Geography

બેટ દ્વારકા

બેટ દ્વારકા : ગુજરાત રાજ્યના જામનગર જિલ્લાના ઓખામંડળ તાલુકામાં આવેલો એક બેટ. ભૌગોલિક સ્થાન : તે 22° 27´થી 22° 29´ ઉ. અ. અને 69° 5´થી 69° 9´ પૂ. રે. વચ્ચે આવેલો છે. આ બેટ ઉપર ‘બેટ’ નામનું ગામ વસેલું છે. નજીકનાં અન્ય નાનાં ગામોમાં બાલાપુર, ખંભાળા અને પારનો સમાવેશ થાય…

વધુ વાંચો >

બેટવા (નદી)

બેટવા (નદી) : હોશંગાબાદની ઉત્તરે વિંધ્ય હારમાળામાંથી નીકળતી ઉત્તર ભારતની નદી. જૂનું નામ વેત્રવતી. તે મધ્યપ્રદેશના ભોપાલ, વિદિશા, ગુના અને શિવપુરી જિલ્લાઓમાંથી પસાર થાય છે અને ઈશાન તરફ વહે છે.  ત્યાંથી તે ઉત્તરપ્રદેશના ઝાંસી અને જાલોરમાં પ્રવેશે છે અને કુલ 610 કિમી. સુધીના અંતરમાં વહીને હમીરપુરની નજીક  પૂર્વ તરફ યમુના…

વધુ વાંચો >

બેડી

બેડી : કચ્છના અખાતના દક્ષિણ કાંઠે, જામનગરથી વાયવ્યમાં 8 કિમી. દૂર, 22° 33´ ઉ. અ. અને 70° 02´ પૂ. રે. પર આવેલું મધ્યમ કક્ષાનું  બારમાસી બંદર અને ગામ. તે મુંબઈથી 632 કિમી. દૂર આવેલું છે. 200 કરતાં પણ વધુ વર્ષોથી તે બંદર તરીકે જાણીતું છે. 1924માં જામનગરના જામ રણજિતસિંહે ઇંગ્લૅન્ડથી…

વધુ વાંચો >

બેતુલ

બેતુલ : મધ્યપ્રદેશના મધ્ય-દક્ષિણ ભાગમાં આવેલો જિલ્લો અને તે જ નામ ધરાવતું જિલ્લામથક. ભૌગોલિક સ્થાન : તે 21° 52´ ઉ. અ. અને 77° 56´ પૂ. રે.ની આજુબાજુનો 10,043 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તરે વાયવ્ય અને પશ્ચિમે હોશંગાબાદ જિલ્લો, પૂર્વમાં છિંદવાડા જિલ્લો, દક્ષિણમાં મહારાષ્ટ્રનો અમરાવતી જિલ્લો તથા પશ્ચિમમાં…

વધુ વાંચો >

બેથર્સ્ટ

બેથર્સ્ટ : ઑસ્ટ્રેલિયાના ન્યૂ સાઉથ વેલ્સમાં મધ્ય ભાગમાં આવેલું શહેર. ભૌગોલિક સ્થાન : 33° 20´ દ. અ. અને 149° 35´ પૂ. રે. સિડનીથી 210 કિમી. અંતરે પશ્ચિમ તરફ આવેલું આ શહેર મૅક્વેરી નદીના દક્ષિણ કાંઠા પરના ફળદ્રૂપ મેદાની ભાગમાં વસેલું છે. અહીંની ગોચરભૂમિ રાજ્યભરમાં સારામાં સારી ગણાય છે. સંગૃહીત ખાદ્ય…

વધુ વાંચો >

બેથર્સ્ટ ટાપુ

બેથર્સ્ટ ટાપુ : ઑસ્ટ્રેલિયાના નૉધર્ન ટેરિટરી રાજ્યના ઉત્તર કિનારા પરના ડાર્વિન બંદરથી વાયવ્યમાં આશરે 70 કિમી. અંતરે તિમોર સમુદ્રમાં આવેલો ટાપુ. ભૌગોલિક સ્થાન : 11° 30´ દ. અ. અને 130° 10´ પૂ. રે. તદ્દન નજીક પૂર્વ તરફ આવેલા મૅલવિલે ટાપુથી આ ટાપુને અલગ પાડતી 1.5 કિમી. પહોળી આપ્સલે  સામુદ્રધુની આવેલી…

વધુ વાંચો >

બેથ્લેહેમ

બેથ્લેહેમ : મધ્યપૂર્વના દેશો પૈકી ‘વેસ્ટ બૅંક’ નામથી ઓળખાતા વિસ્તારમાં જેરૂસલેમની દક્ષિણે આશરે 8 કિમી. અંતરે આવેલું ધાર્મિક મહત્વ ધરાવતું સ્થળ. ભૌગોલિક સ્થાન : 31° 43´ ઉ. અ. અને 35° 12´ પૂ. રે. હિબ્રૂ ભાષામાં ‘બેથ્લેહેમ’નો અર્થ ‘house of bread’ થાય છે, જ્યારે તેના અરબી નામ ‘બાયટાલ્હેમ’નો અર્થ ‘house of…

વધુ વાંચો >

બેનિન

બેનિન : પશ્ચિમ આફ્રિકાના નૈર્ઋત્ય ભાગમાં આવેલો દેશ. ભૌગોલિક સ્થાન. : 6° 21´થી 12° 22´ ઉ. અ. અને 1° 00°થી 3° 56´ પૂ. રે. વચ્ચે તે આવેલો છે. તેનો કુલ વિસ્તાર 1,12,622 ચોકિમી. જેટલો છે, ઉત્તર–દક્ષિણ મહત્તમ અંતર 668 કિમી. અને પૂર્વ–પશ્ચિમ મહત્તમ અંતર 325 કિમી.નું છે. માત્ર દક્ષિણ ભાગને…

વધુ વાંચો >

બેનિલક્સ દેશો

બેનિલક્સ દેશો : 1948માં આર્થિક વિકાસ સાધવાના આશયથી બેલ્જિયમ, નેધરલૅન્ડ્ઝ અને લક્ઝમ્બર્ગના જોડાણ પામેલા દેશો. ‘બેનિલક્સ’ શબ્દ આ ત્રણ દેશોના શરૂઆતના અક્ષરોમાંથી તૈયાર કરવામાં આવેલો છે. આ પ્રકારનું જોડાણ સમાન વિદેશી વ્યાપારી નીતિ અનુસાર તેમનાં માલસામાન, કારીગરો, સેવાઓ તથા મૂડીની હેરફેર માટે કરવામાં આવેલું છે. હેરફેર માટેનો જકાતવેરો નાબૂદ કર્યો…

વધુ વાંચો >

બૅન્ક્સ ટાપુઓ

બૅન્ક્સ ટાપુઓ : નૈર્ઋત્ય પેસિફિક મહાસાગરમાં આવેલા વાનાટુ ટાપુપ્રદેશના ભાગરૂપ ટાપુસમૂહ. અગાઉ તે ન્યૂ હેબ્રાઇડ્ઝ નામથી ઓળખાતો હતો. ભૌગોલિક સ્થાન : આ ટાપુઓ 13°થી 15° દ. અ. અને 167°થી 168° પૂ. રે. વચ્ચે આવેલા છે. આ ટાપુસમૂહમાં કુલ નવ ટાપુઓ આવેલા છે, તે પૈકી સૌથી મોટા ગૌઆ (જૂનું નામ સાન્ટા…

વધુ વાંચો >