મોટું શહેર. ભૌગોલિક સ્થાન : 51° 55´ ઉ. અ. અને 4° 31´ પૂ. રે.. રૉટર્ડૅમ એ દુનિયાનાં વ્યસ્ત રહેતાં દરિયાઈ બંદરો પૈકીનું એક ગણાય છે. આ શહેર ઉત્તર સમુદ્રથી પૂર્વ તરફ આશરે 31 કિમી.ને અંતરે નીવે માસ (Nieuwe Maas) નદીના બંને કાંઠા…
વધુ વાંચો >રૉટી ટાપુ (Roti Island)
રૉટી ટાપુ (Roti Island) : ઇન્ડોનેશિયાના અગ્નિભાગમાં, તિમોર ટાપુની નૈર્ઋત્યમાં આશરે 16 કિમી. અંતરે આવેલો ટાપુ. ભૌગોલિક સ્થાન : આશરે 10° 30´ દ. અ. અને 123° પૂ. રે. પર તે આવેલો છે. આ ટાપુની પશ્ચિમે હિંદી મહાસાગર અને પૂર્વ તરફ તિમોર સમુદ્ર આવેલા છે. નૈર્ઋત્ય-ઈશાન વિસ્તરેલા આ ટાપુની લંબાઈ 80…
વધુ વાંચો >