Geography

ભૂગર્ભ

ભૂગર્ભ : જુઓ પૃથ્વી

વધુ વાંચો >

ભૂગર્ભ ઉષ્ણતા-આંક

ભૂગર્ભ ઉષ્ણતા-આંક : જુઓ પૃથ્વી

વધુ વાંચો >

ભૂગર્ભીય સરોવર

ભૂગર્ભીય સરોવર : હિમાવરણ હેઠળ ઢંકાયેલું સરોવર. દક્ષિણ ધ્રુવખંડ-ઍન્ટાર્ક્ટિકાના હિમાવરણ હેઠળ ઢંકાયેલું આ સરોવર અભિયાનકારી વૈજ્ઞાનિકોએ શોધી કાઢ્યું છે. રશિયન અને ફ્રેન્ચ વૈજ્ઞાનિકોએ અહીંથી જે નમૂના મેળવ્યા છે તે 4,20,000 વર્ષ જૂના છે એવો વૈજ્ઞાનિકોનો દાવો છે. તેમના મત મુજબ, આ સરોવરનું જળ 5 લાખથી 10 લાખ વર્ષ પુરાણું હોવાની…

વધુ વાંચો >

ભૂગોળ

ભૂગોળ : પૃથ્વીની સપાટી પરનાં અનેકવિધ લક્ષણોની માહિતી આપતું શાસ્ત્ર. ગુજરાતી ભાષામાં રૂઢ થઈ ગયેલો ‘ભૂગોળ’ શબ્દ પૃથ્વી ગોળ છે એવા શાબ્દિક અર્થ સિવાય કોઈ વૈજ્ઞાનિક અર્થ કે હેતુનો નિર્દેશ કરતો નથી, પરંતુ તેના અંગ્રેજી પર્યાય ‘geography’ દ્વારા વિષયની યથાર્થ સમજ મેળવી શકાય છે. ઈ. પૂ. બીજી સદીમાં ઇરેટોસ્થિનિસે સર્વપ્રથમ…

વધુ વાંચો >

ભૂતલરચના

ભૂતલરચના (physiography) : કોઈ એક વિસ્તારની પૃથ્વીની ભૌતિક ભૂગોળ. તે પૃથ્વીના પોપડાની  રચના અને વર્તણૂક દર્શાવે છે. તેને સ્થળાકૃતિ (topography) પણ કહે છે. જુદા જુદા પ્રદેશોની પૃથ્વીની સપાટી એકસરખી હોતી નથી અને તે કેટલીક અનિયમિતતાઓ દર્શાવે છે. આવાં સ્થળાકૃતિક પરિબળો ભૌગોલિક પ્રદેશની આબોહવામાં વિભિન્નતાઓ પેદા કરી તેના વનસ્પતિસમૂહ પર અસર…

વધુ વાંચો >

ભૂતાપીય અને સમુદ્રતાપીય ઊર્જા

ભૂતાપીય અને સમુદ્રતાપીય ઊર્જા (geothermal & ocean-thermal energy) : પૃથ્વીના ગર્ભમાં અતિ ઊંચા તાપમાનને લીધે સંગ્રહાયેલી ઉષ્મા-ઊર્જા અને સમુદ્રમાં સૂર્યનાં કિરણો પડવાથી સંગ્રહાતી ઉષ્મા-ઊર્જા. ભૂતાપીય ઊર્જા ક્યાંક ક્યાંક કુદરતી રીતે બહાર આવે છે તેમજ તેને ઇજનેરી પ્રયત્નો દ્વારા બહાર લાવીને માનવીના ઉપયોગોમાં લાવી શકાય છે. સમુદ્રતાપીય ઊર્જા પણ ઇજનેરી પ્રયત્નો…

વધુ વાંચો >

ભૂપાત

ભૂપાત (landslides, rockslides) : પહાડી ઢોળાવો પરથી ખડક- જથ્થાની એકાએક સરકી પડવાની ક્રિયા. ભૂપાત પૃથ્વીના પટ પર કોઈ પણ પ્રકારની આબોહવાવાળા કોઈ પણ પ્રદેશમાં થઈ શકે. ભૂપાત એ ભૂપૃષ્ઠરચનાત્મક અને ગતિવિષયાત્મક પ્રક્રિયા છે. કોઈ પણ પ્રકારનો ઘનિષ્ઠ કે છૂટો ખડકજથ્થો, ભૂમિજથ્થો, અવશિષ્ટ જમીનજથ્થો કે નિક્ષેપજથ્થો પહાડી ઢોળાવો (કોઈ પણ ભૂમિભાગ)…

વધુ વાંચો >

ભૂપૃષ્ઠ-આલેખન

ભૂપૃષ્ઠ-આલેખન : નકશાશાસ્ત્રની એક શાખા. નકશા-આલેખન-શાસ્ત્ર(cartography)ના વિકાસ અંતર્ગત નકશાઓમાં ભૂપૃષ્ઠ દર્શાવવા માટે પણ વિવિધ પદ્ધતિઓ અસ્તિત્વમાં આવી છે. પૃથ્વીની સપાટી પરની ભૂમિની ઊર્ધ્વાકાર વિષમતાઓને ભૂપૃષ્ઠ-આલેખન કહે છે. સપાટી પર પર્વતો, ટેકરીઓ, ઉચ્ચપ્રદેશો, મેદાનો, ખીણો જેવાં ત્રિમિતીય (લંબાઈ, પહોળાઈ, ઊંચાઈ) અસર ધરાવતાં ભૂમિસ્વરૂપો આવેલાં છે. એ જ રીતે સાગરજળની નીચે પણ…

વધુ વાંચો >

ભૂપૃષ્ઠ-રચનાત્મક ક્રિયાઓ

ભૂપૃષ્ઠ-રચનાત્મક ક્રિયાઓ (geomorphic processes) : ભૂપૃષ્ઠ પર વિવિધ ભૂમિઆકારો રચાવા માટેની પ્રભાવક ક્રિયાઓ. પૃથ્વીની સપાટી પર જોવા મળતાં મોટાભાગનાં સ્થળર્દશ્યો (topographic features) મુખ્યત્વે ઘસારાનાં પરિબળોથી કે શિલાચૂર્ણની જમાવટથી તૈયાર થતાં હોય છે. તે વિવિધ આકારો અને સ્વરૂપોમાં રજૂ થતાં હોય છે. આવાં સ્થળર્દશ્યલક્ષણો સ્પષ્ટપણે બે પ્રકારોમાં જુદાં પાડી શકાય છે…

વધુ વાંચો >

ભૂમધ્ય સમુદ્ર

ભૂમધ્ય સમુદ્ર : યુરોપ અને આફ્રિકા ખંડની વચ્ચે આવેલો સમુદ્ર. ભૌગોલિક સ્થાન : આ સમુદ્ર આશરે 30°થી 46° ઉ. અ. અને 5° 50´ પ. રે. થી 36° પૂ. રે. વચ્ચે પથરાયેલો છે. તેની ઉત્તરે યુરોપ, પૂર્વ તરફ એશિયા, દક્ષિણ તરફ આફ્રિકા તથા પશ્ચિમ તરફ જિબ્રાલ્ટરની સામુદ્રધુની સહિત આટલાંટિક મહાસાગર આવેલો…

વધુ વાંચો >