Geography
પૉર્ટ-ઑ-પ્રિન્સ
પૉર્ટ–ઑ–પ્રિન્સ : હૈતીનું પાટનગર, મોટું શહેર અને બંદર. ભૌ. સ્થાન : 18o 32′ ઉ. અ. અને 72o 2૦’ પ.રે. ઉત્તર કૅરિબિયન સમુદ્રના મહા ઍન્ટિલીઝ(વેસ્ટ ઇન્ડિઝ)માં હિસ્પાનિયોલા ટાપુના પશ્ચિમ કિનારે ગોનાઇવ્ઝના અખાતના શીર્ષભાગ પર તે આવેલું છે. આ શહેર કિનારાના મેદાની ભાગમાં સપાટ ખીણના પશ્ચિમ છેડા પર વસેલું છે. તે અર્ધચંદ્રાકાર…
વધુ વાંચો >પૉર્ટ ઑવ્ સ્પેન
પૉર્ટ ઑવ્ સ્પેન : દક્ષિણ કૅરિબિયન સમુદ્રમાંના ત્રિનિદાદ-ટોબેગો ટાપુનું પાટનગર અને મુખ્ય બંદર. ભૌ. સ્થાન : 10o 39′ ઉ. અ. અને 61o 31′ પ. રે. ત્રિનિદાદ ટાપુના પશ્ચિમ ભાગમાં વિસ્તરેલા દ્વીપકલ્પની દક્ષિણે પારિયાના અખાતને કિનારે તે વસેલું છે. આ અખાતને કારણે ત્રિનિદાદનો ટાપુ વેનેઝુએલાના ઈશાન ભાગથી અલગ પડે છે. આબોહવા…
વધુ વાંચો >પૉર્ટ જેન્ટીલ
પૉર્ટ જેન્ટીલ : આફ્રિકા ખંડના પશ્ર્ચિમ ભાગમાં ઍટલાન્ટિક મહાસાગરને કિનારે આવેલા ગેબોં (Gabon) દેશના બેન્ડજે પ્રદેશ તથા ઉગૂવે દરિયાઈ પ્રાંતનું મુખ્ય બંદર અને ઔદ્યોગિક મથક. ભૌ. સ્થાન : ૦o 43′ દ. અ. અને 8o 47′ પૂ. રે. તે ઉગૂવે નદીના મુખ પર આવેલું છે અને ઍટલાન્ટિક મહાસાગરમાં પ્રવેશેલી લોપેઝની ભૂશિરથી…
વધુ વાંચો >પૉર્ટ ફ્રેન્ક્વી (ઇલેબો)
પૉર્ટ ફ્રેન્ક્વી (ઇલેબો) : મધ્ય આફ્રિકાના દક્ષિણમધ્ય ભાગમાં આવેલા કૉંગો ડેમોક્રેટિક રિપબ્લિક ઑવ્ ધ કૉંગોના કસાઈ-ઑક્સિડેન્ટલ પ્રદેશનું શહેર અને નદીબંદર. પૉર્ટ ફ્રેન્ક્વી (જૂનું નામ) હવે ઇલેબો નામથી ઓળખાય છે. ભૌ. સ્થાન : 4o 19′ દ. અ. અને 2૦o 35′ પૂ. રે. તે કસાઈ (કૉંગો નદીની શાખા) અને સાન્કુરુ (કસાઈ નદીની…
વધુ વાંચો >પૉર્ટ બ્લેર
પૉર્ટ બ્લેર : આંદામાન-નિકોબાર ટાપુસમૂહનું પાટનગર અને બંદર. તે બંગાળના ઉપસાગરમાં અગ્નિ દિશા તરફ, કૉલકાતાથી દક્ષિણે 1255 કિમી. અંતરે તથા ચેન્નઈથી પૂર્વમાં 1191 કિમી. અંતરે, દક્ષિણ આંદામાન ટાપુના પૂર્વ કિનારા પર આવેલું છે. ભૌ. સ્થાન : 11o 40′ ઉ. અ. અને 92o 46′ પૂ. રે. આંદામાનની પ્રથમ વસાહતના સ્થાપક આર્ચિબાલ્ડ…
વધુ વાંચો >પૉર્ટ મૉરેસ્બી
પૉર્ટ મૉરેસ્બી : નૈર્ઋત્ય પ્રશાંત મહાસાગરમાં ઑસ્ટ્રેલિયાની ઉત્તરમાં આવેલા ન્યૂ ગિની ટાપુના પૂર્વ પડખેના પાપુઆ ન્યૂ ગિની નામના દેશનું મોટામાં મોટું શહેર, પાટનગર અને દરિયાઈ બંદર. ભૌ. સ્થાન : 9o 30′ દ. અ. અને 147o 10′ પૂ. રે. પર તે આવેલું છે. વળી પાપુઆના અખાતના કિનારા પરની પાગા (Paga) તથા…
વધુ વાંચો >પૉર્ટ લુઈસ
પૉર્ટ લુઈસ : હિન્દી મહાસાગરમાં આવેલા ટાપુ-દેશ મૉરિશિયસનું પાટનગર, મોટામાં મોટું શહેર અને એકમાત્ર બંદર. ભૌ. સ્થાન : 20o 10′ દ. અ. અને 57o 30′ પૂ. રે. મુખ્ય ટાપુના વાયવ્ય કિનારા પર નીચાણવાળા ભાગમાં તે આવેલું છે. અહીંની આબોહવા અયનવૃત્તીય (tropical), ગરમ અને ભેજવાળી રહે છે. ડિસેમ્બરથી મે દરમિયાનનું સરેરાશ…
વધુ વાંચો >પૉર્ટલૅન્ડ (ઓરેગૉન યુ.એસ.)
પૉર્ટલૅન્ડ (ઓરેગૉન, યુ.એસ.) : યુ.એસ.ના ઓરેગૉન રાજ્યનું મોટામાં મોટું શહેર, નદીબંદર, ઔદ્યોગિક અને વ્યાપારી કેન્દ્ર. ભૌ. સ્થાન : 45o 31′ ઉ. અ. અને 122o 40′ પ. રે. તે રાજ્યના મલ્ટનોમાહ પરગણાનું મુખ્ય મથક પણ છે. આ શહેર કોલંબિયા અને વિલામેટ નદીસંગમ પર વસેલું છે; વળી આ બંદર રાજ્યની વાયવ્ય સીમા…
વધુ વાંચો >પૉર્ટલૅન્ડ (વિક્ટોરિયા ઑસ્ટ્રેલિયા)
પૉર્ટલૅન્ડ (વિક્ટોરિયા, ઑસ્ટ્રેલિયા) : ઑસ્ટ્રેલિયા ખંડના અગ્નિકોણમાં આવેલા વિક્ટોરિયા રાજ્યનું એક નગર અને બંદર. ભૌ. સ્થાન : 38o 21′ દ. અ. અને 141o 36′ પૂ. રે. તે રાજ્યના પાટનગર મેલબૉર્નથી નૈર્ઋત્યમાં 364 કિમી.ને અંતરે, દક્ષિણ મહાસાગરના પૉર્ટલૅન્ડ અખાતને કિનારે આવેલું છે. આ શહેરની વસ્તી 10,016 (2021) જેટલી છે. દક્ષિણ ગોળાર્ધમાં…
વધુ વાંચો >પૉર્ટલૅન્ડ (મેન રાજ્ય યુ.એસ.)
પૉર્ટલૅન્ડ (મેન રાજ્ય, યુ.એસ.) : યુ.એસ.ના ઈશાનકોણમાં આવેલા મેન રાજ્યનું મોટામાં મોટું શહેર, કમ્બરલૅન્ડ પરગણાનું મુખ્ય મથક અને બંદરી પ્રવેશદ્વાર. ભૌ. સ્થાન : 43o 39′ ઉ. અ. અને 70o 15′ પ. રે. તે ઉત્તરે ઍટલાન્ટિક મહાસાગરના કાસ્કો ઉપસાગર(Casco Bay)ને પશ્ચિમ છેડે, કિનારાથી 8 કિમી.ને અંતરે, ઑગસ્ટાથી નૈર્ઋત્યમાં 80 કિમી.ને અંતરે,…
વધુ વાંચો >