Geography

મહી (નદી)

મહી (નદી) : ગુજરાત રાજ્યમાં આવેલી એક મહત્વની નદી. ગુજરાતમાં તે લંબાઈની ર્દષ્ટિએ નર્મદા અને તાપી પછીના ત્રીજા ક્રમે આવે છે. તેનું મૂળ મધ્યપ્રદેશમાં આવેલું છે. સમુદ્રસપાટીથી આશરે 564 મીટર ઊંચાઈ ધરાવતા માળવાના ઉચ્ચપ્રદેશીય વિસ્તારના વિંધ્યાચળના પશ્ચિમ છેડે આવેલાં અમઝેરા શહેર અને ભોયાવર ગામ વચ્ચેનું મેહાડ સરોવર મહીનું ઉદગમસ્થાન છે.…

વધુ વાંચો >

મહીસાગર (જિલ્લો)

મહીસાગર (જિલ્લો) : મહીનદી ઉપરથી આ જિલ્લાને મહીસાગર નામ મળ્યું છે. ભૌગોલિક સ્થાન – આબોહવા : આ જિલ્લો 23 9´ ઉ. અ. અને 73 29´ પૂ. રે.ની આજુબાજુ આવેલ છે. આ જિલ્લાની ઉત્તરે રાજસ્થાન રાજ્ય, પૂર્વે દાહોદ, દક્ષિણે પંચમહાલ, નૈર્ઋત્યે ખેડા અને પશ્ચિમે અરવલ્લી જિલ્લાની સીમાઓ પ્રાપ્ત થઈ છે. સમુદ્રથી દૂર આ…

વધુ વાંચો >

મહુવા

મહુવા : ભાવનગર જિલ્લાનો તાલુકો તથા તે જ નામ ધરાવતું તાલુકામથક. ભૌગોલિક સ્થાન : તે 21° 00´ ઉ. અ. અને 71° 45´ પૂ. રે. ની આજુબાજુનો આશરે 1,221 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. આ તાલુકામાં મહુવા શહેર ઉપરાંત 130 જેટલાં ગામ આવેલાં છે. 1991 મુજબ આ તાલુકાની વસ્તી 2,39,645…

વધુ વાંચો >

મહેન્દ્રગઢ

મહેન્દ્રગઢ : હરિયાણા રાજ્યમાં આવેલો જિલ્લો અને તે જ નામ ધરાવતું જિલ્લામથક. ભૌગોલિક સ્થાન : તે 27° 47´ 50´´થી 28° 28´ ઉ. અ. અને 75° 54´થી 76° 51´ પૂ. રે. વચ્ચેનો 1,683 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તરે ભિવાની અને રોહતક જિલ્લા; ઈશાન અને પૂર્વમાં ગુરગાંવ જિલ્લો; પૂર્વ,…

વધુ વાંચો >

મહેન્દ્રનગર

મહેન્દ્રનગર : નેપાળના નૈર્ઋત્ય ભાગમાં, ભારત-નેપાળની સરહદ નજીક આવેલું નગર. ભૌગોલિક સ્થાન : 28° 55´ ઉ. અ. અને 80° 20´ પૂ. રે. . હિમાલયની તળેટી ટેકરીઓના તરાઈ વિસ્તારમાં તે આશરે 4,000 મીટરની ઊંચાઈ પર આવેલું છે. આ શહેરની દક્ષિણે ગંગાની સહાયક નદીઓ પૈકીની એક નદીનું ઉદગમસ્થાન આવેલું છે. ઊંચાઈને કારણે…

વધુ વાંચો >

મહેબૂબનગર

મહેબૂબનગર : આંધ્રપ્રદેશના પશ્ચિમ ભાગમાં આવેલો જિલ્લો તથા તે જ નામ ધરાવતું જિલ્લામથક. તે 15° 50´થી 17° 20´ ઉ. અ. અને 77° 20´થી 79° 20´ પૂ. રે. વચ્ચેનો 18,432 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તરે રંગારેડ્ડી અને હૈદરાબાદ જિલ્લા, પૂર્વમાં નાલગોંડા અને ગુંતુર જિલ્લા, અગ્નિકોણમાં પ્રકાશમ્ જિલ્લો, દક્ષિણમાં…

વધુ વાંચો >

મહેમદાવાદ

મહેમદાવાદ : ગુજરાત રાજ્યના ખેડા જિલ્લાનો તાલુકો તથા તે જ નામ ધરાવતું તાલુકામથક. ભૌગોલિક સ્થાન : આ તાલુકો 22° 44´થી 22° 57´ ઉ. અ. અને 72° 35´થી 73° 00´ વચ્ચેનો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તરે અમદાવાદ જિલ્લાની સીમા; ઈશાનમાં ખેડા જિલ્લાનો કપડવંજ તાલુકો; પૂર્વ, અગ્નિ અને દક્ષિણે નડિયાદ તાલુકો;…

વધુ વાંચો >

મહેસાણા

મહેસાણા : ગુજરાત રાજ્યના ઉત્તર ભાગમાં આવેલો જિલ્લો અને તે જ નામ ધરાવતું જિલ્લામથક. ભૌગોલિક સ્થાન : તે 23° 36´ ઉ. અ. અને 72° 24´ પૂ. રે.. આજુબાજુનો આશરે 4,501 ચો.કિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની વાયવ્ય અને ઉત્તરમાં બનાસકાંઠા જિલ્લો, પૂર્વમાં સાબરકાંઠા જિલ્લો, દક્ષિણમાં ગાંધીનગર અને અમદાવાદ જિલ્લા…

વધુ વાંચો >

મહોબા (મહોત્સવનગર)

મહોબા (મહોત્સવનગર) : સ્થાન-સીમા-વિસ્તાર : ઉત્તરપ્રદેશની દક્ષિણ સરહદે ઝાંસી વિભાગમાં આવેલો જિલ્લો તથા તે જ નામ ધરાવતું જિલ્લામથક. તે 25° 20´ ઉ. અ. અને 79° 00´ પૂ. રે.ની આજુબાજુનો 3,068 ચોકિમી.નો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તરે હમીરપુર, પૂર્વમાં બાંદા, દક્ષિણે મધ્યપ્રદેશની સરહદ તથા પશ્ચિમે ઝાંસી જિલ્લો આવેલા છે. જિલ્લાનું…

વધુ વાંચો >

મંચુરિયા

મંચુરિયા : ચીનના ઈશાન ભાગમાં આવેલો પ્રદેશ. મંચુરિયા એ ઈશાન ચીન વિસ્તાર માટે અપાયેલું યુરોપિયન નામ છે. આજે પણ ચીનમાં મંચુરિયાને માત્ર ‘ઈશાન ભાગ’ એવા ટૂંકા નામથી ઓળખાવવામાં આવે છે. ભૌગોલિક સ્થાન : તે 47° 00´ ઉ. અ. અને 125° 00´ પૂ. રે.ની આજુબાજુનો આશરે 12,30,000 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી…

વધુ વાંચો >