Geography

ફતેહપુર

ફતેહપુર : ઉત્તર પ્રદેશ રાજ્યના દક્ષિણ ભાગમાં આવેલો જિલ્લો તથા તે જ નામ ધરાવતું જિલ્લામથક અને શહેર. જિલ્લો : ભૌ. સ્થાન : તે આશરે 25° 26´થી 26° 14´ ઉ. અ. અને 80° 13´થી 81° 21´ પૂ. રે. વચ્ચેનો વિસ્તાર આવરી લે છે. તેની પૂર્વ-પશ્ચિમ લંબાઈ 100 કિમી. અને ઉત્તર-દક્ષિણ પહોળાઈ…

વધુ વાંચો >

ફતેહપુર સિક્રી

ફતેહપુર સિક્રી : ઉત્તર પ્રદેશના આગ્રા જિલ્લામાં આવેલું મુઘલ સમ્રાટ અકબરનું પાટનગર. ભૌગોલિક સ્થાન : 27° 06´ ઉ. અ. અને 77° 40´ પૂ. રે. તે આગ્રાથી પશ્ચિમે 37 કિમી. દૂર તથા મથુરાથી દક્ષિણે રાજસ્થાન સરહદ નજીક ભરતપુરથી અગ્નિકોણમાં આવેલું છે. ત્યાં 1527માં બાબર અને રાણા સંગ્રામસિંહ વચ્ચે યુદ્ધ થયું હતું.…

વધુ વાંચો >

ફરીદકોટ

ફરીદકોટ : પંજાબ રાજ્યના નૈર્ઋત્ય ભાગમાં આવેલો જિલ્લો અને તે જ નામ ધરાવતું શહેર. જિલ્લાનો કુલ વિસ્તાર 1,453 ચોકિમી. જેટલો છે. તેની વાયવ્ય અને ઉત્તરમાં ફીરોઝપુર જિલ્લો, પૂર્વ તરફ મોગા અને ભટિંડા જિલ્લા, દક્ષિણ તરફ ભટિંડા અને મુક્તસર જિલ્લા તથા પશ્ચિમે મુક્તસર જિલ્લાની સરહદો આવેલી છે. પ્રાકૃતિક લક્ષણો : આખો…

વધુ વાંચો >

ફરીદપુર (1) 

ફરીદપુર (1)  : બાંગ્લાદેશના ઢાકા વિભાગમાં આવેલો જિલ્લો અને તે જ નામ ધરાવતું જિલ્લામથક. ભૌ. સ્થાન : 22° 51´થી 23° 55´ ઉ. અ. અને 89° 19´થી 90° 37´ પૂ. રે. આ જિલ્લાનું ક્ષેત્રફળ 6913 ચોકિમી. જેટલું છે. ભૂપૃષ્ઠ : જિલ્લાનો લગભગ સમગ્ર વિસ્તાર ગંગાનાં ત્રિકોણપ્રદેશીય કાંપનાં મેદાનોથી બનેલો છે. આ…

વધુ વાંચો >

ફરીદાબાદ

ફરીદાબાદ : હરિયાણા રાજ્યમાં આવેલો જિલ્લો અને તે જ નામ ધરાવતું જિલ્લામથક. જિલ્લો : ભૌ. સ્થાન : આ જિલ્લો 27° 51´ 15´´થી 28° 30´ 52´´ ઉ. અ. અને 77° 04´ 30´´થી 77° 32´ 50´´ પૂ. રે. વચ્ચેનો વિસ્તાર આવરી લે છે. જિલ્લાનું કુલ ક્ષેત્રફળ 2,760 ચોકિમી. જેટલું છે. આ જિલ્લાની…

વધુ વાંચો >

ફલ્ટન

ફલ્ટન : મહારાષ્ટ્ર રાજ્યના સાતારા જિલ્લાનો તાલુકો અને તે જ નામ ધરાવતું તાલુકામથક અને ભૂતપૂર્વ દેશી રિયાસત. ઇતિહાસપ્રસિદ્ધ નિંબાળકર રજવાડાની તે રાજધાની હતું. સાતારા જિલ્લાના ઈશાન ખૂણે મહાડ–પંઢરપુર રાજ્યમાર્ગ પર સાતારાથી 60 કિમી. દૂર અને પુણેના અગ્નિ ખૂણે 150 કિમી. દૂર બાણગંગા નદીના કાંઠે તે વસેલું છે. તેનો પ્રાચીન ઇતિહાસ…

વધુ વાંચો >

ફારૂખાબાદ–ફતેહગઢ

ફારૂખાબાદ–ફતેહગઢ : ઉત્તરપ્રદેશ રાજ્યના મધ્ય-પશ્ચિમ ભાગમાં આવેલો જિલ્લો, જિલ્લામથક તથા જોડિયું શહેર. આ જિલ્લો 26° 47´થી 27° 42´ ઉ. અ. અને 79° 07´થી 80° 02´ પૂ. રે. વચ્ચેનો વિસ્તાર આવરી લે છે. જિલ્લાનો કુલ વિસ્તાર 4,274 ચોકિમી. જેટલો છે. તેની ઉત્તરે બદાયૂં અને શાહજહાંપુર જિલ્લાઓ, પૂર્વમાં હરદોઈ જિલ્લો, અગ્નિમાં ઉન્નાવ…

વધુ વાંચો >

ફિજી

ફિજી નૈર્ઋત્ય પૅસિફિક મહાસાગરમાં આવેલો પ્રજાસત્તાક ટાપુસમૂહ. ભૌગોલિક સ્થાન : આ ટાપુસમૂહ 18° 0´ દ. અ. અને 178° 0´ પૂ. રે.ની આજુબાજુ આવેલો છે. તે ન્યૂઝીલૅન્ડના ઑકલૅન્ડથી ઉત્તરમાં આશરે 1,800 કિમી. અંતરે તથા ઑસ્ટ્રેલિયાના સિડનીથી ઈશાનમાં આશરે 2,700 કિમી. અંતરે આવેલો છે. ફિજીનો રાષ્ટ્રસમૂહ વાસ્તવમાં તો કુલ 806 જેટલા ટાપુઓથી…

વધુ વાંચો >

ફિદા, અબુલ

ફિદા, અબુલ (અબુલ ફિદા ઇમામુદ્દીન) (જ. 1273; અ. 1331) : મધ્યયુગના વિખ્યાત ભૂગોળશાસ્ત્રી તથા ઇતિહાસકાર. તેમણે પોતાની કારકિર્દીની શરૂઆતમાં મમ્લૂક (ગુલામ) વંશના સુલતાનોના એક દરબારી તરીકે કામ કર્યું હતું. મધ્યપૂર્વના પ્રખ્યાત સુલતાન સલાહુદ્દીન અય્યૂબીના વંશજ અબુલ ફિદા 1331માં હમાતના સ્વતંત્ર રાજવી પણ બન્યા હતા. તેઓ પોતે વિદ્વાન હતા અને કવિઓ…

વધુ વાંચો >

ફિનલૅન્ડ

ફિનલૅન્ડ ઉત્તર યુરોપમાં આવેલો દેશ. ભૌ. સ્થાન : 58° 30´થી 70° 05´ ઉ. અ. અને 19° 07´થી 31° 35´ પૂ. રે. વચ્ચે વિસ્તરેલો છે. આ દેશનો 66% ભૂમિભાગ ગાઢ જંગલોથી આચ્છાદિત હોવાથી તથા કુલ 33,522 ચોકિમી. જળવિસ્તાર ધરાવતાં, ઠેકઠેકાણે આવેલાં હજારો સરોવરોથી ભરાયેલો રહેતો હોવાથી તેનું સમગ્ર સ્થળર્દશ્ય રમણીય બની…

વધુ વાંચો >