Geography
માધેપુરા
માધેપુરા : બિહાર રાજ્યના ઈશાન વિસ્તારમાં કોસી વિભાગમાં આવેલો જિલ્લો તથા તે જ નામ ધરાવતું જિલ્લામથક. સ્થાન, સીમા, વિસ્તાર : તે 25° 55´ ઉ. અ. અને 86° 47´ પૂ. રે. આજુબાજુનો 1,788 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તરમાં સુપૌલ, ઈશાનમાં અરેડિયા, પૂર્વમાં પૂર્ણિયા, દક્ષિણમાં ભાગલપુર, નૈર્ઋત્યમાં ખગારિયા તથા…
વધુ વાંચો >માનવ ભૂગોળ
માનવ ભૂગોળ પૃથ્વીની સપાટી પર જોવા મળતાં વિવિધ લક્ષણોને માનવીય સંદર્ભમાં મૂલવતી ભૂગોળની એક શાખા. ભૂગોળ એ એક એવું વિજ્ઞાન છે, જે પૃથ્વીનાં સપાટી-લક્ષણો તથા ભૂમિશ્યોનો વૈજ્ઞાનિક ઢબે અભ્યાસ કરે છે. ભૂપૃષ્ઠ પર બે પ્રકારનાં લક્ષણો જોવા મળે છે : (1) કુદરતી ભૂમિલક્ષણો, (2) સાંસ્કૃતિક (માનવસર્જિત) ભૂમિલક્ષણો. કુદરતી લક્ષણો કુદરતમાં…
વધુ વાંચો >માનવવસાહતો
માનવવસાહતો : સામૂહિક જીવન ગાળનારાં કુટુંબોનાં નિવાસસ્થાનો. એક કે તેથી વધુ કુટુંબો પોતાની જરૂરિયાત પ્રમાણે રહેઠાણો, અન્ય મકાનો, શેરી-રસ્તાઓ વગેરે બાંધીને, પ્રાથમિક કે ઉચ્ચ કક્ષાની આર્થિક પ્રવૃત્તિઓ દ્વારા પોતાની જીવનજરૂરિયાતો મેળવવાના હેતુથી વસવાટ કરે છે, ત્યારે તેવા ભૌગોલિક એકમને ‘માનવવસાહત’ કહેવામાં આવે છે. ઘરો કે કુટુંબોની (વસ્તીની) સંખ્યાને આધારે નાનું…
વધુ વાંચો >માનસરોવર
માનસરોવર : હિમાલયમાં કૈલાસ હારમાળાની દક્ષિણે આશરે 30 કિમી. અંતરે આવેલું મીઠા પાણીનું સરોવર. ભૌગોલિક સ્થાન : 30° 40´ ઉ. અ. અને 81° 30´ પૂ. રે. તે ચીન હસ્તક રહેલા તિબેટના નૈર્ઋત્ય ભાગમાં અને નેપાળથી વાયવ્ય દિશામાં આવેલું છે. તેની ઉત્તરે કૈલાસ પર્વત, દક્ષિણે ગુર્લા માધાંતા પર્વત તથા પશ્ચિમે રાક્સતાલ…
વધુ વાંચો >માનાગુઆ
માનાગુઆ : મધ્ય અમેરિકાનો પ્રાદેશિક વિસ્તાર તથા નિકારાગુઆ દેશનું પાટનગર. ભૌગોલિક સ્થાન : 12° 10´ ઉ. અ. અને 86° 25´ પ. રે. માનાગુઆ પ્રદેશ નૈર્ઋત્ય નિકારાગુઆનો 3,597 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની નૈર્ઋત્યમાં પૅસિફિક મહાસાગર આવેલો છે. આ પ્રદેશનું મહત્વનું ભૂપૃષ્ઠ-લક્ષણ તેની વચ્ચે આવેલું માનાગુઆ સરોવર છે. આ…
વધુ વાંચો >માનાગુઆ સરોવર
માનાગુઆ સરોવર : પશ્ચિમ નિકારાગુઆમાં લિયૉન અને માનાગુઆ વચ્ચે આવેલું સરોવર. સ્થાનિક નામ લાગો દ માનાગુઆ. ભૌગોલિક સ્થાન : 12° 10´ ઉ. અ. અને 86° 25´ પ. રે. આ સરોવર ફાટખીણ સ્વરૂપનું છે. 39 મીટરની ઊંચાઈ પર રહેલું આ સરોવર આશરે 10 મીટરની ઊંડાઈવાળું, 58 કિમી. પૂર્વ-પશ્ચિમ લંબાઈવાળું અને 25…
વધુ વાંચો >માન્ચેસ્ટર
માન્ચેસ્ટર : ઇંગ્લૅન્ડના વાયવ્ય ભાગમાં આવેલું પરગણું (county) અને શહેર. ભૌગોલિક સ્થાન : 53° 30´ ઉ. અ. અને 2° 15´ પ. રે. તે આટલાંટિક મહાસાગરના ફાંટા આયરિશ સમુદ્રથી પૂર્વ તરફ આશરે 55 કિમી. અંતરે અરવેલ નદી પર આવેલું છે. પરગણાનો સમગ્ર વિસ્તાર ઔદ્યોગિક શહેર માન્ચેસ્ટરને કેન્દ્રમાં રાખીને પથરાયેલો છે. આજે…
વધુ વાંચો >માપુટો
માપુટો : પૂર્વ આફ્રિકાના મોઝામ્બિક દેશનું પાટનગર, બંદર અને મોટામાં મોટું શહેર. ભૌગોલિક સ્થાન : 25° 56´ દ. અ. અને 32° 37´ પૂ. રે. દેશનું પાટનગર હોવા ઉપરાંત તે તેના પ્રાંતીય વિસ્તારનું પણ વડું વહીવટી મથક છે, વળી તે દેશનું મહત્વનું વાણિજ્ય અને ઔદ્યોગિક મથક પણ છે. તે હિન્દી મહાસાગરના…
વધુ વાંચો >માપુટો (નદી)
માપુટો (નદી) : મોઝામ્બિકના માપુટો શહેર નજીક આવેલી નદી. તે સ્વાઝીલૅન્ડમાંથી આવતી ગ્રેટ ઉસુતુ નદી અને દક્ષિણ આફ્રિકામાંથી આવતી પોન્ગોલા નદીનો સંગમ થવાથી બને છે. સંગમ પછીની તેની લંબાઈ 80 કિમી. જેટલી છે. ત્યાંથી તે ઈશાન તરફ વહીને શહેરથી દક્ષિણે ડેલાગોઆ ઉપસાગરને મળે છે. તેનું મુખ માપુટો શહેરથી દક્ષિણતરફી અગ્નિકોણમાં…
વધુ વાંચો >માયામી
માયામી : યુનાઇટેડ સ્ટેટ્સના ફ્લૉરિડા રાજ્યમાં આવેલું શહેર. ભૌગોલિક સ્થાન : 25° 46´ ઉ. અ. અને 80° 11´ પ. રે. તે ફલૉરિડા રાજ્યના અગ્નિકોણમાં આટલાંટિક મહાસાગરના ભાગરૂપ બિસ્કેન ઉપસાગરને કિનારે માયામી નદીના મુખ પર વસેલું છે. આ શહેર તેના 32 ચોકિમી.ના આંતરિક જળપ્રદેશો સહિત કુલ આશરે 140 ચોકિમી. જેટલો વિસ્તાર…
વધુ વાંચો >