Geography
રિયાલ્તો ટાપુઓ (Rialto Islands)
રિયાલ્તો ટાપુઓ (Rialto Islands) : ભૂમધ્ય સમુદ્રના ભાગરૂપ ઍડ્રિયાટિક સમુદ્રના ઉત્તર છેડે આવેલો નાનો ટાપુસમૂહ. ભૌગોલિક સ્થાન : 45° 38´ ઉ. અ. અને 12° 30´ પૂ. રે.. ઇટાલીનું વેનિસ શહેર તેના પર વસેલું છે. આ ટાપુઓ કાંપ તેમજ દરિયાઈ નિક્ષેપોથી તૈયાર થયેલા છે અને નજીકની મુખ્ય ભૂમિથી પૂર્વ તરફ આશરે…
વધુ વાંચો >રિયો ગ્રાન્ડે (નદી)
રિયો ગ્રાન્ડે (નદી) : ઉત્તર અમેરિકાની લાંબામાં લાંબી નદીઓ પૈકીની એક. તે યુ.એસ.ના નૈર્ઋત્ય ભાગને વીંધીને 3,034 કિમી.ની લંબાઈમાં વહે છે. લંબાઈની દૃષ્ટિએ અહીં તે પાંચમા ક્રમે આવે છે. આ નદી મેક્સિકોના અખાતમાં ઠલવાય છે. તે અગાઉ ટેક્સાસમાં આવેલો અલ પાસો વટાવ્યા પછી યુ.એસ. અને મેક્સિકો વચ્ચેની 1,996 કિમી. જેટલી…
વધુ વાંચો >રિયો ગ્રાન્ડે (શહેર)
રિયો ગ્રાન્ડે (શહેર) : બ્રાઝિલના દક્ષિણ છેડે આવેલા રિયો ગ્રાન્ડે દો સુલ રાજ્યનું શહેર. બ્રાઝિલમાં મુખ્ય બંદરો પૈકીનું એક બંદર. ભૌગોલિક સ્થાન : 32° 02´ દ. અ. અને 52° 05´ પ. રે.. તે રિયો ડી જાનેરોથી નૈર્ઋત્યમાં 1,260 કિમી.ને અંતરે તથા સમુદ્રથી 13 કિમી.ને અંતરે માત્ર 1.5 મીટરની ઊંચાઈએ રહેલા…
વધુ વાંચો >રિયો ગ્રાન્ડે દો સુલ
રિયો ગ્રાન્ડે દો સુલ : બ્રાઝિલના દક્ષિણ છેડે આવેલું રાજ્ય. ભૌગોલિક સ્થાન : તે 30° 00´ દ. અ. અને 54° 00´ પ. રે.ની આજુબાજુનો 2,82,184 ચો.કિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની દક્ષિણે ઉરુગ્વે અને પશ્ચિમે આર્જેન્ટીના આવેલા છે. રાજ્યનો દક્ષિણ ભાગ પહાડી છે અને પ્રેરિઝનાં મેદાનોથી છવાયેલો છે. ઉત્તર…
વધુ વાંચો >રિયો ડી જાનેરો
રિયો ડી જાનેરો : બ્રાઝિલમાં આવેલું મોટું શહેર. ભૌગોલિક સ્થાન : તે 22° 54´ દ. અ. અને 43° 14´ પ. રે. આજુબાજુનો 1171 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. દક્ષિણ અમેરિકામાં સૌથી મોટાં ગણાતાં શહેરોમાં તે સાઉ પાઉલોથી બીજા ક્રમે આવે છે. બ્રાઝિલમાં તે માત્ર ‘રિયો’ નામથી પણ ઓળખાય છે.…
વધુ વાંચો >રિયો દ લાપ્લાટા
રિયો દ લાપ્લાટા : દક્ષિણ અમેરિકાના અગ્નિકોણમાં પારાના અને ઉરુગ્વે નદીઓ દ્વારા રચાતો નદીનાળપ્રદેશ (ગળણી આકારનો અખાતી વિભાગ). ભૌગોલિક સ્થાન : આશરે 34° 00´ દ. અ. અને 58° 00´ પ. રે.. આ અખાતી વિભાગ ઍટલૅંટિક મહાસાગરથી આશરે 270 કિમી.ના અંતર સુધી વાયવ્ય તરફ વિસ્તરેલો છે. આ બંને નદીઓ તેમનાં જળ…
વધુ વાંચો >રિયો નિગ્રો
રિયો નિગ્રો : દક્ષિણ-મધ્ય આર્જેન્ટીનાનો પ્રાંત. ભૌગોલિક સ્થાન : તે આશરે 37° 30´ થી 42° 00´ દ. અ. અને 63° 30´થી 72° 00 પ. રે. વચ્ચેનો 2,03,013 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. આ પ્રાંત પેટાગોનિયામાં ન્યૂક્વેનની સરહદની અંદર આવેલો છે, અને પૂર્વમાં ઍટલૅન્ટિક મહાસાગરથી પશ્ચિમ તરફ ઍન્ડીઝ સુધી વિસ્તરેલો…
વધુ વાંચો >રિયોબામ્બા (Riobamba)
રિયોબામ્બા (Riobamba) : ઇક્વેડોરના ચિમ્બોરાઝો પ્રાંતનું પાટનગર. ભૌગોલિક સ્થાન : 1° 45´ દ. અ. અને 78° 30´ પ. રે. . તે માઉન્ટ ચિમ્બોરાઝો નજીક દક્ષિણ તરફ રિયોબામ્બા નદીના થાળામાં મધ્યના ઊંચાણવાળા પ્રદેશ પર આશરે 2,700 મીટરની ઊંચાઈ પર આવેલું છે. આ નગર પૂર્વ-ઇન્કા અને ઇન્કા સંસ્કૃતિકાળથી અસ્તિત્વ ધરાવે છે. 1534માં…
વધુ વાંચો >રિયો મુનિ
રિયો મુનિ : વિષુવવૃત્તીય ગિનીનો પ્રદેશ. ભૌગોલિક સ્થાન : આ પ્રદેશ આશરે 1° 00´ થી 2° 00´ ઉ. અ. અને 9° 00´થી 11° 30´ પૂ. રે. વચ્ચેનો 26,017 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તે ગેબન અને કેમેરૂન વચ્ચે મધ્ય-પશ્ચિમ આફ્રિકામાં આટલાંટિક મહાસાગરના કિનારા પર આવેલો છે. તેનું જૂનું નામ…
વધુ વાંચો >રિવર્ટન (Riverton)
રિવર્ટન (Riverton) : યુ.એસ.ના વાયોમિંગ રાજ્યના મધ્ય-પશ્ચિમે આવેલા ફ્રીમૉન્ટ પરગણાનું શહેર. ભૌગોલિક સ્થાન : 43° 01´ ઉ. અ. અને 108° 22´ પ. રે. તે વિન્ડ નદીના મુખ ખાતે બિગહૉર્ન નદીથી રચાતા સંગમસ્થાને વસેલું છે. 1906માં તે ‘વર્ડ્ઝવર્થ’ નામથી સ્થપાયેલું, પરંતુ તે ચાર નદીઓના સંગમસ્થાન પર આવેલું હોવાથી તેને રિવર્ટન નામ…
વધુ વાંચો >