Geography

ફિદા, અબુલ

ફિદા, અબુલ (અબુલ ફિદા ઇમામુદ્દીન) (જ. 1273; અ. 1331) : મધ્યયુગના વિખ્યાત ભૂગોળશાસ્ત્રી તથા ઇતિહાસકાર. તેમણે પોતાની કારકિર્દીની શરૂઆતમાં મમ્લૂક (ગુલામ) વંશના સુલતાનોના એક દરબારી તરીકે કામ કર્યું હતું. મધ્યપૂર્વના પ્રખ્યાત સુલતાન સલાહુદ્દીન અય્યૂબીના વંશજ અબુલ ફિદા 1331માં હમાતના સ્વતંત્ર રાજવી પણ બન્યા હતા. તેઓ પોતે વિદ્વાન હતા અને કવિઓ…

વધુ વાંચો >

ફિનલૅન્ડ

ફિનલૅન્ડ ઉત્તર યુરોપમાં આવેલો દેશ. ભૌ. સ્થાન : 58° 30´થી 70° 05´ ઉ. અ. અને 19° 07´થી 31° 35´ પૂ. રે. વચ્ચે વિસ્તરેલો છે. આ દેશનો 66% ભૂમિભાગ ગાઢ જંગલોથી આચ્છાદિત હોવાથી તથા કુલ 33,522 ચોકિમી. જળવિસ્તાર ધરાવતાં, ઠેકઠેકાણે આવેલાં હજારો સરોવરોથી ભરાયેલો રહેતો હોવાથી તેનું સમગ્ર સ્થળર્દશ્ય રમણીય બની…

વધુ વાંચો >

ફિનલૅન્ડનો અખાત

ફિનલૅન્ડનો અખાત : બાલ્ટિક સમુદ્રનો પૂર્વ તરફ વિસ્તરેલો ફાંટો. તે ઉત્તરમાં ફિનલૅન્ડ અને પૂર્વ તથા દક્ષિણે ઍસ્તોનિયા વચ્ચે આવેલો છે. તે પૂર્વ-પશ્ચિમ 400 કિમી. લંબાઈમાં તથા ઉત્તર-દક્ષિણ સ્થાનભેદે 19થી 128 કિમી. જેટલી પહોળાઈમાં પથરાયેલો છે. તે પૂર્વ તરફ છીછરો, પરંતુ પશ્ચિમ છેડા તરફ તેની મહત્તમ ઊંડાઈ 115 મીટર જેટલી છે.…

વધુ વાંચો >

ફિનિક્સ (શહેર)

ફિનિક્સ (શહેર) : યુ.એસ.ના અગ્નિભાગમાં આવેલા અલાબામા રાજ્યની પૂર્વ સરહદે આવેલું શહેર. ભૌગોલિક સ્થાન : 32° 28´ ઉ. અ. અને 85° 0´ પ. રે. તે જ્યૉર્જિયા રાજ્યની પશ્ચિમ સરહદે આવેલા કોલંબસ શહેરની તદ્દન સામે બંને રાજ્યની સરહદ બનાવતી ચટ્ટાહુચી નદીના પશ્ચિમ કિનારા પર તેમજ માટગોમરીથી પૂર્વમાં 132 કિમી. અંતરે આવેલું…

વધુ વાંચો >

ફિનિક્સ ટાપુઓ

ફિનિક્સ ટાપુઓ : મધ્ય પશ્ચિમ પૅસિફિક મહાસાગરમાં વિષુવવૃત્તની નજીક દક્ષિણે કિરિબાતી વિભાગમાં આવેલા 8 કંકણાકાર પ્રવાલદ્વીપોનો વસ્તીવિહીન ટાપુસમૂહ. ભૌગોલિક સ્થાન : 4° દ. અ. અને 172° પ. રે.ની આજુબાજુ છૂટક છૂટક તે વહેંચાયેલા છે. તે હવાઈ ટાપુઓથી નૈર્ઋત્યમાં 2,650 કિમી.ને અંતરે આવેલા છે. ટાપુસમૂહમાં ફિનિક્સ (રવાકી), સિડની (મનરા), મેક્કીન, ગાર્ડનર…

વધુ વાંચો >

ફિયૉર્ડ

ફિયૉર્ડ : સીધા ઢોળાવવાળી બાજુઓ ધરાવતા (નદીમુખ કે) હિમનદીમુખમાં પ્રવેશેલો દરિયાઈ ફાંટો. આવા ફાંટા થાળા આકારના અને પ્રમાણમાં લાંબા હોય છે. જૂના વખતમાં જામેલા, સરકતા જતા હિમજથ્થાના બોજથી હિમનદીઓનાં મુખ ઘસારો પામીને બાજુઓમાંથી ઊભા ઢોળાવવાળાં બનેલાં હોય છે. આ કારણે તે દરિયાઈ જળથી ભરાયેલાં રહે છે. હિમનદીઓ કે હિમજથ્થા ધરાવતા…

વધુ વાંચો >

ફિરોજપુર

ફિરોજપુર : પંજાબ રાજ્યનો પશ્ચિમ સીમાવર્તી જિલ્લો તથા તે જ નામ ધરાવતું જિલ્લામથક અને શહેર. જિલ્લો : આ જિલ્લો 29° 55´થી 31° 09´ ઉ. અ. અને 73° 52´થી 75° 26´ પૂ. રે. વચ્ચેનો આશરે 5,874 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તરે અમૃતસર અને કપુરથલા જિલ્લા, ઈશાન અને પૂર્વ…

વધુ વાંચો >

ફિરોજાબાદ

ફિરોજાબાદ : ઉત્તરપ્રદેશ રાજ્યના પશ્ચિમ ભાગમાં  આવેલો જિલ્લો, તાલુકો અને તે જ નામ ધરાવતું જિલ્લામથક, તાલુકામથક તથા શહેર. ભૌ. સ્થાન : તે 27° 09´ ઉ. અ. અને 78° 25´ પૂ. રે.ની આજુબાજુના પ્રદેશને આવરી લે છે. તેનો કુલ વિસ્તાર આશરે 2,362 ચોકિમી. જેટલો છે. તેની ઉત્તર, ઈશાન અને વાયવ્યમાં ઇટાહ…

વધુ વાંચો >

ફિલાડેલ્ફિયા

ફિલાડેલ્ફિયા : યુ.એસ.ના પેન્સિલવેનિયા રાજ્યનું દેશમાં પાંચમા ક્રમે આવતું મોટું શહેર. ભૌગોલિક સ્થાન : 39° 57´ ઉ. અ. અને 75° 09´ પ. રે. રાજ્યના અગ્નિભાગમાં દેલાવર નદીના પશ્ચિમ કાંઠા પર તે વસેલું છે. દેલાવર ઉપસાગરને મળતી દેલાવર નદીના મુખથી ઉત્તર તરફ 160 કિમી. અંતરે તે આવેલું છે. દેલાવર નદી, શહેરની…

વધુ વાંચો >

ફિલિપાઇન્સ

ફિલિપાઇન્સ ઉત્તર પેસિફિક મહાસાગરના નૈર્ઋત્ય ભાગમાં આવેલો ટાપુદેશ. સત્તાવાર નામ ફિલિપાઇન્સ પ્રજાસત્તાક. ભૌ. સ્થાન : આ ટાપુસમૂહ આશરે 4°થી 21´ ઉ. અ. અને 116°થી 126´ પૂ. રે. વચ્ચે પથરાયેલો છે. તે તાઇવાનથી દક્ષિણ તરફ, બૉર્નિયોથી ઈશાન તરફ તથા એશિયા ભૂમિખંડના અગ્નિ કિનારાથી લગભગ 800 કિમી. અંતરે આવેલો છે. આ દ્વીપસમૂહ…

વધુ વાંચો >