Geography

માયોટે

માયોટે (Mayotte) : હિન્દી મહાસાગરની મોઝામ્બિક ખાડીમાં આવેલા કૉમોરોસ દ્વીપસમૂહમાં છેક અગ્નિકોણ તરફનો ટાપુ. તે માડાગાસ્કરથી વાયવ્યમાં 370 કિમી.ને અંતરે આવેલો છે. ભૌગોલિક સ્થાન : 12° 50´ દ. અ. અને 45° 10´ પૂ. રે. તેનું બીજું નામ માહોરે છે. તે ગ્રાન્ડ ટેરે અને પોટીટ ટેરે નામના બે મુખ્ય ટાપુવિભાગોમાં વહેંચાયેલો…

વધુ વાંચો >

મારિયાગાંવ

મારિયાગાંવ : આસામ રાજ્યના મધ્ય ભાગમાં આવેલો જિલ્લો તથા તે જ નામ ધરાવતું જિલ્લામથક. તે 26° 15´ ઉ. અ. અને 92° 25´ પૂ. રે.ની આજુબાજુનો 1559.2 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તરે બ્રહ્મપુત્ર નદી, પૂર્વમાં નાગાંવ જિલ્લો, દક્ષિણે કર્બી અગલાંગ જિલ્લો અને મેઘાલય રાજ્યસરહદ, તથા પશ્ચિમે કામરૂપ અને…

વધુ વાંચો >

માર્ટિનિક

માર્ટિનિક : પૂર્વ કૅરિબિયન સમુદ્રમાં આવેલા વેસ્ટ ઇન્ડિઝના ભાગરૂપ લઘુ ઍન્ટિલ્સ (Lesser Antilles) ટાપુજૂથની વિન્ડવર્ડ દ્વીપશૃંખલાનો ઉત્તરનો ટાપુ. ભૌગોલિક સ્થાન : 14° 40´ ઉ. અ. અને 60° 50´ પ. રે.ની આજુબાજુનો વિસ્તાર તે આવરી લે છે. આજે તે રાજ્ય સમાન દરજ્જો ધરાવતું ફ્રાન્સનું સંસ્થાન છે. આ ટાપુ ઉત્તર-દક્ષિણ 80 કિમી.…

વધુ વાંચો >

માર્માગોવા (માર્માગાંવ)

માર્માગોવા (માર્માગાંવ) : ગોવા રાજ્યના દક્ષિણ ગોવા જિલ્લામાં આવેલું નગર અને બંદર. ભૌગોલિક સ્થાન : 15° 25´ ઉ. અ. અને 73° 47´ પૂ. રે. તે માર્માગોવા તાલુકાનું તાલુકામથક પણ છે. તે ગોવાના પાટનગર પણજીથી નૈર્ઋત્યમાં આશરે 33 કિમી.ને અંતરે અરબી સમુદ્રને કોંકણ કિનારે તેમજ ઝુઆરી નદીના દક્ષિણ કાંઠે તેના મુખ…

વધુ વાંચો >

માર્શલ ટાપુઓ

માર્શલ ટાપુઓ : પેસિફિક મહાસાગરના મધ્ય પશ્ચિમ ભાગમાં આવેલા 31 કંકણાકાર પ્રવાળદ્વીપોથી, 5 ટાપુઓથી તથા 1,152 નાનકડા બેટોથી બનેલો સમૂહ. તે 5°થી 15° ઉ. અ. અને 161°થી 173° પૂ. રે. વચ્ચે આવેલા છે. આ સમૂહ કેરોલિન ટાપુઓથી પૂર્વમાં અને ગિલ્બર્ટ ટાપુઓથી વાયવ્યમાં આવેલો છે, તે કિરિબાતી રાષ્ટ્રના એક ભાગરૂપ ગણાય…

વધુ વાંચો >

માર્સેલ્સ (માર્સેઇલ)

માર્સેલ્સ (માર્સેઇલ) : પૅરિસ પછીના બીજા ક્રમે આવતું ફ્રાન્સનું મોટામાં મોટું શહેર તથા મુખ્ય દરિયાઈ બંદર. ભૌગોલિક સ્થાન : 43° 18´ ઉ. અ. અને 5° 24´ પૂ. રે. આ શહેર ફ્રાન્સનું જૂનામાં જૂનું શહેર ગણાય છે. તેનો આકાર અર્ધવર્તુળ જેવો છે. તે ટેકરીઓથી ઘેરાયેલું છે તથા નહેર દ્વારા રહોન નદી…

વધુ વાંચો >

માલદીવ

માલદીવ : હિંદી મહાસાગરમાં આવેલો એશિયા ખંડનો નાનામાં નાનો સ્વતંત્ર દેશ. દુનિયામાં પણ તે નાના દેશો પૈકીનો એક ગણાય છે. ભૌગોલિક સ્થાન : તે 3° 15´ ઉ. અ. અને 73° 00´ પૂ. રે. વચ્ચેનો માત્ર 298 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. આ દેશ કુલ 1,196 જેટલા કંકણાકાર પ્રવાળદ્વીપોથી બનેલાં…

વધુ વાંચો >

માલપુર

માલપુર : ગુજરાત રાજ્યના સાબરકાંઠા જિલ્લાનો તાલુકો તથા તે જ નામ ધરાવતું તાલુકામથક. ભૌગોલિક સ્થાન : તે 23° 20´ ઉ. અ. અને 73° 30´ પૂ. રે. ની આજુબાજુનો આશરે 365 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તરમાં મેઘરજ તાલુકો, પૂર્વ દિશાએ પંચમહાલ જિલ્લો, દક્ષિણે બાયડ તાલુકો અને ખેડા જિલ્લો…

વધુ વાંચો >

માલાપુરમ્

માલાપુરમ્ : કેરળ રાજ્યના મધ્યભાગમાં દરિયાકિનારે આવેલો જિલ્લો તથા તે જ નામ ધરાવતું જિલ્લામથક. ભૌગોલિક સ્થાન : તે 11° 00´ ઉ. અ. અને 76° 00´ પૂ. રે.ની આજુજબાજુનો 3,550 ચોકિમી.નો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તરે કોઝીકોડ અને વાયનાડ જિલ્લા, પૂર્વમાં તામિલનાડુનો નીલિગિરિ જિલ્લો, દક્ષિણે પલક્કડ (પાલઘાટ) અને થ્રિસુર (ત્રિચુર)…

વધુ વાંચો >

માલાબો

માલાબો : ઇક્વેટૉરિયલ ગિનીનું પાટનગર. ભૌગોલિક સ્થાન : 3° 45´ ઉ. અ. અને 8° 47´ પૂ. રે. તે પશ્ચિમ આફ્રિકામાં ગિનીના અખાતમાં આવેલા બિયોકો ટાપુ પર આવેલું છે અને અહીંનું અગત્યનું બંદર છે. આ બંદરેથી કેળાં, ઇમારતી લાકડું, કેકાઓ, સિંકોના છાલ, કૉફી, કોલાફળ અને પામ-તેલની નિકાસ થાય છે. અહીંના મોટાભાગના…

વધુ વાંચો >